ત્યાં દીવા કરો ~ ડૉ. મહેશ રાવલ
જ્યાં શક્યતા દેખાય, ત્યાં દીવા કરો
જ્યાં માર્ગ અવરોધાય ત્યાં, દીવા કરો
મળતા નથી અવસર અનેરાં, હરવખત
મન સહેજ પણ મૂંઝાય, ત્યાં દીવા કરો
તડકો જ આપે છે સમજ, છાંયા વિષે
વાતાવરણ બદલાય, ત્યાં દીવા કરો
છે લક્ષ્ય કેવળ આપણું, ઝળહળ થવું
અંધારપટ ઘેરાય, ત્યાં દીવા કરો
ઈશ્વર ગણાતું સત્ય, અપરંપાર છે
માણસપણું રૂંધાય, ત્યાં દીવા કરો
ચાલ્યા કરો તો ઝાંઝરી રણક્યા કરે
પગલાં વિસામો ખાય, ત્યાં દીવા કરો
સમજણ હશે, ત્યાં અર્થ વિસ્તરશે ‘મહેશ’
પણ, ગેરસમજણ થાય ત્યાં દીવા કરો
© ડૉ.મહેશ રાવલ
ઈશ્વર ગણાતું સત્ય અપરંપાર છે
માણસપણું રૂંધાય, ત્યાં દીવા કરો !
સરસ
ચિંતનનો દીવો કરો.
અંધકારમાં ડૂબકી દઈને
પાછો ફરતો એ જ
મરજીવો ખરો.
યાદ આવે દયા દિવેલ પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો,
મહી બ્રહ્મ-અગ્નિને ચેતાવો રે દિલમાં દીવો કરો
વાહ સરસ ગઝલ
વર્તમાન સમયમાં આપની કૃતિ ખરેખર પ્રેરક છે, ડૉ મહેશભાઈ!
છે લક્ષ્ય કેવળ આપણું, ઝળહળ થવું
+ ….
…
વાહ!