મારા જીવનમાં દખલ કરવાની આઝાદી નથી ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

બંધારણે આપણને કેટલાક મૂળભૂત અધિકારો આપ્યા છે. એમાં સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધર્મ સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તથા બંધારણીય ઉપાયોનો અધિકાર સામેલ છે.

Our Fundamental Rights - Legal Aid

કાગળ પર સક્ષમ લાગતા આ અધિકારો વાસ્તવિકતામાં અપંગ લાગે છે. જેનું નિષ્ઠાથી પાલન થવું જોઈએ એવી ઘણી ફરજો અદા થથી નથી અને એના કારણે સમાજમાં વિસંગતિ પેદા થાય છે. ડૉ. ધીરજ એસ. બલદાણિયા સણસણતો સવાલ પૂછે છે…

અજવાસ હોય કેવો? – રાત નક્કી કરશે?
ઘુવડ હવે સૂરજની ઔકાત નક્કી કરશે?
રૂઢિ, પરંપરાઓ, હક ને ફરજની સાથે
કોણે પરણવું કોને, ન્યાત નક્કી કરશે?

Kinjal Dave engagement sparks community boycott controversy in Gujarat; Singer challenges Panch Pargana Brahmin rules as leaders defend social customs and inter-community marriage norms

તાજેતરમાં બે કિસ્સા એવા બન્યા જે એકવીસમી સદીમાં વિસ્મિત અને લજ્જિત કરે છે. પરજ્ઞાતિના પ્રેમી જોડે વિવાહ કરવા બદલ  ગાયિકા કિંજલ દવેને નાત બહાર કરવાની સગર્વ ઘોષણા કરવામાં આવી. એ જ રીતે સુરતસ્થિત ગાયિકા આરતી સાંગાણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો.

કોની જોડે, ક્યાં, ક્યારે લગ્ન કરવા એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય, જ્ઞાતિએ નહીં. આ પ્રકારની મધ્યકાલીન માનસિકતા હાનિકારક પ્રદુષણ છે. અશોક નિર્મલ કહે છે એમ પુરુષપ્રધાન વિચારધારા આ અસામાનતાની જનક છે…

સમજો મને આજ નારી બિચારી
મેં રાખી છે હક માટે કાંખે કટારી
જરા જો હું ઊડવા મથું આસમાને
જમાનો મથે કાપવા પાંખ મારી

Is it really male dominated society, OR something even more complex? – Ayoti Technologies

જ્ઞાતિનું લક્ષ્ય પ્રગતિ તરફ હોય છે. સામાજિક સ્તરે એકબીજા સાથે અનુબંધ કેળવાય, એકબીજાને કામ લાગી શકાય અને જે ઓછી આવક ધરાવનાર વર્ગ છે એને સાચવવાનું ઉત્તમ કામ દરેક જ્ઞાતિમાં થતું હોય છે.

The Importance of Charity in Modern Society - YUVA

નાતજાતને લઈને જો વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે તો એ એ જોહુકમી ગણાય. દરેક સદીમાં આવી જોહુકમી યથાવત રહી છે. સ્ત્રીને ડાકણ કહીને વગોવવામાં આવે છે.

Where I have spent 50 years after marriage, I am a witch, who eats children

વાંક પુરુષનો હોય તોય દુરાચારિણીનું લેબલ એના માથે જ લાગે છે. દેવેન્દ્ર રાવલ કહે છે એમ આવી બાબતોમાં અવગણના જ ઉપાય બની શકે…

જગતને નારીની ઓળખાણ થાવા દો
છે સવાલ હકનો તો ખેંચતાણ થાવા દો
ટેવ છે પુરાણી તો ના જશે સરળતાથી
ચોતરફ બધાં કરશે બૂમરાણ, થાવા દો

બૂમરાણ મચાવીને નરસિંહ મહેતા જેવા ભક્તને નાત બહાર મૂકવામાં આવ્યા હતા. ઘણી વાર સમાજ પ્રતિભાને પોંખવાને બદલે પ્રતિભાનું હનન કરવાનું કામ કરે છે. આપણે નસીબદાર છીએ કે અફઘાનિસ્તાનમાં નથી. ત્યાં સ્ત્રીની હાલત બદથી બદતર છે.

9 facts on women's rights in Afghanistan

સ્વતંત્રતા નામની ચીજ તો ચૂલામાં હોમાઈ ગઈ છે. કન્યાઓ પાસેથી શિક્ષણનો અધિકાર પણ ઝૂંટવી લેવામાં આવ્યો છે. જ્યાં શાસક જ શેતાન હોય ત્યાં અપેક્ષા રાખવાનો કોઈ મતલબ નથી.

ઈરાનમાં હમણાં પ્રજાએ ખૌમેનીના એકચક્રી શાસન સામે માથું ઊંચક્યું છે એમાં સ્ત્રીવર્ગ પણ રસ્તા પર ઉતરી આવ્યો છે. સોથી વધારે શહેરોમાં દેખાવો થયા છે ને બે હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Fear grips Iranians with some fleeing the capital as conflict with Israel escalates | CNN

જિજ્ઞેશ ક્રિસ્ટી `સંગત’ લખે છે….

સદીઓ જૂની લડત છે અચાનક નહીં મળે
ક્યારેય માગવાથી તને હક નહીં મળે
પુરુષ સમોવડી છે સાબિત કરી દે તું
સાચે કહું છું આવી ફરી તક નહીં મળે

જેને આપણે મા કહીને નતમસ્તક વંદન કરીએ છીએ, જે ગૃહિણી તરીકે પોતાનાં સપના ન્યોચ્છાવર કરી પરિવારને સંભાળે છે એ સ્ત્રીએ પોતાનો હક માગવો પડે એ પણ શરમજનક બાબત છે. ટ્રિપલ તલાકના કારણે કેટલીયે સ્ત્રીઓ તરડાઈ ગઈ.

શારીરિક શોષણ અને માનસિક પ્રતાડના કરનાર પુરુષ ખરેખર જેલના સળિયા પાછળ હોવો જોઈએ પણ સમાજ `પતિ-પત્ની વચ્ચેની વાત’નું લેબલ મારીને હાથ ઊંચા કરી દે છે. રાજીવ ભટ્ટ `દક્ષરાજ’ આ વ્યથા વ્યક્ત કરે છે…

મારું સપનું મારી મરજી
તારું સપનું તારી મરજી
ડૂસકાઓના દરિયા પીને
થઈ ગઈ કેવી ખારી મરજી

લાસ્ટ લાઈન

જેટલી સમજો છો નાની, એટલી નાની નથી
ચૂપ છું; તો એવું ના સમજો મને વાણી નથી

ના દયા માગી કદી, માગું છું હું મારો જ હક
હા, ઉધારીમાં કદી ઓળખ તો મેં માગી નથી

જીતવાની તક ન આપો આંચકીને લઈશ હું
આદરી છે જીવવાની આ લડત, બાગી નથી

મૂંગા મોઢે જો સહું તો નબળી ના સમજો કદી
સારું છે સામે હજી તલવાર મેં તાણી નથી

જિંદગી મારી છે તો મરજી બીજાની કેમ હોય?
મારા જીવનમાં દખલ કરવાની આઝાદી નથી

થાકીને બેસી ગઈ છું ભ્રમમાં ના રહેશો કદી
આ હરીફાઈમાં મારી વારી બસ આવી નથી

ચાલવા માગું છું સાથે સાથે આખી જિંદગી
જિંદગીએ આવી નાનકડીય તક આપી નથી

~ ભારતી વોરા ‘સ્વરા’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.