ઊંઘને ઊંઘની દવા આપો ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

જેના પર વિશ્વાસ ન મૂકી શકાય એવી કોઈ વ્યક્તિ `મને બસ એક દિવસ આપો’ એમ કહે એટલે સમજી જવાનું કે કામ એક દિવસમાં થવાનું નથી. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા પશ્ચિમના દેશોની જેમ સમયપાલન અને શિસ્તપાલન આવશ્યક છે.

Why Discipline Makes Today Hard, But Tomorrow Easier | by Kristina God | Online Writing and Blogging Made Easy | Medium

પ્રતિભાને પૂરતી તક આપવી જરૂરી છે. આપણું બુદ્ધિધન વિદેશોમાં સ્થાયી થાય છે એના કારણમાં આપણી બ્યુરોક્રસી, ભ્રષ્ટાચાર, પ્રતિભાની અવગણના અને તકની અછત જેવા અનેક કારણો જવાબદાર છે. ભરત વિંઝુડાની પંક્તિઓ સાથે વાતનો ઉઘાડ કરીએ…

ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊઘડવું આપો
હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો

સ્થિર હોવું અને જડ હોવું એ બંનેમાં ફરક છે. વૃક્ષ સ્થિર છે, પણ જડ નથી. એનાં પાંદડાં ફરફરે છે એટલે આપણને સ્થિરતામાં પણ જીવંતતાનો અહેસાસ થાય.

Tree GIFs - Get the best gif on GIFER

આપણા ઋષિ મુનિઓ સ્થિરતા ધારણ કરી તપ કરતાં ત્યારે એમનું સૂક્ષ્મ મન વિહાર કરી અનેક પ્રકારની શોધખોળ કરતું. સાધના માટે સમય આપવો પડે.

Difference between Rishi and Muni | Rishi vs Muni

ભાવિન ગોપાણી આ સમય માગે છે…

બિછાવી ફૂલ કે જાજમ અમે છટકી નહીં જઈએ
હયાતી પાથરી જઈશું તમે થોડો સમય આપો
અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ
ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો

શિલ્પકાર મૂર્તિ ઘડતો હોય ત્યારે એણે અપાર ધીરજ રાખવી પડે. નાકનક્શો ઉપસાવતા સમય લાગે.

Creating process — Mussner G. Vincenzo

ભારતે પણ છેલ્લા ત્રણ દાયકામાં જે વિકાસ સાધ્યો છે એના પરિણામ રૂપે આપણું અર્થતંત્ર આજે વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયું છે. અમેરિકા, ચીન અને જર્મની પહેલા ત્રણમાં છે.

અર્થતંત્ર મક્કમ ગતિએ વિકાસ સાધે એ માટે રાજકીય સ્થિરતા અને વેપાર-વિસ્તરણ જરૂરી છે. રાહુલ ગાંધી જેવાઓના હાથમાં ભૂલેચૂકે પણ સુકાન આવે તો કૉન્ગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશ કે તેલંગણા રાજ્યની જેમ તિજોરી તળિયાઝાટક થઈ જાય.

Himachal Pradesh Financial Crisis Deepens | Freebies Fracture Finances, Employee Salaries Delayed

વિરોધ પક્ષ હોવા જ જોઈએ પણ રાષ્ટ્રવિરોધી પરિબળોનો તો સફાયો જ થવો જોઈએ. નેહા પુરોહિત લખે છે…

એક એરણ, કે પછી ઘણ, હોય આપો મને
તોડવા સઘળાં સગપણ, હોય આપો મને
છાતીમાં અંગાર ચાંપું? હોઠ સળગાવું? કે શું?
તૃષાનું જે નિવારણ હોય, આપો મને

આ વર્ષે તૃષાનું નિવારણ આપવામાં કુદરત મહેરબાન થઈ છે. સામાન્ય રીતે મે મહિનો એવો ઉકળાટ મચાવે કે ધગધગીને કામો કરવા પડે ને સમસમીને સફર કરવી પડે. જૂનના પહેલા-બીજા અઠવાડિયે શરૂ થતું ચોમાસુ બેએક અઠવાડિયા વહેલાં બેસી ગયું એટલે અકલ્પનીય રાહત મળી છે.

Pre-monsoon rains to continue till next Sunday | Mumbai news - Hindustan Times

આવું આગમન વહાલું લાગે. સાકિન કેશવાણી પ્રિયાનું આગમન ઝંખે છે…

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો
આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો
પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો

વિચિત્ર પ્રકારની ખોટીખરી કરી પડોશી દેશ આપણને પરેશાન કરવાની કોશિશ જરૂર કરશે. ઑપરેશન સિંદુર પછી પાકિસ્તાનને પોતાની હેસિયત સમજાઈ ગઈ છે છતાં ભવિષ્યમાં છમકલાં કરવાનું એ ચૂકશે નહીં.

Pakistan suffered losses of 1.12 billion dollars due to destruction of F-16 HQ-9 C-130 Report | India News – India TV

ચીન પાંચમી પેઢીના જે-35એ ફાઈટર વિમાનો પાકિસ્તાનને અડધી કિંમતે સોંપવાનું છે. પાકિસ્તાનને પ્રેમની ભાષા ક્યારેય સમજાઈ નથી અને સમજાવાની નથી. નીતિન પારેખ લખે છે…

આખેઆખું આભ નહીં તો આંગણ આપો
મેળો ના આપો તો મનગમતું જણ આપો
પ્રેમ નામનો રસ્તો શાને અંત વિનાનો
સમજ નથી કંઈ પડતી, થોડી સમજણ આપો

કોઈ પણ ધર્મનો ઉદ્દેશ પાપમાંથી પુણ્ય તરફ લઈ જવાનો હોય છે. માત્ર વ્યક્તિગત જ નહીં સામાજિક જીવન પણ આસ્થાપૂર્ણ બને તો એનો ફાયદો સમાજને જ થાય છે. ધર્મનું કામ સમતા દ્વારા ક્ષમતા વધારવાનું છે. જ્યારે ધર્મનું અર્થઘટન અનર્થઘટન બની જાય ત્યારે દિશા અને દશા બંને વિપરીત થઈ જાય.

Why hundreds of westerners are taking up arms in global jihad

ધર્મ ગમે એટલું શીખવે કે માર્ગદર્શન આપે આખરે તો કર્મ જ છાપરે ચડી પોકારવાનું. ડૉ. મનોજ જોશી મન કહે છે એવું સ્વ-મૂલ્યાંકન કરવું અઘરું છે પણ અશક્ય નથી.

હજી છોડી શક્તો નથી હું તરાપો
મને ડૂબવા કોઈ વરદાન આપો
તમે કર્મના ઘેર મારો જો છાપો
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો

લાસ્ટ લાઈન

ઘેન છાંટી ભીની હવા આપો
ઊંઘને ઊંઘની દવા આપો

દોડી દોડીને આવે છે હરણાં
જોખી જોખીને ઝાંઝવા આપો

આ જૂની હાડમારીઓ લઈને
એક બે દિવસો નવા આપો

મેં ઊકળવા મૂક્યો છે દરિયાને
ઢાંકણું એને ઢાંકવા આપો

કેદ વરસાદને કરી લઈએ
દોરડું એક બાંધવા આપો

~ રમેશ ચૌહાણ
~ ગઝલસંગ્રહઃ પીળો પડછાયો

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment