એક હતો ચકો અને એક હતી ચકી (લેખ) ~ સંધ્યા શાહ

માની પાસેથી બાળપણમાં સાંભળેલી પહેલી વાર્તા એટલે એક હતો ચકો ને એક હતી ચકી… આ ચક્લી તો આપણી બાળપણની સહિયર. સૂકી ધરતીમાં ખાડો કરીને એ રમવા લાગે તો અમે બહુ ખુશ થઈ જતા કારણ  મા કહેતી કે ચકલી આવું રમે ને ત્યારે વરસાદ આવે.

Why do birds take dust baths? | Outside My Window

મને આજે પણ વર્ષો પહેલાનો એ દિવસ યાદ છે. રસોડાની અભેરાઈમાં પતરાના ડબ્બાની પાસે ચકલીએ માળો બાંધ્યો હતો. દોરા, સૂતળીના ટૂકડા ને ઘાસના તણખલાં લઈને આવતી ચકલી છૂટથી ઘરમાં અવરજવર કરતી. પોતાના નાનકડા બચ્ચાને ખવડાવતી, તેને ઊડતા શીખવતી એ ચકલીને જોવી તે અમારા માટે ખાસ કૂતુહલની વાત રહેતી.

Guru Blog - Guru Academic Advising

તે દિવસે રસોડામાં છૂટા ભાત રાંધ્યા હતા. વધેલું ઓસામણ તપેલીમાં ખુલ્લું પડ્યું હતું. મા કોઈ કારણસર રસોડાની બહાર ગઈ હતી. તે દરમ્યાન ચકલીના બચ્ચાએ ઊડવાની કોશિશ કરી હશે અને તે ઓસામણ ભરેલી તપેલીમાં પડી ગયું.

બહારથી રસોડામાં આવેલી માએ તે જોયું અને તેની ચીસ નીકળી ગઈ. બચ્ચુ મૃત્યુ પામ્યું હતું. અમારી આંખોમાં આંસુ છલકાયા. તે દિવસે બધાએ ઉપવાસ કર્યો હતો. એક જૈન ઘરમાં અમારી બેદરકારીને કારણે એક ચકલીનું માસુમ બચ્ચું મૃત્યુ પામ્યું હતું ને એટલે..

વાતને વર્ષો વીતી ગયા. વતનમાંથી મહાનગરમાં આવીને વસી છું. મારા આંગણાંમાં ગુલમહોર, બદામ અને લીંબુના વૃક્ષોની આસપાસ ઉડતા ચકલા, હોલા, કાબર, કબૂતર, કાગડા અને પોપટ અહીં પણ નિત્ય સંગાથી રહ્યા છે. જો કે હમણાં હમણાંથી  ચકલીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે.

Is The Endangered House Sparrow Resurrecting? - Sigma Earth

આપણાં વ્યસ્ત જીવનમાં આ નાનકડા, રમતિયાળ પંખીની ઘટતી સંખ્યા ધ્યાનમાં નથી આવતી પણ પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદોને આ વાત ધ્યાનમાં આવી છે.

નાસિકના રહેવાસી મોહમ્મદ દિલાવરે આ નાનકડા પંખીને બચાવવાનું બીડું ઝડપ્યું છે. પોતાની કૉલેજની નોકરી છોડીને બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંલગ્ન રહીને દિલાવરભાઈએ ચકલીને બચાવવા બર્ડ્ફીડર તથા નેસ્ટ બોક્સ બનાવ્યા છે.

Mohammed Dilawar: A Superhero for the House Sparrow

300 કે 400 રૂપિયા જેવી રકમમાં વેચીને તેની રકમ તેઓ ‘નેચર ફોર એવર’ ‘ચકલી બચાવો’ની સંસ્થામાં જમા કરે છે.

આવા પક્ષીમિત્રો  ગુજરાતમાં પણ કાર્યરત થયા છે. ઘર આંગણાનું આ પંખી દુર્લભ બની જાય તે પહેલા એની રક્ષા માટે સહુને ઢંઢોળતા આ પક્ષીપ્રેમી કહે છે ‘જો અનાજના દાણા પર જીવતી આ ચકલીનું ભવિષ્ય ખતરામાં છે તો આપણે પણ તેમાંથી બાકાત નથી.’

મોબાઈલ ટાવર્સની વધતી સંખ્યા, સતત ફેલાતું પ્રદૂષણ, વિદેશી વૃક્ષો અને સહુથી વધુ તો આ માસુમ જીવ પ્રત્યેની આપણી ઉદાસીનતા તેના વિનાશનું કારણ બની છે.

કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય તરફથી ‘ચકલી બચાવો અભિયાન’ના પ્રોજેક્ટને હાથ ધરનારા, ટાઈમ્સ મેગેઝિન દ્વારા’  એવોર્ડ મેળવનારા દિલાવરભાઈની પોતાના જન્મદિવસ 20મી માર્ચના દિવસને ‘વર્લ્ડ સ્પેરો ડે’ તરીકે ઉજવવાની વિનંતિ સ્વીકૃત થતા આ દિવસ ‘વર્લ્ડ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

World Sparrow Day 2024: What are the Different Types of Sparrows in the World

આ દિવસે ચકલીઓને બચાવવાનો યત્ન કરનારા ‘સ્પેરો ફ્રેંડને ‘plant and animals welfare society’  દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

‘વર્લ્ડ સ્પેરૉ ડે’ નિમિત્તે આપણે પણ આ વહાલસોયા પંખીના મિત્ર બનવાનું છે. આપણાં ઘરમાં, આંગણાંમાં, પરિસરમા, બાલ્કનીમાં કે બારીમાં એક વાસણમાં થોડા અનાજના દાણા અને એક વાસણમાં થોડા પાણીની  વ્યવસ્થા કરવાની…

How and what to feed your garden birds

આટલું તો કરીશું ને?

~ સંધ્યા શાહ: 9324680809

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. every day done on backyard different birds come with sparrow too. GREAT JIVDAYA process How send Donation for jivdaya pl.

  2. હા, ખુશી ખુશી આટલું તો કરશું અને આ વાત ને અન્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન પણ કરશું