તું ગમશે ફરી; ને ફરી પ્રેમ થાશે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

એસીના દસકમાં ધૂમ મચાવનાર કુમાર ગૌરવ અને વિજયેતાની સુપર હીટ ફિલ્મ `લવ સ્ટોરી’ જોઈને યુવા પ્રેમીઓ નાયક-નાયિકામાં પોતાને જ જોતા અને સ્વપ્નનગરીમાં સરી પડતા.

Love Story (1981)

પ્રેમમાં ખોવાઈએ ત્યારે કોઈકને જડીએ. આજે પ્રેમની વિવિધ અર્થચ્છાયાઓને ઝીલવાનો પ્રયાસ કરીએ. ડૉ. ભૂમા વશી પ્રિસ્ક્રીપ્શનમાં દવા લખતા હોય એટલી સ્પષ્ટતાથી લખે છે…

સ્વર્ગથી જે અવતરે તે પ્રેમ છે
આંખમાં જે ઝળહળે તે પ્રેમ છે
આવીને વળગી પડે ઉન્માદથી
ને હૃદયમાં જે વહે તે પ્રેમ છે

The Embrace sculpture - Fabian Perez Art

પ્રેમ ઘેલછાનું ઘનઘોર નહિ પણ મનઘોર જંગલ છે અને ઉન્માદનો સાગર છે. પ્રારંભિક તબક્કામાં લાગણીઓ બે કાંઠાને તોડી ચાર કાંઠે વહેવા વયાતુર હોય છે. એને દીવાલોની પાર જવું છે, જોવું છે, માણવું છે, અનુભવવું છે, લીન થવું છે. અતુલ દવે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરે છે…

આમ તો હૈયું પ્રણયમાં એટલું તલ્લીન છે
સ્પંદનો ઊઠે ગજબ, શમણાં બધાં રંગીન છે
આંખમાં લજ્જા, પડે છે ગાલ પર ખંજન જુઓ
પ્રેમનાં સઘળા પુરાવા એટલા સંગીન છે

શર્મિલા ટાગોર, સુસ્મિતા સેન, બિપાશા બસુ, દીપિકા પદુકોણ, પ્રાચી દેસાઈ, ગુલ પનાંગ આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓમાં એક સામ્યતા ગાલ ઉપર પડતા ખંજનની છે.

Dimpleplasty gaining popularity amongst youngsters

પ્રીટી ઝિંટાના ગાલ પરનું ખંજન એટલું મુખર છે કે નાની સાઈઝનું કાજુ એના પર મૂકીએ તો ચપોચપ બેસી જાય.

Preity Zinta's birthday: A look at the cutest pictures of the dimpled beauty

જોકે ખંજન ન હોય તોય સ્પદંનને વહેતા કોઈ રોકી શકતું નથી. ડૉ. અપૂર્વ શાહ પ્રેમમાર્ગને શબ્દાંકિત કરે છે…

પ્રેમનું કેવું અલગ મેદાન છે
છે નજર તલવાર શબ્દો મ્યાન છે
છે જરા મુશ્કેલ વસવું આંખમાં
રાહ દિલની તે પછી આસાન છે

પ્રેમને પોતીકી સમસ્યાઓ હોય છે. કેટલીયે વાર તે સઘન હોવા છતાં અભિવ્યક્ત થતો નથી. મનમાં ઊગેલો સૂરજ મનમાં જ આથમી જાય છે. ક્યારેક દુન્વયી સમીકરણો દિલબર તરફ જવાના માર્ગ પર શિલાઓનો ખડકલો કરી દે. ક્યારેક એ ઓળંગ્યા પછી સ્વીકાર-અસ્વીકારની અસમંજસ રહ્યા કરે. કાજલ શાહ `કાજ’ એને વ્યક્ત કરે છે…

જીવનની પગથારે સથવાર દેજો
રહી જાઉં પાછળ તો ટહુકાર દેજો
સ્વીકારો નકારો પ્રપોઝલ પ્રણયનું
ખભો લાગણીનો તો પળવાર દેજો

Top 10 Tips For Proposing To Your Girlfriend | The Stag's Balls

હવેની પેઢી વધારે પારદર્શક થઈ છે. શરમનું સ્થાન સ્પષ્ટતાએ લીધું છે. અધ્યાહારનું સ્થાન વ્યવહારે લીધું છે. મેરેજ બ્યુરોમાં નામ નોંધાવીએ ત્યારે કેવો પાર્ટનર જોઈએ છે એની સમજણ આપી દેવામાં આવે છે.

21 Things To Look For In A Partner For A Healthy Relationship

કાર્યપદ્ધતિ ભલે બદલાઈ હોય પ્રેમસાધના તો સનાતન જ રહેવી જોઈએ. મિતા ગોર મેવાડા એનો ચિતાર આપે છે…

પ્રેમમાં હારીને મેં મારી ફરજ નિભાવી છે
મેં ફના થઈને વફાદારી સહજ નિભાવી છે
પ્રાર્થના જીવાડતી તારા મિલનની એટલે
મેં પૂજા, આરાધનામાં, અરજ નિભાવી છે

सीता के अशोक वाटिका से विदाई के बाद त्रिजटा ने शेष जीवन काशी में बिताया, होती है उनकी पूजा, पढें... - journey of Trijata demonic from Ashok Vatika of Lanka to Kashi

પ્રેમ એક એવી લડત છે જેમાં હારવા માટે લડવાનું હોય છે. પ્રેમ એક એવી નદી છે જેમાં વળાંકો આવે છતાં વહેવાનું હોય છે. પ્રેમ એક એવો પર્વત છે જેની ટોચ પર પહોંચવા અહંકાર, ગણતરી વગેરે સામાન ઉતારીને વજન ઓછું કરવાનું હોય છે. પ્રેમ એક એવી પરીક્ષા છે જેમાં પરીક્ષક તરીકે સમય હોય છે, જે કોઈની તમા રાખતો નથી. દિલીપ ધોળકિયા “શ્યામ’ એનો મહિમા કરે છે…

મટે સૌ દરદ એક એની અસરમાં
પછી કામ મારે ક્યાં કોઈ દવાનું?
રાખે ચરણ ત્યાં ખુશી સાથ આવે
છે અસ્તિત્વ જાણે એનું શ્રી સવાનું

સવામાંથી સવાયા થવાની પ્રક્રિયા એટલે પ્રેમ. મોતી મેળવવા હોય તો ડૂબકી મારવી પડે. મોબાઈલનું સિગ્નલ પકડવા બારી પાસે જઈએ એમ સંવેદનાનું સિગ્નલ ઝીલવા અનેક બંધ બારીઓ ખોલતાં જવું પડે.

Premium Photo | Collage of Italian rustic windows

મિતુલ કોઠારી સાર સુધી લઈ જાય છે…

નક્કી પહોંચે છે છેક ઘડપણ સુધી
વિસ્તર્યો હોય જે પ્રેમ સમજણ સુધી
હાર શું? જીત શું? તું ભૂલી જા બધું
પ્રેમ લેશે પરીક્ષા સમર્પણ સુધી

લાસ્ટ લાઈન

મળીશ હું તને તો ફરી થાશે
તું ગમશે ફરી; ને ફરી પ્રેમ થાશે
~ હર્ષ સવઈવાલા

મિલન છે, વિરહ છે, બધી વાત સાચી
છતાં ના જવાયું બીજે ક્યાંય ત્યાંથી
મને લૈ તમારા હૃદયમાં વસાવી
તમે પ્રેમપંડિત ગયા કેમ કાશી?
~ ભૂમિ પંડયા ભટ્ટ

સાંજ પડતા આંખમાં આવી સમાતો હોય છે
એમ ખાલી ઓરડો યાદે ભરાતો હોય છે
સાવ પાસે આવીને એ હાથ હાથોમાં ધરે
પ્રેમ નામે ગ્રંથ આખો ત્યાં લખાતો હોય છે
~ કમલેશ શુક્લ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.