ટોટલ ડિજિટલ જમાનાનું આલ્ફા જનરેશન ~ યોગેશ શાહ

૨૦૨૫ના નવા વર્ષની સવારે જો તમે કોઈ ચાર-પાંચ વર્ષના બાળકને અત્યંત સરળતાથી મોબાઈલની સ્ક્રીનને સ્વાઈપ કરતાં જુઓ તો સમજી જજો કે તમે આલ્ફા જનરેશનને જોઈ રહ્યાં છો.

Why and How to Delay Giving Kids a Phone

છેલ્લા દાયકામાં જન્મેલી પેઢીને આલ્ફા જનરેશન નામ આપ્યું છે. Gen Z પછીની આ પેઢી તે Gen Alpha. ગ્રીક મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે Alpha. એના પરથી આ નામ આપવામાં આવ્યું છે. કારણ કે ટોટલ ડિજિટલ જમાનામાં જન્મનારી આ પ્રથમ પેઢી છે.

Generation Alpha: The Digital Revolutionaries Born After 2010 | by PinkHatHacker | The Thought Collection | Medium

કટીંગ-એજ ટેકનોલોજીની આ પેઢી ૨૦૨૫માં બે બિલિયનની સંખ્યાને આંબી જશે અને એની સૌથી મોટી વસ્તી ભારતમાં હશે. સ્માર્ટફોન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા, ઓનલાઇન શોપિંગ અને ઓનલાઈન ફૂડ ડિલિવરી વગરની દુનિયા આ પેઢીએ જોઈ જ નથી.

E-Commerce - Adding to the Holistic Service Experience - Copperberg

એમના માટે લેન્ડલાઈન અને ટચસ્ક્રીન વગરના ફોન મ્યુઝિયમની આઈટમ્સ છે. WIFI અને AI વગરની એમની દુનિયા એટલે જાણે આપણી લાઈટ વગરની, ફાનસ અને મીણબત્તીની દુનિયા.

Lamp Old Lantern Vintage Light Stock Photo - Image of evening, grunge: 297329834

પોતાના કપડાં તથા હેર સ્ટાઈલ કોઈ એપમાં પોતાની અદ્લ ઈમેજને જોઈને પોતે જ નક્કી કરશે.

Change Clothes on Photo Using AI - Pincel

ન્યુયોર્ક, લંડન અને સિડનીમાં રહેતાં સંબંધીઓ સાથે ઝૂમ મિટિંગમાં કેમ જોડાવું એ તમને શીખવતાં શીખવતાં પોતે સ્કુલ કૉલેજના ફ્રેન્ડ્ઝ સાથે ગુગલ-મીટમાં પિકનિક પ્લાનિંગની વાતો પણ કરશે, સાથે જ Chat GPT પાસેથી પોતાના પ્રોજેક્ટ માટેની સ્ક્રીપ્ટ પણ તૈયાર કરાવશે. મલ્ટી-ટાસ્કિંગ એમની રૂટીન લાઈફ હોય છે.

તમે ગંભીર થઈને ક્યારેક ભારતીય સંસ્કાર અને ફેમિલી વેલ્યુઝની વાત કરશો તો બીજા દિવસે સવારે એટલી જ સરળતાથી પ્રાર્થના ગાઈ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પાછા સાંજે દોસ્તો સાથે પાર્ટીમાં જશે અને તમે કંઈ કહેવા જશો તો તરત હસીને કહેશે “પાપા ડોન્ટ પ્રીચ મી”.

Papa Don't Preach By Shubhika

યુટ્યુબ અને નેટફ્લિક્સમાં રમમાણ આલ્ફા જનરેશન રામાયણ પર પણ પ્રશ્ન પૂછી તમને કન્ફ્યુઝ કરી દેશે. ઈન્સ્ટાગ્રામ પર કબીરના દોહાની ફ્યુઝન ટ્યુનમાં રીલ બનાવી હજારો લાઈક્સ પણ મેળવશે.

https://www.instagram.com/priyankaahujaofficial/reel/C9aBr84ypeL/

રોજ જીમમાં જઈને ઘરે આવતાં તમને કહેશે પણ ખરા, “મોમ -ડેડ, યુ ડોન્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ”.

આમ પ્રેમથી ટોકે ત્યારે તમને પણ સામે પ્રેમ ઉપજે. રસ્તા પર કાગળનો ટુકડો નાંખવા ન દે ત્યારે, કે છીંક આવે ને તરત ટીશ્યૂ ધરી દે ત્યારે, કે ઘરના કોઈ પ્રસંગનું ગ્લોબલ સ્ટાઈલમાં પણ ઇન્ડિયન ટચથી પરફેક્ટ પ્લાનિંગ કરી તમને હળવાફૂલ કરી દે ત્યારે, એમના પ્રત્યે જરૂર પ્રેમ ઉપજે છે.

Tips on Dealing with the Stress of Caring for Elderly Parents - CareLink

૨૦૨૫ના નવા વર્ષે, ટેકનોલોજીના મિની મિનિસ્ટર્સ એવા આ આલ્ફા જનરેશનની સ્પીડી લાઈફથી તમારું મગજ ચકરાવે ચડી જાય તો જાતને કહેજો, “ચીલ કર યાર”.
~ યોગેશ શાહ, મુંબઈ 

આપનો પ્રતિભાવ આપો..

One Comment