જો મારે મરવું પડે તો ~ રિફાત અલ્લારીર (Palestinian writer) ~ અનુ. ઉર્વીશ વસાવડા
https://en.wikipedia.org/wiki/Refaat_Alareer
જો મારે મરવું પડે તો
જો મારે મરવું પડે તો
તમારે જીવવું પડશે.
મારી કથા કહેવા માટે,
મારી વસ્તુઓ વહેંચવા માટે ,
એક કપડું અને થોડીક દોરીઓ ખરીદવા માટે
(બની શકે તો લાંબી દોર લેજો)
જેથી
ગાઝામાં ક્યાંક એક બાળક
કે જેનો પિતાએ
ખુદની, કોઈની પણ,અરે ખુદના માંસ મજ્જાની
વિદાય લીધા વગર
અગનજ્વાળા ઓઢી લીધી
એ બાળક જ્યારે આકાશ તરફ મીટ માંડી
પોતાના પિતાની રાહ જોતો હોય
ત્યારે એક પતંગ જુએ,
કે જે તમે મારા માટે બનાવી હતી
અને એક ક્ષણ માટે વિચારે
કે આ દેવદૂત છે ,
જે ફરીથી પ્રેમના પાઠ પઢાવશે.
જો મારે મરવું પડે તો
ભલે એમાંથી આશા જન્મે
એક કથા જન્મે
~ રિફાત અલ્લારીર
~ Refaat Alareer (23 September 1979 – 6 December 2023) was a Palestinian writer, poet, professor, and activist from the Gaza Strip
~ અનુ. ઉર્વીશ વસાવડા
Translated from English:
If I must die
If I must die,
you must live
to tell my story
to sell my things
to buy a piece of cloth
and some strings,
(make it white with a long tail)
so that a child, somewhere in Gaza
while looking heaven in the eye
awaiting his dad who left in a blaze—
and bid no one farewell
not even to his flesh
not even to himself—
sees the kite, my kite you made,
flying up above
and thinks for a moment an angel is there
bringing back love
If I must die
let it bring hope
let it be a tale.
~ Refaat Alareer
સંવેદનશીલ કાવ્ય
આહ …