જાં. નિસાર અખ્તર  ` કૈલાસ પંડીત

બોલીવુડના જાણીતા સંગીત નિર્દેશક સ્વ. જયદેવજીને ત્યાં પહોળા ચોળાયેલા પાયજામા સાથે, સહેજ મેલા દેખાતા સફેદ કુર્તામાં સજજ  એકવડિયા બાંધાના વિખરાયેલા ઝુલ્ફોથી ઢંકાતા કપાળને હાથથી સરખું કરતા મરહૂમ જાં. નિસાર અખ્તરે ઊંચું જોયું ત્યારે, બેફિકરાઈની ભીતર રહેલી ચિંતાથી તણાયેલા ચહેરાની વચ્ચે બે લાલ થાકેલી આંખોમાં ગઝલ સિવાયની ચિંતા હતી.

જાં. નિસારે બોલ્શેવિક રશિયા, લેનિન, સ્ટેલિનના ગુણગાન કર્યા છે. એમના અન્ય સાથીઓની જેમ, એ પણ આઝાદ ભારતને પ્રજાતંત્ર તરીકે સ્વીકારતા નહોતા.
“ક્યા ખબર થી કિ ફક્ત નામ હૈ આઝાદી કા
યહ ભી  ઈક તર્જ હૈ,  સૈયાદ કી સૈયાદી કા”

એમના શ્રેષ્ઠ સર્જન કરવાના સમયે નપુંસક પ્રવૃત્તિના શિકાર થવાથી જાં. નિસારની ઘણીખરી રચનાઓ નકરી નારેબાજી, ભાષણબાજી અને આક્રોશથી આગળ બધી નથી.
‘ફર્ક કુછ ભી નજર આતા નહીં જિંદાનો મેં
સિર્ફ ઈતના હૈ, કિ જંજીર બદલ જાતી હૈ

*
“સારી દુનિયા મેં ગરીબોં કા લહૂ બહતા હૈ”
*
તો ક્યારેક ઉશ્કેરાઈને હિંસક થવાના વિચારોને પણ એમણે પ્રેર્યાં છે.
“પેટ પે પથ્થર બાંધ ન લે
હાથ મેં સજતે હૈં પથ્થર”

એક જમાનાના કટ્ટર સામ્યવાદી ભવ્ય નામધારી શાયર જાં. નિસાર અખ્તરે કરેલી પ્રવૃત્તિના ફળશ્રુતિના પરિણામ સ્વરૂપે, ઉશ્કેરાઈને નિરાશાથી કહેલો આ શેર તપાસવા જેવો છે.
“જાઈએ  બૈઠિયે , હુકમરાનોં  કે બીચ,
આપ ક્યું આ ગયે હમ દિવાનોં કે બીચ”

સર્જન પ્રક્રિયામાં આવી ગયેલી એક વિધ નારેબાજીથી અકળાઈને, કોઈ શુભ સાંજે, ભરેલા જામથી ચુસકી લેતા, ભાંગેલા ભરમથી દુઃખી, દુઃખી થઈ, આ સત્ય વદી બેઠા.
“નઈ તહેજીબ કૈસે લખનૌ કો રાસ આયેગી?
ઉજડ જાયેગા યહ શહરે ગિઝાલા, હમ ન કહતે થે?” (શહરે ગિઝાલા – હરણોનું શહેર)

***
પણ, આજે આપણે તો ચળવળિયા પ્રભાવથી બહાર, અન્ય રંગમાં લખાયેલી કૃતિઓમાં ખૂલેલા, ખીલેલા, સૌંદર્યપ્રેમી રોમેન્ટીક શાયરની ચેતનાએ કરેલા સર્જનને તટસ્થપણે પ્રમાણી, મૂલવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવો છે.

“મૈં ચાહે સચ હી બોલું, હર તરહ સે અપને બારેમેં
મગર તુમ મુસ્કુરાતી હો, તો ઝુઠા હો સા જાતા હૂં”
*
“લહેજે કા કરિશ્મા હૈ કિ આવાજ કા જાદૂ,
વો બાત ભી કહ જાએ, મેરા દિલ ભી દુખે ના”

ગઝલના વારસાગત વિચારોને એમ જ રાખીને કહેલી રૂમાની ગઝલો તથા નવા પ્રતીકો પ્રયોજી, ગઝલના શબ્દો સાથે કહેલા શૅરોમાં એ સરસ રહ્યા છે.
“કભી ઐસા ભી લગા હૈ
જિંદગી  બંધ  ઘડી હૈ.”
*
“હાય, યહ ઈંતજાર કે લમ્હેં
જૈસે સિગ્નલ પે રુક ગઈ હો રેલ.”

નવા પ્રતીકને એમના જમાનામાં પ્રયોજવાની વાત નવી હતી. જિંદગી જેવા ગંભીર વિષયને હળવા પ્રતીકથી પ્રમાણવામાં સચોટતા છે. ગઝલ વિષે કહેલા શૅર, ગઝલની વ્યાખ્યા બની શકે એટલા માતબર છે.
“હમસે પૂછો કિ ગઝલ ક્યા હૈ, ગઝલકા ફન ક્યા?
ચંદ  લફજોં મેં  કોઈ  આગ  છુપા દી જાએ!”

અનેક પરંપરાગત વિષયો જેવા કે પ્રેમ, મિલન, વિરહ, વફા, બેવફા, જામ, સાકી, સનમ, સુરા વગેરે તો છે જ. એ સિવાય અન્ય વિષયો પર કહેલા શૅરોમાં હુનર, ભ્રમ, ગાંવ, શહેર, રાજકરણ, તલ્મી, કથા, બેફિકરાઈથી માંડી ખડી બોલી વગેરેનો સમાવેશ થાય છે.

જાં. નિસાર અખ્તરમાં ‘નયાપન’ સાથે કહેવાનો અંદાજ વિવિધ વિષયોની કલાત્મક રજૂઆત સાથે માણસ અંગેની ચિંતા સતત અનુભવાય છે, એમની અનેક રચનાઓમાં સીધો સંબંધ આપણા પરંપરાગત સંસ્કાર તથા આપણા સાંસ્કૃતિક ઈતિહાસથી છે.

જાણીતા ઉર્દૂ શાયર ફિરાકે રૂપની રૂબાઈઓને પૂરા ભારતીય અંદાજ સાથે સંસ્કૃત એવમ્ હિંદી ભાષામાં રજુ કરી નવી દિશા ખોલી હતી. તો જાં. નિસારે એ રૂબાઈઓની દિશાને વધારે સ્પષ્ટ કરવા પૂરી ભારતીય નારને નિખારી છે. એટલું જ નહીં, દાંપત્ય જીવન દરમિયાન થતા પ્રેમ, વિરહ, રિસામણાં, મનામણાં, વ્યવહાર, સમાજ તથા ખાટીમીઠી નોંકઝોંકને કાવ્યાત્મક અનુભૂતિ સાથ્ર સરળ ઉર્દૂ અને હિન્દી – ગંગા-જમુના જેવી હિન્દુસ્તાની ભાષામાં પ્રયોજ્યા છે.

હિન્દી અને ઉર્દૂની ખૂબી અને ખાસિયત તથા અર્થછાયા અકબંધ રાખીને બેઉ ભાષાના કોમળ સરળ પ્રવાહી, પ્રભાવી શબ્દોને જાં. નિસારે પોતાની ગઝલ તથા અન્ય રચનાઓમાં લાગણી સાથે ગૂંથી છે. એ જ રીતે ખડી બોલીની જેમ જ સામાન્યપણે બોલાતા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ એમની રચનાઓમાં કઠતો નથી. આપણા આ કવિનો લહેજો, લહેકો તથા કહેવાનો ઢંગ બોલચાલનો છે.

સુખમય લગ્નજીવનમાં અનુભવાતી ભીની ક્ષણોને શાયરે લોકગીતની સહજતાથી વ્યક્ત કરી, પતિના વ્યક્તિત્વમાં ઓગળી જતા સ્ત્રીના વ્યક્તિત્વને એમણે લાગણીસભર, જાગૃત, ફરજ-પરસ્ત આશિકના પાત્રમાં ચિત્રિત કર્યું છે.
“જબ વો નહીં, આંખો સે તુઝે ક્યા લેના?
 તારીક હૈ તેરે લિયે દુનિયા સારી.
દેખેગી કિસે? પૂછ રહી હૈ મુઝસે
ખુદ  મુઝમેં  છુપી હુઈ ગાંધારી!”

“પિછલા પ્રહર” (ગઝલોનું સંકલન), “ઘર આંગન” (રુબાઈઓનું સંકલન), “ખાકે-દિલ” (નઝમ અને ગઝલોનું સંકલન) – આ ત્રણ સંગ્રહો એમના સર્જનનાં નોંધનીય જીવનનાં હિસ્સાનો ભાગ છે.
“ઘર આંગન” સંગ્રહની રુબાઈયોની સ્ત્રીને ઘરના પ્રત્યેક કામમાં રસ છે, આનંદ છે અને શાંતિ પણ છે. એ શણગાર સજે છે, મા બનવાની રાહ જુએ છે, અર્ધી રાતે ઊઠીને પતિને પાણી આપે છે. ભણેલી હોવાને કારણે આર્થિક જવાબદારીમાં પણ સહભાગી બને છે. પત્નીના પ્રેમના અનેક પાસાઓ છે. એ પતિની બૌદ્ધિક, સામાજિક, સાંસારિક, વૈચારિક, નૈતિક અને શારીરિક સહચરી છે. સમય આવે એ પતિને મા જેવી મમતા, લાડ અને ઠપકો પણ આપી શકે છે. જાં. નિસારના અનેક શૅરો આ ભાવને સંપૂર્ણપણે પોતામાં સમાવી શક્યા છે.  તો, કેટલાયે શૅરોએ સંપૂર્ણ કુદરતી સૌંદર્યને પંક્તિમાં લીલુંછમ રાખ્યું છે.
હિંદી અને ઉર્દૂના સપ્રમાણ પ્રયોગથી સર્જાયેલી જાં. નિસારની રચનાઓ ઉર્દૂ સાહિત્યજગતને મળેલી મોટી મિરાત છે.
*
“સસ્તે દામોં લે તો આયે, લેકિન દિલ થા, ભર આયા
જાને કિસ કા નામ લિખા થા, પિત્તલ કે ગુલદાનોં પર?”
*
“ઓઢે હુએ  તારોં કી ચમકતી હુઈ  યે  ચાદર,
નદી કોઈ બલખાએ, તો લગતા હૈ કિ તુમ હો!”
*
“બાજૂ છુઆ જો તુને તો ઉસ દિન ખુલા યે રાઝ,
તૂ  સિર્ફ  રંગો બૂ  નહીં  હઈ,  બદન  ભી  હૈ!”
*
“વો જાન કે ભી મુઝ કો સતાતે હૈં કભી
નિકલૂં  જો નહા કે તો ડરાતે હૈં  કભી
 આઈને કે આગે , ન બદલના  કપડે,
આઈને મેં અક્સ ભી રહ જાતે હૈં કભી”

(ઉર્દૂ સુખનવર શ્રેણીના સૌજન્યથી, સાભાર)

********************************

જાં. નિસાર અખ્તરઃ જાણીતી ગઝલના થોડા શૅરઃ~

ज़िन्दगी तनहा सफ़र की रात है
अपने-अपने हौसले की बात है

किस अक़ीदे की दुहाई दीजिए
हर अक़ीदा1 आज बेऔक़ात है

(अक़ीदा-श्रद्धा, बेऔक़ात-प्रतिष्ठाहीन)

******

फुर्सत-ए-कार फ़क़त चार घड़ी है यारो
ये न सोचो कि अभी उम्र पड़ी है यारो

अपने तारीक मकानों से तो बाहर झाँको
ज़िन्दगी शम्अ लिए दर पे खड़ी है यारो

(फुर्सत-ए-कार=कार्य का अवकाश,)

******

उजड़ी-उजड़ी हुई हर आस लगे
ज़िन्दगी राम का बनबास लगे

तू कि बहती हुई नदिया के समान
तुझको देखूँ तो मुझे प्यास लगे

*****

ज़रा-सी बात पे हर रस्म तोड़ आया था
दिल-ए-तबाह ने भी क्या मिज़ाज पाया था

शिगुफ़्ता फूल सिमट कर कली बने जैसे
कुछ इस कमाल से तूने बदन चुराया था

पता नहीं कि मिरे बाद उनपे क्या गुज़री
मैं चन्द ख़्वाब ज़माने में छोड़ आया था

(शिगुफ़्ता=खिला हुआ) (मिरे = मेरे)

ज़िन्दगी ये तो नहीं, तुझको सँवारा ही न हो
कुछ न कुछ हमने तिरा क़र्ज़ उतारा ही न हो

(तिरे = तेरा)
*****
अश्आर मिरे यूँ तो ज़माने के लिए हैं
कुछ शे’र फ़क़त उनको सुनाने के लिए हैं

अब ये भी नहीं ठीक कि हर दर्द मिटा दें
कुछ दर्द कलेजे से लगाने के लिए हैं

ये इल्म का सौदा, ये रिसाले, ये किताबें
इक शख़्स की यादों को भुलाने के लिए हैं

(इल्म=ज्ञान, सौदा=पागलपन, रिसाले=पत्रिकाएँ)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. વાહ… જાં.નિસાર અખ્તરની કવિપ્રતિભાની તમામ બાજુઓને નિખાર આપતો સુંદર લેખ …પંડિત સહેબની કલમને વંદન…
    ખૂબ મજા આવી…

  2. વાહ વાહ મજા આવી ગઈ ભાઈ.