|

હે જી શબદું તો અલખના અસવાર (ઓડિયો) ~ કવિ: યૉસેફ મેકવાન ~ સ્વરાંકન-સ્વર: પરેશ ભટ્ટ

(5.40 મિનિટ)

હે જી શબદું તો અલખના અસવાર,
પલના પલકાર, જળના થડકાર,
તેજના ઝબકાર…!

જલની ઝીણેરી ઊડે વાદળી,
વીજની છમકારે તેજલ ઝાંઝરી
તેજલ એ ઝાંઝરી મોઝાર

*મૂંગી મૂંગી રે આંખ્યું બોલતી
ઊંડા રે ભેદ ને ભરમ ખોલતી
ભેદ-ભરમોને તોખાર

વ્હાલો વાયે રે આછી વાંસળી,
અડકે હો સૂરની ભીની ડાંખળી,
ભીની ડાંખળીને અણસાર,

~ યૉસેફ મેકવાન
~ સ્વરાંકન-સ્વર: પરેશ ભટ્ટ

(નોંધ: *બીજો અંતરો સ્વરાંકનમાં નથી.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.