ત્રણ ગઝલો ~ ભાવેશ ભટ્ટ
૧. પાયમાલી હવે રાજપાટની
દરકાર જો તમે ન કરી સળવળાટની
નક્કી છે પાયમાલી હવે રાજપાટની
નાખી દીધું કબાટ મેં આખ્ખું તળાવમાં
ફેંકી પ્રથમ તો એમણે ચાવી કબાટની
પાણી બધાંનાં પીધાં નથીનો મલાલ શું !
જોઈ તો લીધી છે ને તરસ ઘાટઘાટની
સચ્ચાઈ જાનલેવા નીકળવાની કોઈ તો
ના કર ઉલટતપાસ બધા થનગનાટની
સંપૂર્ણ અંગ સાફ તો તારું ય ક્યાં મળે !
સમજાય તો સમજજે સમસ્યા વિરાટની
જુસ્સો રહ્યોસહ્યો ય પછી આળસી જતો
આવે છે સુસ્ત એટલી, પળ ઉશ્કેરાટની
મોજાં,ખલાસી,નાવની નોખી છે બોલીઓ
૨. સૌ મુસાફર છે
મળું ઉમંગથી એવા કે જાણે અવસર છે
બધાને એમ થતું કે બધું બરાબર છે
કરોને કોઈ તો સૂરજના વાલીને સૂચિત
ઘણા બધાના દિવસમાંથી ગેરહાજર છે
સદાય ઢોંગ કરે કે છે ઉચ્ચ કક્ષાનું
જે લાયકાત વિના આવનારું કળતર છે
હજીય ભીંતની સામે નજર નથી મળતી
તમામને છે ખબર કે ઉધારનું ઘર છે
અમુકનાં માથે છે સામાન ને અમુકનાં નથી
છતાંય એમ સમજવાનું સૌ મુસાફર છે !
ઝલક બતાવી હતી તારી આખરી એણે
હજી એ આખરી શેરી ઉપર અનાદર છે
અમારા સ્વપ્ન તો પા ભાગના છે આંસુથી
૩. દુનિયા નથી પલળતી
વાતાવરણ હતું જે એવું ફરી થવાથી
ગભરાય કોઈ બાળક મહેમાનના જવાથી
સંતોષ એક સરખો આપે છે એ જ વ્યક્તિ
ક્યારેક ભેટવાથી ક્યારેક છૂટવાથી
આ એક ડરના લીધે આગળ નથી વધાતું
ગમશે ઘણુંય બીજું તમને ગમાડવાથી
સૈનિક બચી ગયેલા શોધીને મારવાનો
ના થાય ખુશ જે રાજા સામ્રાજ્ય જીતવાથી
આંખોમાં ઘર કરે છે આનંદ ભૂલવાનો
ભૂલાઈ જાય છે જો આઘાત ભૂલવાથી
આબોહવા બની છે ત્યાં તાજમહેલ જેવી
વરસોથી ડાયરીમાં એક ફૂલ રાખવાથી
લીધા કરે જનમ સૌ બસ આટલું સમજવા