મત્લા-એ -ગઝલઃ દેવિકા ધ્રુવ
૧.
કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.
૨.
સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.
સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.
3.
તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું.
સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.
તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું.
સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.
૪.
જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.
૫.
એ કહે છે કંઈ, ને કરે છે કંઈ.
દિલ-દિમાગને, ક્યાં બને છે કંઈ?
૬.
અણધારી આ હલચલ થઈ ગઈ,અંદર ઉથલપાથલ થઈ ગઈ.
નાની શી ચીનગારી સળગી, ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.
૭.
માન્યું અમૃત, તો એ પીવાઈ ગયું,
એટલે તો પછી જીવાઈ ગયું.
૮.
જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
~ દેવિકા ધ્રુવ
આઠમો શેર ખુબ સરસ.
જયશ્રીબહેન અને સૌ પ્રતિભાવકોનો દિલથી આભાર.
માર્મિક રીતે જીવનની સંવેદનાઓ દર્શાવી છે. સુંદર.
ગમી જાય તેવા સરસ શેર
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે. 👍🏼