મત્લા-એ -ગઝલઃ દેવિકા ધ્રુવ

૧.

કવિતા ફૂટતી ક્યાંથીસુહાની વાત રેવા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રેવા દો.

૨.
સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.
3.
તખ્તા પર આવી ઊભો છુંને રોજ હું વેશ બદલું છું.
સંવાદો કોઈ જ યાદ નથીને તોય હું રોલ ભજવું છું.

૪.
જીવન કે મોત વિષે ક્યાંકશો કંઈઅર્થ બાકી છે.
ઘણી વિતીરહી થોડીછતાં યેમર્મ બાકી છે.

૫.
એ કહે છે કંઈને કરે છે કંઈ.
દિલ-દિમાગનેક્યાં બને છે કંઈ?

૬.

અણધારી આ હલચલ થઈ ગઈ,અંદર ઉથલપાથલ થઈ ગઈ.
નાની શી ચીનગારી સળગીભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

૭.

માન્યું અમૃતતો એ પીવાઈ ગયું,
એટલે તો પછી જીવાઈ ગયું.

૮.
જેવી મળી આ જિંદગીજીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળીશણગારવાની હોય છે. 

~ દેવિકા ધ્રુવ

Leave a Reply to Devika DhruvaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 Comments

  1. માર્મિક રીતે જીવનની સંવેદનાઓ દર્શાવી છે. સુંદર.

  2. જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
    સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે. 👍🏼