અર્શ સે ફર્શ તક ~ સફળતાની સીડીએ પહોંચાડતો આત્માકારક અખંડ બ્રહ્માંડનો રાજા સૂર્ય.. કાં આભે.. કાં જમીન પર ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978
અખંડ બ્રહ્માંડનો રાજા સૂર્ય એની મેષ રાશિમાં ઉચ્ચનો અને સિંહ રાશિમાં પોતાના ઘરનો થાય છે. તુલા રાશિમાં સૂર્ય નીચ રાશિમાં ગણાય છે.
આત્માનો કારક સૂર્ય જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનો ગ્રહ છે. એ નવગ્રહનો રાજા છે. સૂર્યનો સંબંધ જાતકના આત્મા સાથે જોડાયો છે. સૂર્યનો સંબંધ પિતા સાથે પણ એટલો જ સંકળાયેલો છે.
જીવનમાં ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા – આ બધું જ સૂર્યની સ્થિતિ તેમ જ એની યુતિમાં રહેલા શુભ કે અશુભ ગ્રહને આભારી છે.
સખત મહેનત કરવા છતાં ઘણી વાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જીવનમાં અજંપો અને ખાલીપો સતત સર્જાય છે. પિતા સાથે, સહકર્મીઓ સાથે, પોતાના માલિક સાથે છત્રીસનો આંકડો રહેતો હોય છે. ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય ક્રેડિટ મળતી નથી. જેને આપણે જશરેખા કહીએ છીએ એ જાણે હોતી જ નથી.
પિતાની સંપત્તિમાંથી ભાગ મળતો નથી. ભાઈઓ વચ્ચે અણબનાવ રહે છે. આ બધાં જ પરિબળો માટે સૂર્ય-રાહુ, સૂર્ય-શનિ, સૂર્ય-કેતુ, સૂર્ય-મંગળ અંગારક યોગ તેમ જ સૂર્યની નીચ રાશિ તુલા રાશિમાં હોવું જવાબદાર છે.
પણ આપણી જે વાત છે એ પ્રમાણે સૂર્યને મિત્ર બનાવીને અને નાના વૈદિક ઉપાયો – મંત્ર, જપ, તપ દ્વારા સૂર્યનું બળ વધારીને જીવનમાં સુખનો અનુભવ પ્રાપ્ત કરી શકાય છે.
નાના ઉપાયો પણ અત્યંત અસરકારક હોય છે. જેમ કે રોજ સવારમાં સૂર્યોદય પહેલાં ઊભા થઈ સૂર્યોદય થતાંના અડધા કલાકની અંદર તાંબાના લોટામાં જળ લઈને સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરવો.
ગાયત્રી મંત્રની રોજ એક માળા કરવી. દર રવિવારે લાલ મસૂરની દાળ અથવા લાલ ફ્રૂટનું ગરીબોને દાન કરવું. થઈ શકે તો સૂર્યદેવનો ફોટો અથવા તાંબાનો સૂર્ય ઘરમાં પૂર્વ દિશામાં લગાડવો.
રોજ પિતાના આશીર્વાદ લેવા. ઘરના વડીલોના આશીર્વાદ મેળવવા. અમાસને દિવસે ગાયને ઘાસ અને ગોળ-રોટલી ખવડાવવા. અનામિકા આંગળીમાં તાંબાની વીંટી અથવા કાંડા પર તાંબાનું કડું ધારણ કરવું. યોગ્ય માર્ગદર્શન હેઠલ રીયલ રૂબી – સૂર્યનું નંગ ધારણ કરવું, જે તાંબા અથવા સોનામાં મઢાવવું.
દર રવિવારે સૂર્યનારાયણ મંદિર નજીકમાં હોય તો દર્શન કરવા જવું અથવા ગાયત્રીના મંદિરે જવું.
ગાયત્રીચાલીસા અથવા આદિત્ય હૃદય સ્તોત્રનો રોજ પાઠ કરવો અથવા સાંભળવો.
આવા નાના ઉપાયો મંત્રો દ્વારા સૂર્યની ઉર્જાને ચોક્કસ વધારી શકાય અને સૂર્યની નકારાત્મક ઉર્જાને બેલેન્સ કરી હકારાત્મક ઉર્જાનું નિર્માણ કરી શકાય.
સૂર્યને આ રીતે પોઝિટિવ કરવાથી ચોક્કસપણે જીવનની અનેક સમસ્યાઓમાંથી બહાર નીકળી જવાશે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. માનસિક, શારીરિક અને આર્થિક સંકડામણોમાંથી મુક્તિ મળશે.
જે પણ ઉપાયો કરો એ પૂરી શ્રદ્ધાથી કરો. જ્યોતિષ માર્ગદર્શન આપે છે, પણ શ્રદ્ધાપૂર્વક એને અનુસરવું એ ભાવકના હાથમાં છે. પ્રભુ આપને સુખ અને સમૃદ્ધિ આપે એ જ અભ્યર્થના.
~ લેખકઃ અનંત પટવા (મુંબઈ)
~ 9820258978
Everything explained in depth and with a practical approach. You are a Gem!
Very descriptive article and always give positive advice and fruitful results .Thank you Anant uncle for your advice and waiting for more articles.
Anant Patwa is wonderful person he predicts the horoscope and it helps us in life alot.No superstitious ideas.He given a good advice for my son’s career and it gave tremendous change Very thankful.
Very very useful information. Thank you very much sir 🙏
Anant bhai is a very humble & good human being. His prediction is just perfect. His readings and articles have always been very accurate. Can’t wait to read more articles by him.
Amazing article. So informative and would love to read more from him. 🙏
ॐ भास्कराय विद्महे महादुत्याथिकराया धीमहि तनमो आदित्य प्रचोदयात ।।
જો તમે તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક બનાવવા ઈચ્છતા હોવ તો, નિયમિત સૂર્યની રોશની લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, સૂર્યની રોશનીમાં એ બધાં જ તત્વો હોય છે, જે તમારા શરીર અને મસ્તિષ્કમાં ઉર્જાનો સંચાર કરી શકે છે. આ માટે ઘરમાં પોઝિટિવ ઓરા બનાવવા માટે ઘરમાં ઓછામાં ઓછા 3 કલાક માટે સૂર્યની રોશની પ્રવેશે એ મહત્વનું છે
Wow, Very informative article Anant ji. Keep it up.