મેરા નામ કરેગા રોશન!~ કટાર: બિલોરી (૭) ~ ભાવેશ ભટ્ટ

નોસ્ટેલજિયાની રસી હજી ન શોધાઈ હોવાથી આ રોગ પેઢી દરપેઢીથી ચાલતો જ આવે છે. કોઈ વૈજ્ઞાનિકે આ વાતને કેમ ગંભીરતાથી નથી લીધી એ એક ગંભીર બાબત છે.

Why Nostalgia Is Good for You - Scientific American

આ કારણે આપણે ત્યાં દરેક સાંપ્રત પેઢી કરતાં અગાઉની પેઢી વધુ સંસ્કારી, સહનશીલ અને સાદાઈ પસંદ લાગતી આવી છે. જે થોડા ઘણા અંશે કદાચ સાચું હશે પણ આમ તો દરેક સમયકાળના પોતાના સારા ખરાબ પાસા હોય જ છે. છતાં અગાઉની પેઢી વધારે સારી હોય છે એ વાતને જો તદ્દન સાચી માનીને આગળ વધીએ તો એના કારણમાં જવાનું મન જરૂરથી થાય છે.

આજની પેઢી જો ગઈ પેઢી કરતા ઓછી સારી છે તો એવું કેમ છે ? જો એ ઓછા સારાના દાખલા શોધવા બેસીએ તો એમાં ‘No Compromise’ પણ એક મહત્વનું પાસું છે.

No Compromise Official - YouTube

આજની પેઢી જે રીતે, જે માહોલમાં, જે ઉપકરણો વચ્ચે ઉછરી રહી છે, એ યોગ્ય કહી શકાય એવા કેટલા ટકા એ પણ એક વિચારવા જેવી બાબત છે. રોજરોજ સુવિધાઓના ગંજ ખડકાતા જ જાય છે અને બિનસાંપ્રદાયિક રીતે એની જાહેરાત એક પુશ બટનથી પળભરમાં આખા વિશ્વમાં તમામ લોકોના સ્ક્રીન પર ઝડપભેર પહોંચી જાય છે. જેનાથી નવી પેઢી વધારે આકર્ષાય છે.

જે એમાંથી એફોર્ડ કરી શકે છે એમને તો સમસ્યા નથી પણ જેમને નથી પોષાતું એવો વર્ગ આપણા દેશમાં ડિસ્ટિન્કશનની ઉપરની ટકાવારીમાં આવે છે અને એમની દશા કફોડી થાય છે.

help poor child Archives - Aastha Nishtha Foundation

હવે જેની કફોડી દશા થાય છે એ પણ એમના બાળકોને સમજાવી ટપારીને પોતાની ક્ષમતા મુજબ જીવવાની અને મોજશોખ કરવાની તાલીમ તો આપે જ છે. પણ એમાં છેલ્લા અમુક વર્ષોથી નવો ટ્રેન્ડ નીકળ્યો છે. એ છે કે ‘મેં ભોગવ્યું છે એ મારા બાળકોને નહીં ભોગવવા દઉં.’

ઘણા ખરા માબાપ આ માનસિકતાના લીધે પોતાના ઘરમાં અને જીવનમાં એક નવું રમખાણ સર્જે છે. આમ તો બાળકો પ્રત્યે આ ભાવના હોવી એમાં કૈં અજુગતું નથી પણ એક મિડલકલાસ અને લૉઅર મિડલકલાસ માટે આ પ્રતિજ્ઞા બૂમરેંગ સાબિત થતી હોય છે.

Lower middle class family homes | League of legends, Cool apartments, Legend

એક તો પહેલાથી આવક કરતા ખર્ચાએ માજા મૂકી હોય. એવામાં ઉમેરાય છે બાળકની દેખાદેખીવાળી જીદ પૂરી કરવાના હવાતિયાં. આવા મૂર્ખામીભર્યા નિર્ણયના મૂળમાં જુઓ તો પેલી પ્રતિજ્ઞા કામ કરતી હોય છે.

હવે ખરાખરીનો ખેલ શરૂ થાય છે. પોતે પહેલાથી એક ક્રમની હાડમારી તો ભોગવતા જ હોય છે અને એમાં આ પ્રતિજ્ઞાથી એ ક્રમાંક વધારે ઊંચે જાય છે. કોઈ કોઈ વાર આના લીધે બહુ હાસ્યાસ્પદ દ્રશ્યો પણ સર્જાતા હોય છે.

કોઈ ભાડાના એક રૂમ-રસોડામાં રહેતા માબાપના સંતાનના હાથમાં એક મોંઘુંદાટ રમકડું જોવા મળે છે જે કોઈ બંગલામાં રહેતા બાળક પાસે પણ હોય તો હોય.

10 Most Expensive Toys and Games: From Diamond Barbie to Astolat Dollhouse Castle - Financesonline.com

આ એક રમકડાંની કિંમત ચૂકવવા માટે એ માબાપની દોડધામ અને લાચારીઓ કેટલી વધી ગઈ હશે જેની કોઈ અનિવાર્યતા નહોતી. ક્યાંક સમયસર સાયકલ પણ રીપેર ન થઈ શકતી હોય એવાનું બાળક સ્કૂલ વાનમાં જતું હોય છે. હવે એ સ્કૂલ વાનના ખર્ચાને લીધે પેલી સાયકલના રીપેર થવાનો સમય લંબાતો રહે છે.

કોઈ સ્કૂલની લક્ઝુરિયસ પિકનીકમાં અમુક બાળક તો આવા માબાપના જોવા મળશે જ કે જે બાકીના બાળકોમાં કપડાં, ખોરાક અને વર્તનમાં બધી રીતે જુદા પડતા હોય. એ બાળકો પિકનિકમાં ધનાઢ્ય કુટુંબના બાળકો સાથે એક દિવસ વીતાવીને જ્યારે પોતાના અતિસામાન્ય ઘરમાં પાછા ફરે છે ત્યારે એ વધુ ધૂંધવાય છે.

Poor Vs Rich! Can You Differentiate Between The Internet Users

ક્યારેક તો લાગતા-વળગતા આવા માબાપને તમે એક મિત્ર, સ્નેહી, સમકક્ષ કે પાડોશી તરીકે અથવા એક હમદર્દ હોવાને નાતે જો આ વાત સમજાવવા જાઓ તો એ તમને એમના બાળકના દુશ્મન, ઈર્ષાખોર, કે વિઘ્નસંતોષી જેવા બિરુદ મનોમન આપીને હસતા હસતા તરત વાત કાપી નાખતા હોય છે. એ ‘વાતકાપ’નો મૌન અર્થ એટલો જ હોય છે કે ‘તમે તમારું કામ કરો ને.’

આમ તો આવા ભાવનાત્મક મુદ્દાની આ રીતે વાત કરવામાં અહીં મારી કલમ પણ અચકાતી રહે છે છતાં જે દેખાઈ રહ્યું છે એને કઇ રીતે ટાળવું ?

અહીં માબાપની લાગણીઓની મજાક કરવાનો સ્હેજ પણ આશય નથી. માબાપ નામ જ એનું છે જે પોતે ભૂખ્યા રહી પોતાનો કોળિયો બાળકના મોઢામાં મૂકે. પણ અહીં હૃદયના ઉભરાઓ કરતા આર્થિક પરિસ્થિતિનો સામનો  વ્યવહારિક વિચાધારાથી કરવાની વાત છે. કેમ કે આવું કરવાથી તો આ પ્રતિજ્ઞાબદ્ધ લોકોના જે મિત્રો જે મહેરબાનો હોય છે, જે આર્થિક મદદ કરતા હોય છે, એ બિચારાઓ દુવિધામાં મુકાઈ જતા હોય છે અને પેલાની મુફલિસીને શંકાની નજરે જોતા થઈ જાય છે.

એટલા માટે આજના જમાનામાં આ લાગણીઓમાં થોડી સમજદારી લાવવી પડશે એની વ્યવસ્થામાં જરરી બદલાવ લાવવા પડશે. નકરા એસેન્સનો સ્વાદ તો હંમેશા કડવો જ લાગે છે તો વાત્સલ્યનું એસેન્સ પણ માપસર રહે તો સંબંધ જીવન બંને મીઠા બની રહેશે. જો એવું નહીં કરવામાં આવે તો પછી આગળ જતા એ દ્રશ્યો જોવા વધારે દુષ્કર બનશે.

આવી સ્થિતિમાં પણ ફરમાઈશ પૂરી થવાથી ટેવાયેલું બાળક પછી એ સ્વીકારવા કદી તૈયાર જ નથી થતું કે વાસ્તવિકતા શું છે. એટલે વધતી જતી મોટી ફરમાઇશો પૂરી ન થતા એ વિફરે છે. જેના લીધે એનું સઘળું વર્તન ઉદ્ધત, અસામાન્ય બનતું જાય છે.

Pampered Child Syndrome: Causes, Symptoms, Corrective Actions - Being The Parent

હવે આવી રીતે મોટા થયેલા બાળકોનો એક વિશાળ વર્ગ જોતા આપણે એને આજની પેઢી તરીકે ઓળખીને એનું મૂલ્યાંકન કરીએ છીએ. તેમના નો કોમ્પરોમાઈસ વલણ અને એ વલણના લીધે નર્ક જેવા બની ગયેલા એમના જીવનને વખોડીને આપણે આપણી સંવેદનશીલતાનું અને બુદ્ધિજીવી હોવાનું પ્રમાણ આપીએ છીએ.

આજના દરેક માબાપ એટલું સમજે કે તમે જે ભોગવ્યું છે કે ભોગવવું પડ્યું છે એટલે તો તમે આટલા સ્ટ્રોંગ છો, અને રોજ ઉઠતા સંજોગોના તોફાનોમાં ટકી રહ્યા છો. શું તમે એવું ઈચ્છો છો કે તમારા બાળકો એવા સશક્ત ન બને? નબળા બને? સામાન્ય હવામાં પણ તણખલા જેમ ઊડી જાય?

8 lessons that Poverty Teaches You - Orowealth Blog

તો પેલી પ્રતિજ્ઞાને થોડી બદલી ને તમે જે ભોગવ્યું છે એ સ્થિતિ અને તમે બાળક માટે જે વ્યાજબી રીતે કરી શકો છો એ સ્થિતિનું મિશ્રણ કરીને એ મિશ્રણની ઘુટ્ટી બાળપણથી પીવડાવો; તો આગામી પેઢી પણ તમારી પેઢી જેવી જ આદર્શ પેઢી બનીને આગળ આવશે.

***

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. આજના મધ્યમ અને ગરીબ તથા કેટલાક અંશે પૈસાદાર વર્ગનાં માતાપિતાઓની ખોટી માનસિકતા દર્શાવતો સરસ ને સચોટ લેખ.

  2. આજના દરેક માબાપ એટલું સમજે કે તમે જે ભોગવ્યું છે કે ભોગવવું પડ્યું છે એટલે તો તમે આટલા સ્ટ્રોંગ છો, અને રોજ ઉઠતા સંજોગોના તોફાનોમાં ટકી રહ્યા છો. શું તમે એવું ઈચ્છો છો કે તમારા બાળકો એવા સશક્ત ન બને? નબળા બને? સામાન્ય હવામાં પણ તણખલા જેમ ઊડી જાય?✅

  3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    સાંપ્રત કાળની સાથે મનો વિકૃતિ વધતી જાય છે અને શુદ્ધ વાતાવરણને ડહોળી નાખે છે.