ચિત્રકાર રાજુલ ઉદયન ઠક્કરની મુલાકાત ~ મુલાકાત લેનાર: જયશ્રી વિનુ મરચંટ

(ઓડિયો રેકોર્ડિંગનું શબ્દાંકન)

ચિત્રકાર રાજુલ ઠક્કર
સાથે ગોષ્ઠિ 

મુલાકાત લેનાર:
જયશ્રી વિનુ મરચંટ
રાજુલ ઠક્કર

૧. તમે ચિત્રકળા માધ્યમને જ કેમ પસંદ કર્ય઼ું? ઉદાહરણ રૂપે સાહિત્ય, સંગીત કે સ્થાપત્ય કલા કેમ નહીં?
જવાબ ચિત્રકળા મેં પસંદ નથી કરી પણ નાનપણથી જ મને ચિત્રકળા પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ઘણા લોકો નાનપણમાં દોડવામાં અવ્વલ આવતા હોય કે ગાતા સારું હોય, એવી કોઈ કળા મારામાં હતી જ નહિ, મને પહેલેથી જ રંગ, કલર્સ, શેડ્સ એમાં જ ઇન્ટરેસ્ટ હતો. હું જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતી, ત્યારે મારા એક કાકી હતા, જે રંગોળી કરે, પેઇન્ટિંગ કરે. She may have been instrumental also in turning me to works art.

કઈ ઉંમરથી તમે પેઈન્ટિંગ કરવાનું ચાલુ કર્યું?
જવાબ કઈ ઉંમરથી શરૂ કર્યું એ તો મને યાદ નથી. હું ઑલ્વેઝ પેઇન્ટિંગ કરતી જ હતી. અને બધાં નાનાં બાળકોની જેમ, જેવી રીતે જર્મન આર્ટિસ્ટ જ્યોર્જ બેઝે કહ્યું છે કે Everyone is an artist in childhood, અને પાબ્લો પિકાસોએ એમ કહ્યું છે કે Every Child is an Artist. The Problem is how to remain an Artist once he or she grows up.

Every child is an artist. The problem is to remain an artist once they grow up. – Pablo Picasso

૩. ઘરમાંથી કેવો રિસ્પોન્સ મળ્યો? આપના ઘરમાં માતાપિતા તરફથી અને ભાઈબહેનો તરફથી કેવું પ્રોત્સાહન મળતું?
જવાબ નાનપણમાં તો એવું હતું કે ઘરમાં મને કલરિંગ કરવું ગમે એટલે મમ્મીએ ક્લાસિસમાં મોકલી. મારાં ભાઈ-બહેનો, ફ્રેન્ડ્સ અને કઝિન્સ બધાં ક્લાસિસમાં જઈએ, પણ જેવી હું નાઇન્થ-ટેન્થ (ધોરણ-9, 10)માં આવી ત્યારે મમ્મીને વાંધો પડવા લાગ્યો કે ‘ભણતરમાં નહિ ને આખો દિવસ રંગની બાટલીઓ લઈને બેઠી હોય છે…’ અને એ પણ વાત તો વાજબી હતી, પણ મને સ્કૂલમાં ઘણું પ્રોત્સાહન મળ્યું. સ્કૂલમાં જે રીતે એક વર્ગમાં બાળકો કોઈ ને કોઈ વસ્તુમાં હોશિયાર હોય એમ બધાંને ખબર કે હું પેઇન્ટિંગમાં, પોસ્ટર બનાવવામાં. એ રીતે સ્કૂલની પ્રવૃત્તિઓમાં આગળ પડતી હતી.

૪. તમે પેઈન્ટિંગની શાસ્ત્રોકત તાલીમ લીધી હતી? જે પ્રકારની તાલીમ લીધી હતી એમાંથી પછી જે ઇવોલ્વમેન્ટ થયું, એમાં કલ્પનો અને વખત સાથે થતાં વિકાસને કેટલો શ્રેય તમે આપશો? Basically, evolving happened with time and experiences, or was it a conscious effort?
જવાબ– ટેન્થ સ્ટાન્ડર્ડ (ધોરણ-10)માં મેં આઈ.સી.એસ.સી. કર્યું તો મને એક સબ્જેક્ટમાં ગ્રેડ-૧ હતો એ  હતો  આર્ટ.  મારા વકીલ પપ્પાને કહ્યું કે મારે તો આર્ટ સ્કૂલમાં જવું  છે પણ એ કહે કે આટલું ઓછું ભણતર તો ચાલે જ નહિ. ટ્વેલ્થ (ધોરણ-12) સુધી તો ભણવું જ  જોઈએ.  અને  એ  પછી તો  વળાંક  આવી  ગયો  કે  પેઇન્ટિંગ ક્લાસિસમાં જતી પણ  મેં પછી બી. કૉમ. કર્યું, એમ. કૉમ. કર્યું.

મારા ઘર પાસે બે ક્લાસિસ ચાલતા હતા – હલદણકર ક્લાસિસ અને એ.એ. આલ્મેલકર નૂતન કલામંદિર કલાસિસ.

બેઉ વૅલ-નૉન આર્ટિસ્ટ છે ઇન્ડિયાના. બૉમ્બેમાં એક હલદણકર બ્રીજ છે, જે બાબુરાવ હલદણકરના નામનો છે, એના ત્યાં ક્લાસિસ ચાલતા.

Vintage Bombay Street Name Sign Kalamaharshi S.M.Haldankar ...

મને આલ્મેલકરજીના ક્લાસિસમાં વધારે ફાવતું નૂતન કલામંદિરમાં એટલે રોજ કૉલેજ પછી હું ત્યાં જઈને ત્રણ-ચાર  કલાક  બેસતી.  આ  આર્ટિસ્ટો  પણ સૅલ્ફ  ટૉટ  આર્ટિસ્ટ  હતા  એટલે  આલ્મેલકર  સાહેબ  ઘણીવાર એવું કહેતા કે ખાલી ક્લાસિસ કે આર્ટ સ્કૂલમાં જઈને જ તમે પેઇન્ટિંગ કરી શકો એવું  નથી, બધાં જ પેઇન્ટિંગ કરી શકે. તને ગમતું હોય તે તું કર. અને એમાં ધીરે ધીરે તને સારામાં સારું  આવડતું જશે.

Abdulrahim Appabhai Almelkar (1920 – 1982)

ઇવોલ્વમેન્ટ એવી રીતે થયું તમે જ્યારે ક્લાસિસમાં જાઓ ને કોઈ સર તમારું કરેક્શન કરતા હોય ત્યારે તમે શીખો. પણ ઓવર ધ યર્સ એક વિચારધારા એમ આવે કે મારું પેઇન્ટિંગ મારું છે, ભલે એ એટલું સુંદર ન લાગે. પણ એ હું મારી રીતે કરું છું. પેઇન્ટિંગ તમને જે બરાબર લાગે, તમે જે જુઓ એ હોવું જોઈએ. ફોટોગ્રોફી અને પેઇન્ટિંગમાં એ જ ફરક છે કે ફોટોગ્રાફી એ જેવું છે તેવું, પણ પેઇન્ટિંગમાં તમે વધારા-ઘટાડા કરી શકો. એ રીતે ક્લાસિસમાં જવાનું મેં બંધ કરી દીધું. જે પેઇન્ટિંગ્સ કરું એ મારાં જ છે. That evolvement was necessary for me to be free from influences of my teachers.

બીજું ઇવોલ્વમેન્ટમાં હું એમ કહીશ કે પહેલાં હું Scenery (કૃદરતી દૃશ્યો) વધારે કરતી હતી.

Over the years, I think more before painting. મારે શું કહેવા માગવું છે આ ચિત્ર દ્વારા.

જે રીતે ડાન્સિંગ લેડિઝનું પિક્ચર છે એમાં તમે બે-ત્રણ વસ્તુઓ જોશો કે આ લેડિઝ છે, એ લોકોના ચહેરા પર તમને માત્ર ચાંલ્લો જ દેખાય છે, કોઈ ફીચર્સ ક્લિયર નથી અને એ લોકોના હાથના નખ ને આંગળાં આમ વધારે પ્રોમિનેન્ટ છે. માથામાં ફૂલના ગજરા કે એવું દેખાય છે.

ડાન્સિંગ લેડિઝ

હવે આ પિક્ચર કરતી વખતે ધેર વોઝ અ થૉટ પ્રોસેસ કે તે ડાન્સિંગ લેડિઝ ટ્રાઈબલ વીમન છે. આપણી રૂરલ ઇન્ડિયાનાં બૈરાંઓ છે એ લોકોનું પોતાનું અસ્તિત્વ નથી હોતું, એ લોકોના વરનું જ અસ્તિત્વ એ લોકોનું હોય છે. આ લોકો એટલું બધું કામ કરે છે તો પણ હળીમળીને પોતાની ખુશીઓ ગોતી લે છે. ગજરા નાખે, ફૂલ નાખે. એટલે આ એક સ્થિતિ મારે બતાડવી હતી આ પિક્ચરમાં.

. શું એવું ક્યારેય બન્યું છે ખરું કે વિચારમાં કે કલ્પનામાં કંઈક હોય અને એને કેવનાસ પર ઉતારતી વખતે રંગોને કારણે કે કોઈ બીજાં કારણોસર આખુંયે પેઈન્ટીંગ ફરી બનાવવું પડયું હોય? એવે વખતે તમને એ મનોચિત્રની કલ્પના સંદતર છોડી દેવી પડી હોય એવું બન્યું છે ખરું? એવે સમયે સ્હેજ ટીસ મનમાં ઊઠે તો તમે એની સાથે કોપિંગ કેવી રીતે કરો?
જવાબ Oscar Wilde said that “Art is the only serious thing in the world. And the artist is the only person who is never serious.”

Oscar Wilde quote: Art is the only serious thing in the world. And...

આ વાત સાવ સાચી છે. કોઈ પેઇન્ટિંગ પાછું કરવું પડે એમાં કંઈ વાંધો આવતો નથી. A picture is never finished, it is abandoned. ઘણીવાર કર્યું હોય, ફાડી નાખવું પડે. નથી ગમતું. તો પાછું કરવાનું. ન પણ થાય થોડા દિવસ. પણ એ તો એક આર્ટિસ્ટની પ્રેરોગેટીવ (વિશેષાધિકાર) છે કે એને જ્યારે સૂઝે ત્યારે સૂઝે. કોઈ પણ ક્રિએશન હોય કે પ્રો-ક્રિએશન હોય એ થોડી પળોમાં જ થતું હોય છે. ધીસ ઇઝ ફોર ઑલ આર્ટ્સ. રાઇટિંગ લો કે મ્યુઝિક લો.

. શું એવી મૂંઝવણ થઈ છે ખરી કે અંદરથી પેઈન્ટિંગ કરવાની અદમ્ય ઇચ્છા હોય પણ હાથમાં પીંછી લેવાનું મન ન થતું હોય? એવે સમયે તમે પોતાને મોટીવેટ કેવી રીતે કરો છો?
જવાબહા, એવું બને કે કંઈ કરવાની ઇચ્છા ના થાય. વિચાર હોય પણ ઇચ્છા ના થાય. ત્યારે મને લાગે છે કે જ્યારે કોઈક વસ્તુનો ઑર્ડર હોય કે સમયસર આપવાનું હોય તો ધેટ મોટીવેટ્સ કે આ આપવાનું જ છે. એટલે ચાલોને, શરૂ તો કરીએ પછી આગળની વાત આગળ. હમણાં થોડાં વર્ષો પહેલાં બોમ્બેની એક ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ માટે મેં અને એક બીજા બહેને પિક્ચર્સ દોરેલાં. હવે એનો એક સમય હતો એમાં આપવું જ પડે. એટલે મન થાય કે ન થાય, ઇટ વૉઝ ડન.

પેઈન્ટિંગ કરવાનો મુડ સેટ કરવા માટે કોઈ ખાસ ક્રિયા કે પ્રક્રિયા?
જવાબહા, મારે માટે તો એ જ છે કે મુડ જોઈએ. અને મુડ બાંધવા માટે શાંતિ અને નવરાશ બેઉની બહુ જરૂરિયાત છે. છોકરાંઓ કે ઘરકામ કે એવું કંઈ પેન્ડિંગ હોય તો મારું પેઇન્ટિંગ બૅકસીટ લેતું હોય છે.

તમે બનાવેલા પેઈન્ટિંગ્સનું પ્રદર્શન કરો છોક્યાં?
જવાબપહેલાં પેઇન્ટિંગ્સ વહેંચ્યાં છે, ઘણાં લોકોને આપી દીધાં છે, બધાંના ડ્રોઈંગ્સ રૂમમાં છે, ફાર્મ હાઉસ પર છે, અને થોડાં પેઇન્ટિંગ્સ બૉમ્બેની જાણીતી જગાઓ પર છે. એક મારું પેઇન્ટિંગ આદિત્ય બિરલા સેન્ટર ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ બાબુનાથ પર બૉમ્બેમાં છે ત્યાં લગાડેલું છે.

. તમે કદીયે જાણીતા પેઈન્ટીંગની રેપ્લિકા બનાવી છે?
જવાબ પહેલાં કરતી હતી જાણીતા પેઇન્ટિંગ્સની રેપ્લિકા.. પણ હવે ઘણા વખતથી એ બધું બંધ કરી દીધું છે. હવે મને.. હું રેપ્લિકા કરું પણ પોટ્રેટ કરું., મારી દીકરીનું એક કર્યું છે.

ઘણીવાર મને કોઈ લેન્ડસ્કેપ કે કોઈ દૃશ્ય સુંદર લાગે તો એનો ફોટો પાડી લઉં ને પછી એના પરથી હું પેઇન્ટિંગ કરું.

૧૦. તમારા પતિ ઉદયન ઠક્કરની કવિતાને સાંભળી કે વાંચીને તમને કોઈ વિશેષ પેઈન્ટિંગ બનાવવાનું મન થયું છે અથવા તો ઉદયનભાઈને તમારું પેઈન્ટિંગ જોઈને કાવ્ય લખવાનું મન થયું છે ખરું? જો એવું હોય તો અમારા વાચકો સાથે શેર કરશો પ્લીઝ?
જવાબપહેલાં અમે બેઉ જણાં પોતપોતાનું જ કરતાં હતાં. બટ.. થોડાં વર્ષોથી ઉદયન મારા પેઇન્ટિંગ્સ પર પોતાની કવિતાઓ લખે. એટલે જ્યારથી એવું શરૂ થયું છે ત્યારથી વી હેવ બીકમ અવેર કે આવું પણ થઈ શકે કે સરસ લાગે છે. એટલે હું કોઈકવાર ઉદયનને કહું કે આ પેઇન્ટિંગ પર આ લાઈન સારી લાગશે અથવા તો એ કહે કે આ પેઇન્ટિંગ પરથી મને આવી લાઈન સૂઝે છે..

૧૧. તમને તમારા પતિ, સંતાનો, કુટુંબીજનો કે મિત્રો તરફથી મળેલી બેસ્ટ પ્રશંસા અથવા ક્રિએટિવ ક્રિટીસિઝમ જેની તમારી કળા ઉપર પોઝીટિવ કે નેગેટિવ અસર થઈ હોય?
જવાબછોકરાઓ, ઉદયન અને ફેમિલી, બધાં પ્રશંસા કરે પણ એની સાથે એડવાઈઝ પણ આપતાં જાય છે કે You Should be more dedicated to your work અને બીજું એ કે how can you be so careless કે તને ખબર નથી કે તેં કોને પેઇન્ટિંગ્સ આટલાં વર્ષોમાં આપી દીધાં, શું થયું. પણ એ જમાનામાં કેમેરા પર ફોટા લેવા એ બધું હતું નહિ એટલે હવે એ તો જાણે રાત ગઈ બાત ગઈ જેવું છે, પ્રશંસામાં ઉદયન, ઇન્ફેક્ટ તે મારા પેઇન્ટિંગ્સ પર બે-ત્રણ લાઈન જ્યારે લખતો હોય છે એ જ મારા માટે બહુ મોટી પ્રશંસા છે.

૧૨. રાજુલ ધ પેઈન્ટર અને રાજુલ ધ વાઈફ વચ્ચે ટસલ થઈ છે ખરી? કઈ ટાઈપની અને ત્યારે કોણ જીતે છે?
જવાબConscientiously તો રાજુલ ધ મધર, રાજુલ ધ વાઈફ ઍન્ડ રાજુલ ધ પેઇન્ટર એ જ ક્રમ હોય..

૧૩. તમારે ત્રણ-ચાર લાઈનનો એક મેસેજ અમારા વાચકોને આપવો હોય તો શું કહો?
જવાબઆપણી જિંદગીમાં આપણા બધાંને બે-ત્રણ ખ્વાહિશો હોય છે એક જ ખ્વાહિશ પર આપણે નથી જીવતા કે We are adjusting કે આ નહિ તો આ, આ નહિ તો આ.. પણ એ જે આપણી ખ્વાહિશો હોય છે,  આપણી ઈચ્છાઓ હોય છે.. એને કોઈ પણ રીતે જાળવી રાખવી એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એનો સમય ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય છે કે તમને જે પણ ઇચ્છાઓ હોય કરવા માટે, કોઈને સોશિયલ સર્વિસ કરવી હોય કે કોઈને ગાવાની ઇચ્છા હોય.. Maybe છોકરાઓ નાના હોય ત્યારે ન થઈ શક્યું હોય પણ પછી થશે.. એટલે એ મનની જે ઇચ્છા હોય એને ઓગાળી નાખવાની જરૂર નથી, પણ એને કાયમ ભલે નાના પાયે પણ ચાલુ જ રાખવી જોઈએ.
***

ચિત્રોની ઝલક: 

૧. ગૌતમ બુદ્ધનું ચિત્ર: આ ચિત્રમાં એમના ચહેરા પર કરચલીઓ છે પણ એમની આંખોની ચામડી સ્વસ્થ લાગે છે. મારે એ કહેવું છે કે આજે પણ એમની દૃષ્ટિ, એમના ઉપદેશ, એમના સ્ક્રીપ્ચર્સ દુનિયાભરમાં રેલેવન્ટ છે, બુદ્ધિઝમ આજે પણ પુજાય છે.

૨. Man and Mountain: આ એક ચિત્ર છે જ્યારે અમે સાવજ જોવા ગયેલા ત્યારે મહુવા પાસે આ એક હેન્ડસમ માણસ આમ બેસીને ચા પીતા હતા.

ઊંચા સરખા ભાઈ હતા. તમે જ્યારે જુઓ ત્યારે એમ લાગે કે એ માણસ પર્વતથી વધારે ઊંચા લાગે છે. ઇટ ઇઝ એન ઓપ્ટિકલ ઇલ્યુઝન. પણ ત્યારે મારા મનમાં એમ વિચાર આવ્યો કે આપણે મનુષ્યો આવી રીતે જ વિચારીએ કે આપણે જ સૌથી મહત્ત્વના છીએ એટલે આવો વિચાર કરતાં જ મેં આ પેઇન્ટિંગ કર્યું કે આ તો ખાલી ઓપ્ટિકલ ઇલ્યુઝન છે, બધાં જ ધરતી પર પશુ, પક્ષી બધાનું જ ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે, માણસ એકલાનું જ નથી જે આપણે માનીને બેઠા છીએ.

૩. સ્ટ્રિંગ્સ એટેચ્ડ: 

આમ તો આ પેઇન્ટિંગ કઠપૂતળીનું છે પણ એનું શીર્ષક છે, “સ્ટ્રિંગ્સ એટેચ્ડ”. કારણ કે શેક્સપિયરે એમના નાટક “એઝ યુ લાઈક ઇટ”માં કહ્યું છે કે ‘ઑલ ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ  ઍન્ડ ઑલ ધ મૅન ઍન્ડ વુમન ઓન્લી પ્લેયર્સ.’

૪. Mahadev… Realistic:

૫. Mahadev… Abstract:

સંપર્ક: rajulthakker@hotmail.com

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. સરસ… દરેક કલા જીવનને જીવવા જેવી બનાવે છે…

  2. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    કવિતા કરવી એ કલા છે, એમ પેઇન્ટિંગ કરવું એ પણ કલા છે. સોનામાં સુગંધ ભળી કે પતિ અને પત્ની બંને કલાકારો છે અને સુપેરે એકબીજામાં હળી મળી જીવન નિભાવી જાણ્યું. નત મસ્તકે સલામ.

  3. Awesome કથનો વાંચવા અને મગજમા રાખી ચિત્રોમા ઉતારવી ખૂબી છે રાજુલમાં