સુગમ સંગીત : Audio Song #1 ~ શબ્દની પાલખી મેં એટલે શણગારી છે (ગઝલ) ~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ ~ સ્વરકાર – સ્વરઃ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
મ્યુઝિક આલબમઃ વાત તારી ને મારી છે
Audio Song-1
Apple Music Link:
https://apple.co/3xxlwC4
——————–
Lyrics:
શબ્દની પાલખી મેં એટલે શણગારી છે
છે ગઝલ ને તે છતાં વાત તારી-મારી છે
તું કહે તો વન મહીં ને તું કહે તો મન મહીં
જ્યાં કહે ત્યાં આવવાની આપણી તૈયારી છે
ચંદ્ર થઈ ઊગ્યો છે તું બેઠી છું હું ચાતક બની
એક એવી કલ્પના મેં તારા વિશે ધારી છે
જ્યારે એને ખોલું છું કે તું તરત દેખાય છે
મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે
ભગ્ન દીવો યાદનો પેટાવીને મૂક્યો છે મેં
ત્યાં જ એનું આવવું, ઘટના ઘણી અણધારી છે
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર – સ્વરઃ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ-૧.)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાશે. આ રીતે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં થશે.)
જયશ્રી બેનના શબ્દોની પાલખીને હેતલે તેનાં ભાવસભર સ્વરથી સુંદર રીતે શણગારી છે. આનંદ થયો. અસીમ ભાઈ અને આલાપનું સંગીત…ચાર ચાંદ લાગી ગયાં.👌👏
Thank you Kalpanaben.
Thank you so much, Kalpana ben. Namaste.
हदय સ્પર્શિ ગઝલ કેબી સોપારીવાલા
અમદાવાદ
Thank you Sopariwalaji.
Thank you!
સુંદર શબ્દો, સુંદર સ્વર, સુંદર સંગીત, સુંદર બ્લોગ 👌👌👌👌
Thank you Ms. Sharmila.
ખૂબ સુંદર શબ્દો ની પાલખી મા સુરોનુ સ્વરાંકન તેમજ અદ્દભૂત રજૂઆત
Thank you Ms. Krutika.
ગઝલ અને સ્વરાંકન બંને સુંદર છે.
મધુર સ્વરેશબ્દની પાલખી શણગારવા બદ્લ ધન્યવાદ
🙏🙏🙏
Thank you Harishabhai.
“જ્યારે એને ખોલું છું કે તું તરત દેખાય છે
મારા ઘરમાં ખૂબ અંગત એક એવી બારી છે.” saras rachana.
Thank you Saryuben.🙏🙏