ફાગણ ફટાયો આયો (હોળી ગીત) ~ બાલમુકુંદ દવે ~ તરન્નુમ: જ્હોની શાહ

સ્વરાંકન ~તરન્નુમ
જ્હોની શાહ

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

~ બાલમુકુંદ દવે

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. અદ્ભુત જોની ભાઈ….આંખ બંધ કરી ને સાંભળીયે તો રાજસ્થાન ની કોઈ ગલીઓ માં રસિયા ઓ સાથે નાચતા અનુભવ થાય…. સુંદર સ્વર….

  2. બાલમુકુંદ દવેનુ ફાગણ ફટાયો આયો મસ્ત હોળી ગીત નુ જ્હોની શાહ દ્વારા મધુર સ્વરાંકન ~તરન્નુમ