ઝીણી નજરે દેખ કબીરા (ગઝલ) ~ કવિ: ‘શિલ્પી’ બુરેઠા ~ સ્વરાંકન: જ્હોની શાહ

સ્વર: જ્હોની શાહ – અર્ચના શાહ
તબલા સંગત: વિમલ શાહ

(ગઝલ)
ઝીણી નજરે દેખ કબીરા,
ઈશ્વર અલ્લાહ એક કબીરા.

બાહર ઝીણી ઝાલર વાગે,
ભીતર ઠેકમઠેક કબીરા.

અંતર મનથી આરાધી લે, 
પહોંચી જાશે છેક કબીરા. 

ઈચ્છાઓના ઢગલા વચ્ચે, 
ટૂંકી જીવનરેખ કબીરા.

કાંઈ તને નડતું ના હો તો, 
પહેરી લેને ભેખ કબીરા.

‘શિલ્પી’ બુરેઠા (કચ્છ)

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

  1. વાહ બહુ મસ્ત ગઝલ અને એવું જ સુંદર સ્વરાંકન

  2. કવિ ‘શિલ્પી’ બુરેઠાની ઝીણી નજરે દેખ કબીરા બહુ સરસ ગઝલ
    અને
    જ્હોની શાહ નું સુંદર સ્વરાંકન

  3. બહુ સરસ ગઝલ અને તેનું સ્વરાંકન અને ગાયન પણ ગમે તેવું છે.