હર હર વસંત, ઘર ઘર વસંત ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ એટલે વસંત. શિયાળુ બરફ પીગળવાની શરૂઆત થાય અને વસંતનું આગમન થાય. શિવજીના તપોભંગ માટે કામદેવે વસંત ઋતુ જન્માવી હતી. કિરણ જોગીદાસ `રોશન’ વસંતના વધામણા કરે છે…

જ્યાં જ્યાં નજર પડે ત્યાં રંગો નીતરતા દૃશ્યો
આંખો થઈ કુંવારી આવી વસંત આવી
મોસમ દીવાનગીની બદલે મિજાજ સૌનો
હરખાય નર ને નારી આવી વસંત આવી

Basant Panchami 2026 | Vasant Panchami Saraswati Puja 2026

ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, `છંદોમાં હું ગાયત્રી છું, મહિનાઓમાં માગશર મહિનો છું અને ઋતુઓમાં હું કુસુમાકર ઋતુ વસંત છું.’

વસંત એટલે ઉલ્લાસ અને ઉમંગની ઋતુ. પમરવાની અને વળગવાની ઋતુ. વગર વરસાદે આંખોમાં હરિયાળી આંજવાની ઋતુ. અંકિતા મારુ `જીનલ’ એના કૌતુકને શબ્દસ્થ કરે છે…

કારીગરી કરે છે ગજબ, ડાળ ડાળ પર
કેવો કસબ બતાવે, સવારી વસંતની
ગુલમ્હોર ને ગુલાલ, ગુલાબી કરે ગગન
નભ ને ધરા સજાવે, સવારી વસંતની

Gulmohar Tree Marvel: How to Grow, Benefits & Expert Care Tips – TrustBasket

વસંત એટલે રંગોનો રોમાંચ. સંત પણ વસંતના વધામણા કરી કુદરતની અપાર લીલાને અસીમ સાથે જોડે છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું: `વસંત ઋતુ આવી મારા વ્હાલા, રંગભર ફાગ રમાડો / કાનકુંવર કરુણાના સાગર, પૂરણ રસ દેખાડો.

Holi 2022: श्रीकृष्ण ने राधा संग इस वजह से खेली थी रंगों की पहली होली, जानें - Prabhat Khabar

હોળીના રંગોની છોળ રાસબિહારી સ્વયં છોળો ઉડાડે તો ધન્ય થઈ જવાય. આપણો ભગવાન જિંદગીના રંગોને જાણનારો અને માણનારો પણ છે. ડૉ. માર્ગી દોશી એનું સંકલન કરે છે…

મનહર વસંતનું હરિયાળું આગમન છે
ફૂલો, પલાશ, ખૂશ્બૂ, મઘમઘતું અંજુમન છે
ઉત્સવ હૃદયનો કહું ને માહોલ કહું પ્રણયનો
સૌંદર્ય, સ્નેહ, સાજન; સુગંધી સંકલન છે

500+ Spring Flowers Pictures | Download Free Images on Unsplash

શહેરોમાં વસંતના અણસારા વર્તાતા નથી એવું લાગે કારણ હરિયાળી સંકોચાઈ ગઈ છે. વૃક્ષો મકાનોની વચ્ચે ખોવાઈ ગયા છે. એવા સમયે વસંતના આગમનની છડી પોકારતી કોયલના ટહુકાઓ સાંભળી આ ઋતુ યાદ કરવી પડે.

Asian Koel / Cuckoo - Female | Birds | Animals | Pixoto

ફાગણમાં જે ફૂલ તન્મયતાથી ફાલે છે એની રંગસજ્જા અને રૂપસજ્જા ડૉ. સેજલ દેસાઈ નિરૂપે છે…

આકાશે કેસુડાનાં તોરણ મને ગમે છે
સોનેરી રંગનું વળગણ મને ગમે છે
જે આગવી છટાથી તનમન કરે છે ઘાયલ
રંગો ભર્યો ખજાનો ફાગણ મને ગમે છે

Khakhro, Butea monosperma, Palas, Kesudo | Saaj Nursery

ન્હાનાલાલે વસંતને ઋતુરાજ કહ્યો છે. નરસિંહ મહેતાએ ગાયું: આ ઋતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત. નિનુ મઝુમદારે લખ્યું: કીર્તન કરી ઊઠી હરિયાલી, આવી આજે પૂજન કાજે ઋતુ વસંત મતવાલી. પ્રજારામ રાવળે લખ્યું: શિશિર તણે પગલે વૈરાગી વસંત આ વરણાગી. અતુલ દવે રોમાંચ અને રોમાન્સને સાંકળે છે…

`એ’ અહીંથી નીકળે ને રોજ પથરાશે વસંત
રૂપ જોઈ એમનું સાચે પરખાશે વસંત
ગીત ગાતાં ગેલમાં પંખી બધાંયે ઊડશે
કો નટખટ છોકરી જેવી વળ ખાશે વસંત

Spring Girl Pictures | Download Free Images on Unsplash

અનેક કવિઓએ અનેક રીતે વસંતને નિરખી છે અને નિરૂપી છે. આમ તો આ કુદરતનું ચક્ર છે, છતાં એને જિંદગીના ચક્ર સાથે પણ સાંકળી શકાય. કમલેશ શુક્લ વસંતને આપણી અવસ્થા સાથે સાંકળે છે…

સાંઠ થાય તે છતાં, લાગતું કે આવી છે
ઉમ્ર વીસની ફરી, તો વસંત છે
એક હોડી કાગળે, બાળપણને લઈ ફરે
ક્ષણ બધી આવી તરી, તો વસંત છે

Old Couple Walking In The Flowers Picture And HD Photos | Free Download On Lovepik

આમ તો 13 માર્ચથી 13 મે સુધી વસંતઋતુનો સમયગાળો ગણાય. પ્રકૃતિનો આસવ નિયમિત રીતે પીનાર અને પાનાર પ્રદીપ સંઘવી સમયની પાર જઈને લખે છેઃ

`ખરું પૂછો તો વસંત કંઈ બે મહિનાની ઋતુ નથી. વનમાં વસંતને કોઈ કાલાવધિમાં બાંધી શકાતી નથી. એટલું જ નહિ, પાનખર પછી વસંત, એ પણ સાવ સાચું નથી. વનમાં એ બંને આગળ, પાછળ ને જોડાજોડ પણ ચાલે છે..

પહેલી કળીઓ શાલ્મલિ, ગ્લિરિસીડિયા અને આંબાને આવે. પછી કેસૂડો. ત્યાર પછી અશોક, સુરંગી, ફાલસા ને પનરવો. પછી સોનમહોર. તે પછી ગરમાળાના પીળા ઝુમ્મર. ત્યાર પછી નદીકાંઠો ને પટ નક્તમાલનાં ફૂલોથી ભરાઈ જાય.

એના પછી ગુલમહોર ને જંગલી જૂઈ. ચોમાસાની શરૂઆતમાં લિલીનાં ફૂલ. પછી જંગલી હળદરના ગુચ્છા. ત્યાર પછી સાગના કુસુમ-મુકુટ. પછી હળદરવો. ત્યાર પછી જાત-જાતનાં ઘાસ-ફૂલ. છેલ્લે દિવાળી આવે ત્યારે લટકચમેલી. એ વિદાય લે ત્યાં ફરી આ શાલ્મલિ! વસંત ક્યાં જાય છે? ક્યાંક ને ક્યાંક તો હોય જ છે.’

લાસ્ટ લાઈન

હર હર વસંત
ઘર ઘર વસંત

થયો કેસૂડો
પાદર વસંત

ફૂલો ઊપર
ચાદર વસંત

આંખો ઝૂકી
આદર વસંત

મુગ્ધા ચરણ
ઝાંઝર વસંત

છાતી ચૂમે
સાદર વસંત

મીરાંને મન
ઠાકર વસંત

કોયલને કંઠ
ઈશ્વર વસંત

મારે અઢી
અક્ષર વસંત

~ શૈલેષ પંડ્યા `નિઃશેષ

Leave a Reply to Priya parmarCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

18 Comments

  1. વાહ ખૂબ સરસ !👌👌
    આ વસંતના વાયરાને શબ્દોની સુગંધથી ખૂબ મહેકાવ્યો.

    “વસુંધરાને ઇશ્વરે બક્ષેલું અનુપમ નજરાણું એટલે વસંત.”
    _ મનની અટારીએથી

  2. વાહ ખૂબ સરસ … અદ્ભુત રચના..
    હિતેન ભાઈએ પણ ખૂબ સરસ સંકલન કર્યું.
    શીર્ષક જ એવું છે કે વાચક ને વાંચવા મજબૂર કરી દે
    હર હર વસંત , ઘર ઘર વસંત.

  3. ખૂબ જ સરસ છે સાહેબ, વાંચી ને ખૂબ સારું લાગ્યું, જોરદાર… 100 માંથી 111

  4. વાહ. સરસ સંકલન.. આભાર હિતેનભાઈ

  5. વાહ સરસ વાસંતી સંકલન. અભિનંદન હિતેશભાઈ.

  6. ખૂબ સરસ વાસંતી મુક્તકો લેખ અને ટૂંકી બહરમાં ઘણું કહી દેતી કવિશ્રી શૈલેષ પંડયાની ગઝલ