ઉછેરો બાગ બાવળનો, તે ફૂલો આપશે ક્યાંથી? ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

નોંધ: લેખના અંતમાં ૧૨ મુક્તકો વાંચવાનું ચુકતા નહિ. આ લેખ-પોસ્ટમાં મુકેલી તમામ પંક્તિઓ આપણું આંગણું બ્લોગ સંચાલિત ગઝલ ગ્રુપના શિબિરાર્થીઓ દ્વારા ખાસ લખવામાં આવી છે. )

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામનો અણસારો મેળવવામાં ભલભલા નિરીક્ષકો થાપ ખાઈ ગયા. જનતાની આ તાકાત છે કે જેને પોષે એને મારી પણ શકે. લોકસભામાં મહાયુતિએ પછડાટ ખાધી તો વિધાનસભામાં મહા વિકાસ અઘાડીએ પછડાટ ખાધી.

Maharashtra Lok Sabha Election Results 2024: Uddhav Sena wins Mumbai South Central. Check full list of winners here - BusinessToday

સૂપડા સાફ થઈ ગયા શબ્દપ્રયોગનો અર્થ નજર સામે ચરિતાર્થ થતો જોવા મળ્યો. આપબડાઈમાં રાચતા વરિષ્ઠ નેતાઓ લડાઈમાં થાપ ખાઈ ગયા. જેઓ ધારાવી પ્રોજેક્ટ રદ કરવાનાં સપનાં જોતા હતા તેઓ જ રદબાતલ થઈ ગયા. આ ચૂંટણી યુતિ માટે ઝકાસ તો અઘાડી માટે રકાસ પૂરવાર થઈ.

Sharad Pawar lost 2 opportunities to become PM...': Poonawala urges NCP chief | Today News

કમલેશ શુક્લ એને આલેખે છે…

જંગની બબાલમાં,
કેટલો રકાસ છે
જીતવાની હોડમાં,
કેટલો રકાસ છે

જે હતું ખોયું બધું,
હાથ આવ્યું ના કશું
એમની હારમાં,
કેટલો રકાસ છે

જનતા જેને તક આપે એ સરકારે જાતને પૂરવાર કરવી પડે. સત્તાધીશોનું વલણ સાહસિક છે કે ગભરું છે; વિકાસલક્ષી છે કે અવરોધલક્ષી છે; મગજનો પારો વાસ્તવિક ધરા પર છે કે સાતમા આસમાન પર છે એ બધા પરિબળો પરિણામ ઉપર અસર પાડે છે.

Joint Convention at Palghar Against Modi's Pet Bullet Train Project – All India Kisan Sabha

તમે બુલેટ ટ્રેન પ્રોજેકટ રોકો, મેટ્રો ટ્રેન યોજના રોકો, વિકાસના કાર્યોમાં બાધા નાખો તો મતદારો કંઈ એટલા બાઘા નથી કે બધું નાના કીકલાની જેમ જોયા કરે.

Maharashtra Election Result 2024 Party Wise

સત્તાધીશોએ અભિમાનને મગજમાંથી કાઢી દરબારની બહાર ઊભું રાખવાનું હોય. દિલીપ ધોળકિયા ‘શ્યામ’ મૂળ સમસ્યા તરફ નિર્દેશ કરે છે…

ઉછેરો બાગ બાવળનો,
તે ફૂલો આપશે ક્યાંથી?
રહે જે ગંદકી ભીતર ,
ફોરમ લાવશે ક્યાંથી?

નથી જ્યાં હેસિયત એકાદ
ફૂટી પાઈ જેવી પણ,
પછી પાછળ કરે વાતો,
સામે આવશે ક્યાંથી?

રાજકારણમાં ઘણા હેસિયત વગરના લોકોને ગાદી મળી જતી હોય છે. વૈવિધ્યસભર વટાણા વેરવામાં સુખ્યાત સંજય રાઉતની આદતે એમના પક્ષને ખાસ્સું નુકશાન પહોંચાડ્યું.

ANI on X: "We are sure once (rebel) MLAs come back to Mumbai, they'll return to our side again. I would advise Devendra Fadnavis (BJP leader) to not get involved in this

જનતા મૂક બનીને ટીવી પર ચાલતો તમાશો જુએ ત્યારે તો કંઈ કરી શકતી નથી, પણ વારો આવે ત્યારે ઈવીએમ મશીનમાં કયું બટન દાબવું એ એને બરાબર ખબર હોય છે. કંગના રનૌતની બદદુઆ બરાબરની લાગી અને ઠાકરેનો ઘમંડ ચૂરચૂર થઈ ગયો.

Kangana Ranaut Gives An Open Warning To Uddhav Thackeray

કિરણ જોગીદાસ રોશનનું મુક્તક સ્વ-મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવા જેવું છે…

ઊંચકી અહમને બહુ,
વધુ ચાલી શકો નહીં
અંતર હો વેંતનું
છતાં કાપી શકો નહીં

એક આંખમાં ને બીજો ઉપર
આભમાં ઊગે
નાખીને ધૂળ સૂર્યને
ઢાંકી
શકો નહીં

અંહકારના શીંગડા દેખાતા નથી. અવનવા વિચારો સાકાર કરતાં એલન મસ્કને એક સૂચન કરવા જેવું છે. એ એવી કોઈ ચીપ બનાવે કે આ શિંગડા સામેવાળાને દેખાઈ જાય અને જેથી આગોતરી ચેતવણી મળી જાય.

Elon Musk's Space Vision In Jeopardy As SpaceX Faces Possible Bankruptcy

મહા વિકાસ અઘાડીએ ધર્મની ટોપી પહેરવાની જ બાકી રાખી હતી ત્યાં સત્તાની ટોપી ફેરવાઈ ગઈ.

Rahul Gandhi wears skull cap for just 10 seconds at Iftar party; BJP hits back, calls it photo-op | India News | Zee News

ચાણક્ય ગણાતા શરદ પવાર હવે આઘાત અને આયુ બંનેને કારણે બેકફૂટ પર ધકેલાઈ ગયા છે. વિચારભેદ ધરાવતા પક્ષો સમૂહલગ્નમાં ગોઠવાઈ તો જાય, પણ પછી અટવાઈ જતા હોય છે. શાંતિલાલ કાશિયાણી આ ભેદ સમજાવે છે…

પારકા ખેતરમાં આવીને
ફૂલો વાવી ગયા
ને હું સમજ્યો પ્રેમથી
પ્રેમ રોપાવી ગયા

લઈ ગયા ખેતર, ફૂલો
ને ખૂશ્બુઓની પાલખી
પીપુડી ગાજરની સમજી
આખરે ચાવી ગયા

ચૂંટણી હારવામાં રાહુલ ગાંધીનું સાતત્ય પ્રશંસનીય રહ્યું છે. નોટબંધી, રાફેલ, અદાણી-અંબાણી, જાતિગણના વગેરે જેટલા પણ મુદ્દા ઉઠાવ્યા એ એમની જ વિરુદ્ધ પડ્યા. ખટાખટ પૈસા આપવાની વાત કરી એમાં કૉન્ગ્રેસ શાસિત રાજ્યોની તિજોરી ફટાફટ ખાલી થઈ રહી છે.

Indian Compass | The vicious cycle of Rahul Gandhi's Khatakhat policies. # rahulgandhi #khatakhat #congress | Instagram

હિમાચલ પ્રદેશમાં સરકારી કર્મચારીઓના પગારના વાંધા છે. નાનો વેપારી પણ ચેક ઈસ્યુ કરતાં પહેલાં બૅન્ક બેલેન્સ જોતો હોય છે. આક્ષેપોને કદાચ પગ ન હોય, પણ પાયો તો હોવો જોઈએ. નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ સવાલ પૂછે છે…

પુરાવા નથી તોય આક્ષેપ શાને?
ચુકાદા વગર આમ આદેશ શાને?
સજા છે ઉમરકેદની કોઇ દિલમાં,
પ્રણયનો છતાં પણ શિરોચ્છેદ શાને?

લાસ્ટ લાઈન

જિંદગી તો ઝાંઝવા જેવી જ
ભ્રામક હોય છે
ને વળી એમાં ઉદાસી!
પ્રાણઘાતક હોય છે

મૌન સંજોગોની મહેફિલમાં
તો શબ્દો શાંત છે
પણ ઉછાળા મારતી
ઊર્મિઓ મારક હોય છે

સંસ્મરણ ભોંકાય ને
યાદોનું ટોળું દોડતું
બહુ વિચારો ખુદને માટે
હાનિકારક હોય છે

છે મહાભારતના કિરદારો
સમા કપટી ઘણા
ભીતરે અંગતનો છૂપો
માર દાહક હોય છે

આભ નીચે પાથર્યા છે
ધરતીએ રસ્તા ઘણા
હે મુસાફર! ચાલતો જા,
પથ પ્રવાહક હોય છે

~ જિગીષા દેસાઈ

આ વિષય સંદર્ભે અન્ય ૧૨ કવિઓના મુક્તકો…

૧.
આંખમાં શમણું અમસ્તું
સ્હેજ ફરવા નીકળ્યું
લાગણીનું ગામ આખું
ખાસ મળવા નીકળ્યું

હોંશથી જાતે નિભાવ્યા
કેટલાં સંબંધ પણ
કોણ ઓગાળી અહમ્
ક્યારેય ભળવા નીકળ્યું
~ અતુલ દવે, વડોદરા

૨.
ચરણ ચિન્હોને છોડી
ક્યાં સુધી ચાલ્યા કરું?
જીવન મૃત્યુને રોકી
ક્યાં સુધી ચાલ્યા કરું?

શકટનો શ્વાન,
આખી જિંદગી ગાતો રહે
અહમને પાળી પોષી
ક્યાં સુધી ચાલ્યા કરું?
~ અલ્પા વસા ‘કાવ્યાલ્પ’

૩.
અમુક મા’નુભવ બાળપણમાં
સ્વભાવે અનાડી રહ્યા છે
પછીથી વીતેલા વખતનાં
ધુરંધર ખિલાડી રહ્યા છે

બધા વાદળાઓને થોડુંઘણું
પાણી આપીને દરિયા
સતાણું ટકા લઇને બદલામાં
બાજી બગાડી રહ્યા છે
~ જય દાવડા

૪.
તું અને તારા કરેલા ઘાવનું
શું થશે પાસા ફરેલા દાવનું?
રેત ભીનાશો મુકી સરકી જતી
નામ પાડે છે કદી અલગાવનું?
~ માધવી ભટ્ટ

૫.
જુવાનીમાં ગૂંથાયા’તા ઘમંડના કૈંક તારો
પછી ઉકેલવા એને મળ્યો ના કો’ સહારો
થયો છે કેદ પોતાની રચેલી જાળમાં એ
હવે એકલપણાથી લ્યો, પડ્યો કેવો પનારો
~ કોકિલા ગડા ‘કોકી’  

૬.
સૌ ચાલ છે નકામી,
આ ભાગ્યની રમત છે
આ જય અને પરાજય,
માયા અને અસત છે

ના હાર કોઈ અંતિમ
ના જીત કોઈ અંતિમ
છે યત્ન રોજનો આ,
આ રોજની લડત છે
~ ડો. અપૂર્વ શાહ, નવાપૂર

૭.
એકસરખી જિંદગીમાં
ચડઉતર આવી નહીં
જીવવા મેં જેમ ચાહી
એમ એ ચાલી નહીં

ભાગ્ય પર ક્યાં ઢોળવો
કારણ વગર આ ટોપલો
દોષ મારો, મેં જ
એની મોજને માણી નહીં
~ રમેશ મારુ ‘ખફા’

૮.
આપણી વચ્ચે અહમમાં
રાચતી દીવાલ છે
આપણા માથે ચડીને
નાચતી દીવાલ છે

બેઉ જણા ભેગા મળી
એને હવે પાડી જ દો
હાથ જોડી એટલું
બસ યાચતી દીવાલ છે
~ દીપક ઝાલા ‘અદ્વૈત’  

૯.
એક ખોટી જીદનો અંજામ છે
રક્તરંજીત આખે આખું ગામ છે
આ અહમનો વાર કોને મારશે?
શસ્ત્રો બંને બાજુએ બેફામ છે
~ ડૉ. સેજલ દેસાઈ

૧૦.
સાવ ખોટા આમ તું
આક્ષેપ ના કર ઓ સજન!
જે ભુલાયા એ દરદ
પ્રત્યક્ષ ના કર ઓ સજન!

હોય છે ક્યાં એક જેવું
કોઇ બીજું વિશ્વમાં,
એટલે, સરખામણી
સાપેક્ષ ના કર ઓ સજન!
~ ગીતા પંડ્યા  

૧૧.
સાવ સહેલા કામમાં પણ
થરથરી છે આંગળી
કોઈ અઘરા કામ માટે
છેતરી છે આંગળી
કેટલા વર્ષોનું એણે
વેર વાળ્યું આખરે!
ભીંત પરના પોપડાએ
ખોતરી છે આંગળી
~ મહિમ્ન પંચાલ

૧૨.
આવ લઈને પ્રશ્ન તું,
તું મારી સાથે વાત કર
સોય શંકાની લઈ, તું,
મારી ના તપાસ કર

હોય મનનાં ભેદ, દૂરી,
કે વિવાદો હો ઘણાં
તું તલાશી લે બધી,
ને તે પછી વિશ્વાસ કર
~ ડૉ. ભૂમા વશી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. આભાર હિતેનભાઈ 🙏🏻
    આભાર આપનું આંગણું 🙏🏻