હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકની જાહેરાત ~ કવિ ભાવેશ ભટ્ટ | પત્રકાર આશિષ ભીંડે | કલાકાર સનત વ્યાસ

હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકની જાહેરાત

સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું, એવા લોકપ્રિય સાહિત્યકારની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ૨૦૦૫થી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરે છે.

વર્ષ ૨૦૨૨ માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. સાહિત્ય વિભાગમાં અમદાવાદના કવિ ભાવેશ ભટ્ટ, પત્રકારત્વ વિભાગમાં જન્મભૂમિના વરિષ્ઠ પત્રકાર આશિષ ભીંડે અને કલા વિભાગમાં રંગભૂમિના વરિષ્ઠ કલાકાર સનત વ્યાસની પસંદગી કરવામાં આવી છે.

કવિ ભાવેશ ભટ્ટ
પત્રકાર આશિષ ભીંડે
કલાકાર સનત વ્યાસ

આ ત્રણેય  પારિતોષિક પૂજ્ય મોરારિબાપુના હસ્તે ૩ ડિસેમ્બરે, સાંજે ૫.૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સહયોગથી, એસ. પી. જૈન સભાગૃહ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રદાન કરવામાં આવશે.

પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂ. ૫૧,૦૦૦/- (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે, ટ્રસ્ટી તરીકે કુન્દન વ્યાસ, રોહિત પટેલ, રમેશ પુરોહિત તથા ગોપાલ દવે, હિતેન આનંદપરા, મુકેશ જોષી અને સ્નેહલ મુઝુમદાર કાર્યરત છે.
***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.