બે કવિતા – હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

“લાગણીઓ સુક્કીભઠ્ઠ”

૧. લાગણીઓ સુક્કીભઠ…!

આજે મારા બેંક એકાઉન્ટમાંથી તારું નામ કઢાવ્યું.
તારા નામના ક્રેડિટ કાર્ડને કાતરથી કાપ્યું.
પ્લાસ્ટિક હતું, કપાઈ ગયું સરળતાથી…

મનેય વેતરેલી..,
તેં.
લોહી ના નીકળે એ રીતે.
મનની સતેહ પર ટશિયો ફૂટેલી,
મરેલી લાગણીઓ બાઝી ગયેલી.
જાંબલી, ભૂરી, કાળી…
સુકાતાં જતાં મન સાથે
લાગણીઓ પણ સુક્કીભઠ..!

– હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

૨. દિશાહીન

“દિશાહીન”

દુઃખ?
યાદ નથી…
સુખ?
એટલે?
સ્તબ્ધ મનમાં સળવળાટ.
બહેરી આંખોમાં શેષ છે આંધળા સપના.
હું અને એ બંને દિશાહીન.

– હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. દિલના ઉંડાણમાંથી જાતે જ વહી નિકળેલા ઝરણાં સમ લઘુકાવ્યો ભાવકના મનને ભીંજવી જાય છે. એવું જ ભાવવાહી પઠન.

  2. સુ શ્રી હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના બે સુંદર લઘુ કવિતાઓનું પોતાના સ્વરમા ભાવવાહક પઠન