અકળ છે (ગઝલ) ~ વિનોદ માણેક ‘ચાતક’

(પઠન: કવિના અવાજમાં )

બધાંથી જ એ તત્વ કેવું અકળ છે
ન જળને ખબર કેટલું દૂર તળ છે

સમય ક્ષર-અક્ષરથી ભલેને રહે પર
કદી શૂન્યને ભેદતી ગૂઢ પળ છે

મળી જો શકે, મેળવી લ્યો તમે એ
અમારા નગરમાં અજબ એક ફળ છે

કદી ચેતનાની મળે એક ક્ષણ જો
રહસ્યો બધાં ખોલતી એ જ કળ છે

સદા મતિ અને ગતિ વહાવે સખા તું
જીવનના સમંદર મહીં તો વમળ છે

~ વિનોદ માણેક ‘ચાતક’ (અંજાર)

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. વાહ વાહ કવિશ્રી …કદી ચેતના ની..?.એ જ આખી ગઝલ નો સાર છે…ચાતક તમારી તરસ કદી ન બુજાય અને આમજ નવી નવી રચનાઓ નો આસ્વાદ આપતા રહો

  2. લાજવાબ ગઝલ ને ભાવસભર ખુબજ પ્રભાવી પ્રસ્તુતિ

    1. આભાર Sir ji.. આપ જેવા સંગીતજ્ઞ કહે ેજ એવોર્ડ

  3. વિનોદ માણેક ‘ચાતક’ની અકળ છે ગઝલનુ કવિના અવાજમાં સ રસ પઠન
    ધન્યવાદ