મેશ ન આંજું રામ ~ કવિ-સંગીતકાર: નિનુ મઝુમદાર ~ સ્વર: કૌમુદી મુનશી ~ સૌજન્ય: મીનળ પટેલ

~ કવિ-સંગીતકાર: નિનુ મઝુમદાર
~ સ્વર: કૌમુદી મુનશી
~ સૌજન્ય: મીનળ પટેલ

ગીત:

મેશ ન આંજું રામ,
લેશ જગ્યા નહિ હાય સખીરી!
નયન ભરાયો શ્યામ

એક ડરે રેખ ન ખેંચું
ભલે હસે વ્રજવામ
રખે નયનથી નીર વહે
તો સંગ વહે ઘનશ્યામ
મેશ ન આંજું રામ

કાળાં કરમનો કાળો મોહન
કાળું એનું નામ
કાજળની વધુ કાળપ લાગે
કરશે કેવાં કામ
મેશ ન આંજું રામ
***

Leave a Reply to પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક)Cancel reply

4 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    કાળજાને કોરી ખાતા શબ્દો… ધન્યવાદ.

  2. ખૂબ જ સરસ ગીત.
    મધુર સ્વર અને સુંદર કંપોઝીશન.
    મઝા આવી ગઈ.