આથમણી કોરનો ઉજાસ (ડાયસ્પોરા સાહિત્યની પત્રશ્રેણી) ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

આવતા સોમવારથી `આથમણી કોરનો ઉજાસ’ પત્ર શ્રેણી પ્રકાશિત થશે

આપણું આંગણું બ્લોગ અંતર્ગત શરૂ થાય છે ડાયસ્પોરા પત્ર શ્રેણી. વર્ષ 2017માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ડાયસ્પોરા સાહિત્ય શ્રેણીમાં જે પુસ્તકની પસંદગી થઈ તે `આથમણી કોરનો ઉજાસ’ પુસ્તક હવે હપ્તાવાર દર સોમવારે બ્લોગમાં પ્રગટ થશે.

બંને લેખિકાઓ ડાયસ્પોરા પત્ર શ્રેણીના માધ્યમથી વાચકો સાથે જોડાશે તેનો આનંદ છે.

દેવિકા ધ્રુવ છેલ્લા ચાર દાયકાથી અમેરિકાનિવાસી છે. શબ્દને પાલવડે, અક્ષરને અજવાળે અને કલમને કરતાલે નામનાં એમનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે.

દેવિકા ધ્રુવ (અમેરિકા)

વિદ્યાર્થી અવસ્થામાં 1968માં કાવ્યપાઠ માટે પ્રથમ ક્રમે વિજેતા રહીને દેવિકાબહેને કવિશ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ પ્રાપ્ત કરેલું. તેઓ પોતાના બ્લોગ પર સતત કાર્યરત છે હ્યુસ્ટનની `ગુજરાતી સાહિત્ય સરિતા’ સાથે સક્રિય રીતે સંકળાયેલાં છે.
***

નયના પટેલ 1968થી યુ.કે.માં સ્થાયી થયા છે. 2001થી એમ.એ. ટીવી તથા બ્રિટનની પ્રસારણ સેવામાં પ્રવક્તા તરીકે વિવિધ મહાનુભાવોની મુલાકાત તેમણે લીધી છે.

નયના પટેલ

તેમની પ્રથમ વાર્તા અંત કે આરંભને ગુજરાથી સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું. તેમની નવલકથા કેડી ઝંખે ચરણ પ્રકાશિત થઈ છે.

તો, મળીએ દર સોમવારે આથમણી કોરનો ઉજાસ’ માણવા.

***

Leave a Reply to SangitaCancel reply

3 Comments

  1. પહેલાં વાચેલ છે, ફરી માણવાની સુવિધા આપવા બદલ આભાર.

  2. ખુબ જ સરસ સમાચાર!
    બંને ઉત્તમ લેખિકાઓને દિલ થી અભિનંદન!
    અમૂલ્ય લખાણસભર પત્રો વાંચવાની ઉત્કંઠા।