શોધવા માટે (ગઝલ) ~ મનોજ ખંડેરિયા

સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે
નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે

તડપતું વ્યક્ત થાવા આંગળીમાં મૂર્તિનું કલ્પન
સતત વીતી રહ્યાં છે વર્ષ આરસ શોધવા માટે

અચનક ગાઢ અંધારું મને ઘેરી વળ્યું નરદમ
હું ફાંફા મારું મારા ઘરમાં ફાનસ શોધવા માટે

જીવંત કાગળનું અજવાળું તો મઘમઘ મ્હેકથી પ્રસરે
નથી એને જવું પડતું સિફારસ શોધવા માટે

મળ્યું’તું એક વેળા ઉપનિષદના પૃષ્ઠની વચ્ચે
હું જન્મું એ જ બસ તરફડતું સારસ શોધવા માટે

મનોજ ખંડેરિયા

Leave a Reply to Pravin ShahCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. .કવિશ્રી મનોજ ખંડેરિયાની સ રસ ગઝલ શોધવા માટે —
    મળ્યું’તું એક વેળા ઉપનિષદના પૃષ્ઠની વચ્ચે
    હું જન્મું એ જ બસ તરફડતું સારસ શોધવા માટે
    વાહ્

  2. વાહ..નીકળ્યો છું માણસો વચ્ચે માણસ શોધવા માટે..