ટહુકાનું તોરણ (ગીત) ~ મકરંદ દવે ~ સ્વરાંકન-સ્વર: મૈધિશ વૈદ્ય

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે?

નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂરચૂર
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
એક તારાથી પંખીને પારણે
આ તેજની સવારી કોને કારણે?

પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતા સૂરજની લાલી
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે,
મારે અંગ અંગ ખેલતી ખુશાલી
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે
આ તેજની સવારી કોને કારણે?

~ મકરંદ દવે

8 comments

  1. આ.મકરંદ દવેનુ મધુરું ગીત ટહુકાનું તોરણ નુ મૈધિશ વૈદ્ય દ્વારા સ રસ સ્વરાંકન-સ્વર:

Leave a Reply to Maidhish Vaidya Cancel reply