અત્યાધુનિક ઘર, પણ કોરી ખાતી એકલતા (લેખ) ~ અલ્પા શાહ 

ચારેબાજુ નજર કરો તો શહેરની જાણે રોનક બદલાઈ ગઈ છે. જૂનાં મકાનો તોડીને નવાં ટાવરો ઊભાં થાય છે. અત્યાધુનિક સગવડો સાથે એકથી એક ચડિયાતા ટાવરો. પોડિયમ, જીમ, સ્વિમિંગ પૂલ, ગાર્ડનથી સજ્જ બિલ્ડિંગો જોઈ જાણે કોઈ અલગ દુનિયામાં આવી ગયાં હોઈએ એવું લાગે.

Best 10 Residential Society Amenities In 2025 | Namma Family Builder

કરોડોની કિંમતના ફ્લેટ અને એમાં લાખોથી લઈને કરોડોની કિંમતના ઈન્ટિરીયર કરાવે. જાણે તમે કોઈ હોટલ રૂમમાં રહેતાં હોવ એવું ફિલ થાય.

પહેલાં લોકો અલગ મજા લેવા રીસોર્ટ્સમાં બે -ત્રણ દિવસ રહેવા જતાં. આજે લોકો ઘર જ હોટલ જેવાં બનાવવા લાગ્યાં છે. ઘણાં લોકો ઘરમાં બાર પણ બનાવે છે. આર્થિક રીતે સદ્ધર લોકો બાથરૂમમાં બાથટબ બનાવે છે. હોટલમાં હોય એવી બધી જ સગવડો ઘરમાં ઊભી કરી દીધી છે. લોકોથી કાંઈક અલગ ઘર દેખાવવું જોઈએ એવો આગ્રહ.

આની માટે ઈન્ટિરીયર ડીઝાઈનર રાખે. એમને ફીસ આપો એટલે તમારાં સ્વપ્નનું ઘર બનાવી આપે. તમારે પૈસા આપવાનાં એટલે તમારી ગમતી બધી વસ્તુઓથી તમારું ઘર શણગારી દે.

Luxury Interior Design: Top 10 Insider Tips To A High-End Interior -

ઘરમાં જેટલી વ્યક્તિઓ હોય બધાંના અલગ રૂમો હોય. ઘરમાં ભગવાનને પધરાવવાનું મંદિર લાખોની કિંમતે બનાવે. ડાઈનિંગ એરિયા પણ સરસ સજાવે. આ બધું કરવાથી શું ઘરમાં શાંતિ મળે છે? લાખ્ખો રૂપિયા ખર્ચીને શું એકલતા ટળે છે? ના.

આજે પરિવારનું એકબીજા સાથેનું એટેચમેન્ટ ઘટતું જાય છે. એક જ ઘરમાં રહીને પણ એકબીજા સાથે વાત કરવાનો સમય નથી.

જોબ કરતાં પેરેન્ટસનાં બાળકો કેરટેકર સાથે આટલાં મોટાં ઘરમાં રહે છે. વૃદ્ધ માતા-પિતા પોતાનાં રૂમમાં પડ્યાં રહે છે. શું જોઈએ છે એ પૂછવાનો સમય એમનાં દીકરા વહુ પાસે નથી. પૈસાથી સુખી થયેલ માણસ મનથી સુખી નથી હોતો.

9 Steps To Getting Through A Breakup — Dr. Jessica Griffin

ઘણાં લોકો ઘરમાં આજકાલ ડીજીટલ લોક કરાવે છે. પરિવારની દરેક વ્યક્તિ પોતાની ફીંગર પ્રિન્ટથી ઘર ખોલી શકે. સંતાનો ક્યારે આવે છે? એ પણ માતા-પિતાને ખબર ના હોય.

Electronic Locks for Aluminium Sliding Doors

દરેક પોતાની જિંદગીમાં વ્યસ્ત. કોઈ એકબીજાને કાંઈ પૂછે નહીં. આવા પરિવારનો શું મતલબ? ઘરમાં આવે એટલે પોતાના રૂમમાં જઈને મોબાઈલમાં મસ્ત.

પહેલાં ઘરો નાનાં હતાં પણ લાગણીથી બધાં સભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા. આજે જગ્યા વધારે અને મન સંકુચિત થઈ ગયાં છે. એકબીજા સાથે ખુશી કે દુઃખ વહેંચવાના જ નહીં.

CupArt Guidelines | (no name) Art Group

નાની ઉંમરમાં ઊંચા પગારની નોકરી મળતાં બાળકો સ્વછંદી થઈ ગયાં છે. ગમે તેટલો પૈસો હોય પણ જીવવાની મજા લોકો ગુમાવતાં જાય છે. કાંઈક ઘટતું લાગે છે જીવનમાં.

યુવા વર્ગ કામનાં ઢસરડામાં જીવનને માણી નથી શકતો. કામનાં ઓવર લોડનાં લીધે શાંતિથી જીવી નથી શકતાં. ઘરે આવીને પણ સતત સ્ટ્રેસ.

Navigating the Rapids of Life: A Comprehensive Guide to Stress Management

વીક એન્ડ આવે એટલે મજા કરવા અને સ્ટ્રેસથી મુક્ત થવા બહારગામ ઉપડી જાય છે. ઘરમાં માતા-પિતા એકલાં રહી જાય છે. આટલું મોટું ઘર એમને ખાવાં આવે એવું લાગે છે.

ઘર સાથે આપણું એક જોડાણ હોવું જોઈએ જે નથી થતું. આજે વ્યક્તિ જે છે એનાં કરતાં દેખાડો વધી રહ્યો છે. લોન લઈને પણ આધુનિક ઘરો બનાવે છે. પછી લોન ભરવામાં જિંદગી પૂરી કરી નાખે છે.

Home loan rates rise by 2.5% in 20 ...

પહેલાં એક ટ્યુબ લાઈટથી આખું ઘર પ્રકાશિત થતું. આજે પ્રોફાઈલ અને Led લાઈટ્સથી ઘર ઝગમગે છે. એમાં ઈલેક્ટ્રીક બિલો વધી ગયાં છે પણ સંબંધોમાં અને મનમાં અંધકાર વધી ગયો છે.

ઘરમાં રૂમો વધી ગયાં છે અને રહેવાવાળા માણસોની સંખ્યા ઘટી ગઈ છે. છતાં માણસને એકલવાયું લાગે છે. માણસનો માણસ સાથેનો સંબંધ ઘટતો જાય છે. કોઈ એકબીજાને કાંઈ કહી ના શકે. અમારી જિંદગી છે, અમારે જેમ જીવવું હશે એમ જીવશું એવો હઠાગ્રહ થઈ ગયો છે.

ઘર એ હોય જ્યાં શાંતિ અને સૂકુન મળે. જ્યાં આપણી કેર કરવાવાળા લોકો હોય. અંદરથી તૂટી જઈએ ત્યારે આપણો હાથ પકડી ઊભાં કરવાવાળા વસતાં હોય. આજે બધાં પોતપોતાના રૂમમાં પ્રાઈવસીના નામે એકલાં જીવતાં હોય છે.

How Does Living Alone Affect Your ...

જેમ જીવવા શ્વાસ જરૂરી છે એમ જીવનમાં સંબંધો જરૂરી છે. સંબંધો વગર એ એકલો અટૂલો પડી જાય છે. સંબંધો એનાં જીવવાનું બળ છે. સંબંધોથી વ્યક્તિનું જીવન મહોરી ઊઠે છે. એને પોતાનાં અહેસાસો વહેંચવા સંબંધોની જરૂર હોય છે.

ઘરનાં ખૂણાઓને મોંઘીદાટ વસ્તુથી નહીં પણ પ્રેમથી ભરી દો. પરિવારજનો સાથે જમવા બેસવું કે રાત્રે સાથે બેસીને વાતો કરવી એવો નિયમ બનાવો.

Indian Family eating food at dining table at home or restaurant having meal together | Premium Photo

પોતપોતાના રૂમમાં ટી.વી કે મોબાઈલ કરવા કરતાં, લીવિંગ રૂમમાં સાથે બેસીને જે કરવું હોય એ કરો. જીવન આનંદમય બનશે. લોકોને બતાવવા નહીં, જરૂરી છે એ વસ્તુ વસાવો. પરિવાર છે તો ઘર, ઘર લાગશે નહીં તો દિવાલ લાગશે.

તમારાં રૂમમાં કોઈ બિમાર હોય અને મદદ માટે બૂમ પાડે તો પણ તમે સાંભળી ના શકો. માણસ રિબાઈને મરી જાય તો પણ તમને ખબર ના પડે. છોકરાંઓનો રૂમ એક ખૂણે અને માતાપિતાનો રૂમ બીજા ખૂણે. એ પડી જાય અને તમને બૂમો પાડે તો પણ ના સંભળાય.

ઘર એવાં બનાવો કે એકબીજાથી જોડાયેલા રહીએ.

~ અલ્પા શાહ
shahalpa952@gmail.com

Leave a Reply to Anil ShethCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment