દિવાળીઃ કાવ્ય કોડિયાં ~ દેવિકા ધ્રુવ

(૧) દીપ જલે..     દેવિકા ધ્રુવ

દીપ જલે જો ભીતર સાજનરોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણેપરમ પુનિત ને પાવન.

મન-બરતનને માંજી દઈએ
          દર્પણ સમ  દિલભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
          રોજ દિવાળી આંગન……..દીપ જલે

નાની અમથી સમજી લઈએ,
          ક્ષણની આવનજાવન.
 આસોની અજવાળી અમાસે,
           ઝગમગ દીપ સુહાવન……દીપ જલે. 

ૐ કારના ગીતો ધરીએ
,
          સૂરીલી વાગે ઝાલર.
અખંડ જ્યોતે ઝળહળ  સૌને
      વંદન સહ અભિનંદન..અભિનંદન……દીપ જલે

Inline image
 

 (૨) નવી દિવાળી… દેવિકા ધ્રુવ

કોઈ નવી નવરાત્રી લાવોએક નવી દિવાળી લાવો,

શેરીએ થાતી ગરબાઓની ત્રણ રૂપાળી તાળી લાવો.

આદર કેરા દાંડિયા ઝાલી અમૃત
રાસ રચાવો.
સ્નેહનું ઘૂંઘરસ્મિતનું ઝુમ્મરઘમ્મર ઘૂમ મચાવો..
દિલડે દીવડા પ્રગટે એવી રાત અજવાળી લાવો… એક નવી દિવાળી લાવો..

પ્રાંતપ્રાંત કે ભાષા
ભેદની વાડો તોડી,વછોડી
માનવતાનો ધર્મ છે સાચોધનની પૂજા છોડી
મનમંદિર સજાવોકોઈ રીત મતવાલી મનાવો….એક નવી દિવાળી લાવો.

ઉરને આંગણ સમજણ કેરા સાથિયાઓ પૂરાવો
.
એકાંત કુંજેપ્રસન્ન ચિત્તેઆતમરાજ બોલાવો.
ચૌદશ કાળી હોય જો અંતરવળીને વાળી આવો.. એક નવી દિવાળી લાવો..

નૂતન વર્ષે
 આશાઓના અભિગમ સંગે ઝુલો,
હો વિચારવાણી વર્તન સાચાં આચરણનાં ફૂલો,
ભીતર કંકુ પૂજાપાની આરતથાળી લાવો … એક નવી દિવાળી લાવો..

 

Inline image
 
       મુક્તકઃ  નવા વર્ષની શહનાઈ 

નવા આ વર્ષની ગૂંજી રહીશહેનાઇઓ ચોપાસ.
હવાની લ્હેરખી લઈ આવતીઆશાભર્યો અહેસાસ.
ને શબ્દોને ફૂટી કૂણી કૂણીકૂંપળ નવી લીલી,
રહે તનમન તણી શાંતિસદાયે આપને આવાસ.

                        —–દેવિકા ધ્રુવ


Inline image     

Leave a Reply to SushmaCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. અપ્રતિમ કાવ્ય કોડિયાં 👌🏻👌🏻 દિવાળી ઝળાંહળાં!

  2. દીપ જલે જો ભીતર સાજન, રોજ દિવાળી આંગન.
    કાચું કોડિયું વાત આ જાણે, પરમ પુનિત ને પાવન. સરસ રચનાઓ.
    શુભ મંગલ.
    સરયૂ પરીખ