જિંદગી અર્પણ કરી તો પણ વફા ઓછી પડી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

જિંદગીની સફર એકલા કાપવી અઘરી છે અને સાથે રહીને કાપવી સહેલી નથી. એકલા હોઈએ તો કોઈને જવાબ દેવાનો ન હોય પણ અનેક ઇચ્છાઓ અધૂરી રહી જાય.

Unfulfilled Wishes - YouTube

પ્રેમ પદારથને કાંઠે બેસી જોવો એ એક વાત છે અને એમાં ભીંજાવું એ બીજી વાત છે. સ્વભાવ, અપેક્ષા, ઓરતા, કાળજી વગેરે અનેક સ્તરે સંબંધોએ સંતુલન સાધવાનું હોય છે. ભાવિન ગોપાણી સણસણતો તર્ક ફેંકે છે…

બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી
જીવવા બેઠા સૌને જિંદગી ઓછી પડી
વેડફ્યો ખાસ્સો સમય પામવાની લ્હાયમાં
જિંદગીમાં ચીજ જે થોડી ઘણી ઓછી પડી

29 Ways You're Wasting Time Today – Time Management Ninja

જીવનમાં જે લક્ષ્ય પાછળ આપણે વર્ષો આપ્યાં હોય એ કેટલીયે વાર હાંસિલ નથી થતું. આપણો પુરુષાર્થ ક્યારેક છબછબિયાં કે કૂદકા બનીને રહી જાય છે, એ છલાંગ નથી થઈ શકતો. ક્યારેક સંજોગો વિલન બને અથવા તો ક્યારેક આવડત ટૂંકી પડે. ક્યારેક કૌશલ્ય ભરપૂર હોય તો સામે તક ઊભી જ ન થાય. વાત જો કારકિર્દી તરફથી સ્નેહ તરફ વાળીએ તો વધારે સંકુલ બને. બિનીતા પુરોહિત પૌરાણિક સંદર્ભ સાથે વાત કરે છે…

લાગણીના સૂના જંગલમાં જતા
પાતળી પગદંડી પર ભૂલી પડી
હું નથી સીતા ને રાવણ નથી
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી

Life in a Metro (2007) - IMDb

મર્યાદા આપણા આદર્શોને રક્ષાકવચ પૂરું પાડે છે. આપણે જે આદર્શોમાં માનતા હોઈએ એમાં ઘણી વાર લપસણી ભૂમિ પર પ્રવાસ કરવો પડે. લોભને જતો કરી આદર્શોને સાકાર કરવા આહુતિ આપવી પડે. પરિવારે પણ એમાં સહન કરવું પડે. અલગ ચીલો ચાતરવાની સાથે અનેક સંબંધો કસોટીએ ચડે. ઘણી વાર મિસફીટ હોઈએ એવી લાગણી થયા કરે. ભગવતીકુમાર શર્મા વિમાસણમાં આશ્વાસન શોધી લે છે…

ચકલીએ ચાંચ મારી ને ફોટો પડી ગયો
દીવાલ પરથી આખો કબીલો પડી ગયો
સંવાદ યાદ નહોતા ને મહોરાં જડ્યાં નહીં
સારું થયું કે મંચ પર પરદો પડી ગયો

મંચ પર નિયત સમયે પડદો ઊઘડે અને નિયત સમયે પડદો પડે. એ દરમ્યાન મંચનમાં દૃશ્ય તાદૃશ્ય કરવાનું હોય. મંચ પર મંચસજ્જા અને પ્રકાશ આયોજનથી દૃશ્યને ઉભારવામાં આવે છે.

Theatre set designs go minimal

વાસ્તવિક જિંદગીમાં એવું હોતું નથી. ફિલ્મોમાં જે ભવ્ય સેટ્સ ઊભા થાય છે એ તોડી પાડવામાં આવે છે કારણકે એમાં રહેવા લાયક આત્મીયતા હોતી નથી. જવાહર બક્ષી સંબંધોને તલાશે છે…

દૂરતા કોઈ વખત મોંઘી પડી
પણ નિકટતા તો સતત મોંઘી પડી
જીવવા જેવું જીવાયું નહીં
જીવવાની આવડત મોંઘી પડી

જીવવા જેવું શું છે એ સમજતાં ઘણી વાર પોણી જિંદગી વીતી જાય. વાલીઓ પેતાના સંતાનોને અમુકતમુક લાઈનમાં આગળ વધવા માટે દબાણ કરતાં હોય છે. માબાપના દબાણને વશ થઈ સંતાન જે-તે સ્ટ્રીમમાં ભણી લે, સારું કમાતું થઈ જાય પણ પછી સવાલ સંતોષનો આવે. જૉબ સટીસ્ફેક્શન બહુ વિરલ જણસ છે.

10 Ways to Improve Job Satisfaction - Magnus Search Recruitment

દાળ – રોટલી કમાઈ લઈએ પણ એમાં સ્વાદ ન જન્મે તો કેટલું ચલાવી શકાય. જે સિદ્ધિની દૃષ્ટિએ સફળ લાગે એ સંતોષની દૃષ્ટિએ મોંઘું પડે. રશીદ મીર સમજદારીને મૂલવે છે…

કામ આવી છે મને દીવાનગી વર્ષો સુધી
થોડા દિવસોની સમજદારી બહુ મોંઘી પડી
કેટલા પોકળ ખુલાસા તે પછી કરવા પડ્યા
તારા પ્રત્યેની તરફદારી બહુ મોંઘી પડી

આપણી માતૃભાષા પ્રત્યેની ઉપેક્ષા આપણને મોંઘી પડી રહી છે. એક વિષય તરીકે પણ ગુજરાતી લેવાનું ચલણ ઓછું થઈ ગયું છે. રઈશ મનીઆરે એક કાર્યક્રમમાં સરસ મુદો્ છેડેલો કે ઉમાશંકર જોશીનું સાહિત્ય ટકશે કે નહીં એ ચિંતા નથી, આપણા દાદા-દાદી જે કહેવતોનો ઉપયોગ કરતા એ કહેવતો ભૂંસાઈ રહી છે એની ચિંતા કરવાની છે. વાત આંખ ઉઘાડનારી છે.

Why should regional languages be promoted? - Quora

મનોજ ખંડેરિયા કહે છે એ ટકોર નતમસ્તકે સ્વીકારવી પડશે…

બાળપણની કથાની પરી ઊડી ગઈ
ને રમતની બધી કોડી વેરાઈ ગઈ
આંખ સામે મોંઘી મૂડી પગ કરી
જાય છે, કોઈને કૈં પડી છે ક્યાં

લાસ્ટ લાઈન

વેદના પામી છતાં સંવેદના ઓછી પડી
જિંદગી અર્પણ કરી તો પણ વફા ઓછી પડી

કોઈ સાથે સાચવ્યા નહીં દિલથી સંબંધોને તો
એના ઘરની રોશની માટે શમા ઓછી પડી

જોરથી આવે હવા ને રોજ દીવા ઓલવે
દિલ અમારું બળતું રહી ગ્યું, ત્યાં હવા ઓછી પડી

ચાલતા’તા ખોળિયામાં શ્વાસ રાબેતા મુજબ
એકદમ આવ્યું મરણ, લાગ્યું દુઆ ઓછી પડી

એ હજારો હાથવાળો આપવા બેઠો `હિના’
કંઈ મળે ના તો સમજવું, પ્રાર્થના ઓછી પડી

~ હિના શાહ `મહેંદી’
~ ગઝલસંગ્રહઃ
રંગ મારો ખુદનો છે

Leave a Reply to અપૂર્વ રુઘાણીCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સરસ અનુભૂતિ થઈ, લેખ વાંચીને.