हम तेरी मांग में सिंदूर सजा देते हैं ~ યોગેશ શાહ

हम पर जब इश्क जताने का
सवाल आता है,

हम तेरी मांग में
सिंदूर सजा देते हैं।

પ્રેમની પરિણતી જાણે લગ્નમાં જ હોય એટલી હદે સિંદૂર આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયું છે. એક અનિવાર્ય સામાજિક રીવાજ થઈ ગયો છે. વિવાહિત સ્ત્રીની જાણે ઓળખ જ સિંદૂર છે.

Wearing sindoor enhances concentration, triggers sexual desire in women | TheHealthSite.com

પરણ્યા એટલે પ્યારા લાડી… અને આ પ્યારા લાડીએ સિંદૂર ન પૂર્યું હોય તો સૌને અડવું અડવું લાગે. નવીનવેલી નવવધૂને સેથામાં સિંદૂર કે કુમકુમ પૂરવામાં અનેરો રોમૅન્સ પણ આવતો હોય છે.

કારણ કાળાભમ્મર વાળને ઘનઘોર રાત સાથે સરખાવતા સાજનને સિતારાઓથી સેંથી સજાવવાના અભરખા પણ હોય છે.

NADJA BEST LOOK NEW LIQUID SINDOOR FOR WOMEN LIQUID Price in India - Buy NADJA BEST LOOK NEW LIQUID SINDOOR FOR WOMEN LIQUID online at Flipkart.com

ન્હાઈ ધોઈને સદ્યસ્નાતા સેંથામાં જ્યારે સિંદૂર પૂરે ત્યારે દૂર ઊભો ઊભો સાજન હોઠના ખૂણેથી (जर- ए- लब) હસી લે ને એમાં જ સજનીના બત્રીસે કોઠે દિવા થઈ જાય!

नहा धो कर में अपनी माँग में
जब सिंदूर भरती हूँ,
तो न जाने जेर-ए-लब क्यों
मुस्कुराते हैं मेरे साजन।

છઆઠ મહિના જાણે રોજ દિવાળી! ઈંદિરા ગાંધીની છાપવાળા મોટા પાંચ રૂપિયાના સિક્કાની કિનારી લાલ કરીને જ્યારે સેંથા પર ફેરવતી ત્યારે દર્પણ પણ અંજાઈને લાલ લાલ થઈ જતું. પણ સમય જતાં ઘરની જવાબદારી વધતી જાય ને વાળ ઓળવાનો પણ સમય ન મળતો હોય ત્યારે સેંથી સજાવવાનો સમય ક્યાંથી કાઢવો?

“સજના હૈ મુજે સજના કે લિયે”ના ઊછળતાં તરંગો ધીમે ધીમે શાંત થતાં જાય, એ સહજ અને સ્વાભાવિક છે.

નવી નવી વહુને નેહભર્યાં નયને નખશીખ જોનારાને પછી ધ્યાનમાં પણ હોતું નથી કે એણે આજે કયા રંગનો ચાંદલો કર્યો છે.

સામાજિક વક્રતા કેવી છે કે જે સિંદૂર લગ્નજીવનના પ્રતીક રૂપે નવવધૂના સેંથામાં સોહાય છે એ જ સિંદૂર જેને ચઢાવાય છે એ દેવ હનુમાન બ્રહ્મચર્યના પ્રતીક છે!

S.G.U.bestest क्वालिटी हनुमान सिंदूर या बजरंगबली सिंदूर या ऑरेंज सिंदूर या हनुमान जी का चोल या सिंधुर (2450) : Amazon.in: ब्यूटी

રોજ સવારે સેંથામાં સિંદૂર પૂરનારી જ સિંદૂરિયા દેવ હનુમાનના મંદિરમાં ન જઈ શકે. આના સૂચિતાર્થ કોઈ પણ હોઈ શકે પણ એક સામાન્યજન માટે તો આ વક્રતા એક કોયડો જ છે.

આપણા સમાજમાં પુત્રીનાં લગ્ન તો એક સોદાબાજી જ હતાં. પુત્રીને પૂછવાનું શેનું હોય? રાજકુમારીઓ તો રાજ્યના કાવાદાવાના શતરંજની એક ચાલ રૂપે જ ગણાતી.

Indian Maharani Painting by Shradha Dahotre Fine Art

પુત્રીને પૂછ્યા વગર સગાઈ કરી દેનારા આ સમાજ સામે એ પુત્રી કેવા વ્યંગમાં પોતાનું દુઃખ વ્યક્ત કરે છે, જુઓ :

मेरे सर में किसी के नाम का
सिंदूर भर दोगे,
मुझे मुझसे बिना पूछे
मुझी से दूर कर दोगे।

~ યોગેશ શાહ

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment