એ ઘરે પણ સાંજે દીવા થાય છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

એકનાં બે થાય એવાં છે
તોય મોહી પડાય એવાં છે
એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે

સ્નેહી પરમારની પંક્તિઓ દાંપત્યજીવનની વાર્તા રજૂ કરે છે. એને વડીલો સાથેના સંબંધ સંદર્ભે પણ લઈ શકાય. દરેક સંબંધમાં નિરાંતની મિરાત નસીબ નથી થતી. અનબન, અસ્વીકાર, અસંતોષ જેવા વિઘ્નો ખળખળ વહેવા ઇચ્છતા સંબંધના ઝરણને અવરોધે કે દિશાફેર કરી મૂકે.

Navigating Political Issues in Marriage - Focus on the Family

નદીમાં બહુ કાંપ ભરાઈ જાય તો વહેણ પર અસર પડવાની. શબનમ ખોજા સમાધાન પણ આપે છે અને વાસ્તવિકતાનો આયનો પણ ધરે છે…

વાત સુધરી શકે, વાત જો થાય તો
આટલી વાત બંનેને સમજાય તો
ડરથી અરીસો જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો

Coffee Clutch A Conversation Brewing Between a Young Couple | Premium AI-generated image

દુનિયાની નજરોથી ભલે આપણે બચી જઈએ પણ અરીસો પકડી પાડે છે. છૂપાવેલી વાતોને એ છતી કરી મૂકે છે. બિંબનું પ્રતિબિંબ દર્શાવી એ જાણે આપણી ઝેરોક્સ કાઢે છે. ઝેરોક્સમાં એ જ આવે જે મૂળમાં હોય. માણસ મુખવટો પહેરીને જાતને જોવા અરીસા સામે બેસતો નથી.

The Look in the Mirror" | The man in the reflection had mor… | Flickr

શૈલેશ ગઢવી વાતને આગળ વધારે છે…

પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો
ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે
પહેલાં વાત કરે છે સાત જન્મોની
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે

2019: The Year Truth Was Lost?

સત્ય દુણાયેલું ને દુભાયેલું હોય ત્યારે દયા ઉપજે. સત્ય ધરબાયેલું રહે ત્યારે કોઈને અન્યાય થાય. સત્ય છાપરે ચડીને પોકારે એ જરૂરી છે. આપણે ત્યાં ખોટા કામોની જોરશોરથી જાહેરાત થાય છે. એની ચકાચોંધમાં સારા કામો ઢંકાઈ જાય છે. સત્ય માત્ર વ્યક્તિગત ન્યાય માટે જ નહીં, સામાજિક અભિગમ બદલવા પણ આવશ્યક છે.

Truth and Idealism - INSIGHT

સત્ય ઊઘડે પછી પણ એનો ડૂચો બનાવીને ફેંકી દેવાનું ન હોય. કિરણસિંહ ચૌહાણ અણિયાળી વાત કરે છે…

રસ્તા જ્યારે સીધા થાય
ત્યારે લોકો વાંકા થાય
ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય

ભ્રષ્ટાચારના, દુષ્કર્મના, રાષ્ટ્રદ્રોહના અનેક કિસ્સાઓ વિશે આપણે છાપામાં વાંચીએ છીએ. હાડોહાડ લાગી આવ્યું હોય એવો ગમખ્વાર કિસ્સો પણ છ મહિનામાં ભૂલાઈ જાય છે અને એમાંથી લેવાની શીખ પણ કોરાણે મુકાઈ જાય છે.

ભૂલો કરવી આપણા સ્વભાવમાં છે. મહેશ દાવડકર ટકોર કરે છે…

હા, બને કે જીવવામાં ભૂલ થાય
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?
આંખ હો કમજોર તોપણ શું થયું
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય

પ્રજ્ઞાચક્ષુ પાસે આંખો ન હોય છતાં એ સિક્સથ સેન્સથી ભાળ મેળવી લે છે. સતેજ આંતરચક્ષુ એને માર્ગદર્શન પૂરું પાડે છે.

What People Cured of Blindness See | The New Yorker

આપણા આંતરચક્ષુઓને મોતિયો લાગી ગયો છે. એને ઉતરાવવાની વાત તો ત્યારે આવે જ્યારે મોતિયો થયો છે એની ખબર પડે. લેબોરેટરીની તપાસમાં તો એ પકડાવાનો નથી. જાતતપાસ કરવાનો આપણી પાસે સમય નથી. કિશોર જિકાદરા આ માનસિકતા તપાસે છે…

રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?
આંખ સામે એક પંખી ભસ્મ થાતું
એક પંખી થાય બેઠું રાખમાંથી

The Spiritual Meaning of Phoenix Bird: Rebirth, Renewal, and Transformation - Hidden Significance

ફિનિક્સ પંખી વિશે એવું કહેવાય છે કે એ રાખમાંથી પણ બેઠું થાય છે. આપણી જિંદગીમાં પણ કેટલોક તબક્કો એવો આવે કે આપણે તૂટી જઈએ, ફૂટી જઈએ, ખૂટી જઈએ, છિન્નભિન્ન થઈ જઈએ. આવા સમયને પસાર થવા દેવો પડે.

How to Maintain Balance in Midst of Difficult Times | by Sam Chen | Medium

પાનખર પછી વસંતનો ઇંતઝાર દરેક જિંદગી કરતી હોય છે. ખરાબ સમય વીતી જાય પછી હરદ્વાર ગોસ્વામી કહે એવો અહેસાસ થઈ શકે…

ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે
દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે
પાંપણે કોઈના પગરવ થાય છે

લાસ્ટ લાઈન

નાના મોટા રોજ ઝઘડા થાય છે
એ ઘરે પણ સાંજે દીવા થાય છે

અણગમા તો હોય, એમાં શું થયું
વાળુ કરવા સૌએ ભેગા થાય છે

વૃક્ષને શું અમને પણ ગમતું નથી
ડાળ પરથી પાન છૂટા થાય છે

રસ્તે રસ્તે સૌને પૂછે, કેમ છો
એથી વારંવાર મોડા થાય છે

કોઈ સમજે આપણી નબળાઈને
કોઈ આવીને હથોડા થાય છે

તીર જેવું બોલતા’તા, ને હવે
સ્મિત દઈને કેવા ભોળા થાય છે

હું ખૂલીને વાત કરવા જાઉં ત્યાં
માણસો સીધા જ પડદા થાય છે

કોઈ ખોબે ખોબે ઢોળે છે બધું
કોઈ માટે ફંડફાળા થાય છે

~ દિનેશ કાનાણી
~ ગઝલસંગ્રહઃ
ઋણાનુબંધ

Leave a Reply to દિનેશ ડોંગરે નાદાનCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment