|

“સાવ ખોટી છે…!” અને “ઈશારો કરે છે…! ~ બે ગઝલ ~ ભાવિન ગોપાણી

૧.    “એક ઈચ્છા સાવ ખોટી છે…..”

ગગનને ડ્હોળવાની એક ઈચ્છા સાવ ખોટી છે
ધુમાડો થઈ જવાની એક ઈચ્છા સાવ ખોટી છે

તિખારાને ખભા પર ઉંચકી ફરવું છે આખું વન
રિસાયેલી હવાની એક ઈચ્છા સાવ ખોટી છે

વિતેલા વર્ષનો ચ્હેરો ફરીથી પામવા માટે
અરીસો ખોદવાની એક ઈચ્છા સાવ ખોટી છે

થશે સરખામણી તો દર્દ વધવાનું જ છે આખર,
ઉદાસી જોખવાની એક ઈચ્છા સાવ ખોટી છે

પડે છે આપમેળે જ્યાં કહેલી વાતનો પડઘો
ફરીથી બોલવાની એક ઇચ્છા સાવ ખોટી છે

છે એવું ભાગ્ય કે હકનુંય કંઈ પામી નથી શકતા
ખજાનો શોધવાની એક ઈચ્છા સાવ ખોટી છે

મજા આવે છે જ્યાં સૌને તમારી રાહ જોવામાં,
સમયસર પહોંચવાની એક ઈચ્છા સાવ ખોટી છે

સ્વયંના પ્રાણ છે જેમાં એ ચિંતાના કબૂતરનું
ગળું મચકોડવાની એક ઈચ્છા સાવ ખોટી છે

      –       ભાવિન ગોપાણી

૨.   “ઈશારો કરે છે…!”

Leave a Reply to હરીશ દાસાણી.મુંબઈCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment