તારા ગયાના કેટલા મિનિંગ (ગઝલ) ~ ગિરીશ મકવાણા

https://www.thestar.com
તારા ગયાના કેટલા મિનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઈવનિંગ થઈ શકે
ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા
કાગળમાં શબ્દ-તારથી અર્થિંગ થઈ શકે
સ્કૂટરની બૅક્સીટથી ડોકાઈ જાય જે
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે
ઍનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે?
ઓગાળી તારી યાદનો આઈસ હાથમાં
હોવાના હંસથી પછી સ્વમિંગ થઈ શકે
~ ગિરીશ મકવાણા
(“ગીતિકા”: સંપાદન – સુરેશ દલાલ)
વાહ….મજાનો ઉપક્રમ…ગમે એવો છે..
–
કવિશ્રી ગિરીશ મકવાણાની” તારા ગયાના કેટલા મિનિંગ સ રસ ગઝલ
ગુજરાતી ઇંગ્લિશ શબ્દોનું મીકસિંગ થઇ શકે
ગઝલમાંના અર્થ નું ક્યારેય ડબીંગ થઇ શકે ?