ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહ: ખડિયાની આરપાર ~ નીરવ વ્યાસ (વડોદરા)

જેમની ખાતર ઘરેથી નીકળ્યા
એ અમારા ભીતરેથી નીકળ્યા
*
પેન્સિલને છોલી નાખવાથી કંઈ નહીં વળે
જો થઈ શકે તો આપ સમજણને અણી કરો
*
અમે જન્મ્યા હતા, ત્યારે હતી માસૂમિયત કિંતુ
પછી એવું બન્યું કે રોજના ચહેરા થયા બે-ત્રણ
*
ચાહ્યા કરો બસ કોઈને, કંઈ પણ કહ્યા વગર
એ પણ ઇબાદત છે, ઇબાદતનો પ્રકાર છે
*
સામે કિનારે તું જ છે બસ એમ ધારીને
તાક્યા કરું છું હું તને દરિયાની આરપાર
*
ડર રહે છે સતત ઊઘડવાનો
જીર્ણ ઢાંકણ લગાવી રાખ્યું છે
*
આપણા જોવામાં ના આવી કદી
આપણે બસ સાંભળી છે, જિંદગી
*
ખરીદવાની રમકડું ના કહે છે, જોઈને લેબલ
કે સંતાનો સમજણાં થાય છે, બસ થેંક યુ, ભગવન
*
આંખને દૈ દેજો અંધાપો મગર
કોઈ ખૂણો આંધળો ના દૈ જતા
*
પાત્રમાં છે એક દાણો માંડ ને
સંતજી આવી ગયા પલટન લઈ
*
તારા લખેલ પત્રો ને વસ્ત્રાૅ ને હેર-પિન
હું આવી-આવી ચીજોને વળગીને રહી ગયો
*
પદ, ગઝલ, સોનેટ, મુક્તક, હાઇકુ
ગીત કે આખ્યાન, કેવળ તું જ છે
*
બે જ બાળક રમે છે આંગણમાં
ચાંદ-તારા વિખેરી બેઠા છે
*
એક હદ કરતાં ખુશી જ્યારે વધે
જિંદગી ગમગીન થાતી જાય છે
*
જ્યાં જરૂરી હોય ત્યાં આ જાત જેવી જાતને
ગૂંચળું વાળીને ગજવામાં મુકાવી જોઈએ
*
બુઠ્ઠા સમયને તીક્ષ્ણ એવી ધાર આપવા
છોલાઉં છું જાતે, મને આકાર આપવા
~ નીરવ વ્યાસ (+91 99251 59054)
ગઝલસંગ્રહ: ખડિયાની આરપાર
પ્રકાશકઃ સાયુજ્ય પ્રકાશન
એ-228, સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા – 390023
ફોનઃ 99980 03128
chandaranas@gmail.com
ભાઈ નિરવભાઈના ગઝલસ્વરૂપના વર્ષોના અભ્યાસનું નવનીત એટલે આ ગઝલ સંગ્રહ. એક સારું પુસ્તક પ્રકાશિત કરવાનું થાય એટલે પ્રકાશકને પણ મજા પડે. આ પુસ્તકના પ્રકાશક તરીકે અમને ખૂબ આનંદ થાય છે અને ગૌરવની લાગણી થાય છે. હિતેનભાઇ, આપની આ નોંધમાં પ્રકાશની સુપેરે નોંધ લેવા બદલ ખુબ ખુબ આભાર.
All too too good
The Best : Keval Tu Chhe :
આભાર, હિતેનભાઈ.
વંદન આપની કાવ્યપ્રીતિને…. 🙏
–
–
બધા શેર સ રસ
આ શેર વધુ ગમ્યો
બુઠ્ઠા સમયને તીક્ષ્ણ એવી ધાર આપવા
છોલાઉં છું જાતે, મને આકાર આપવા
ધન્યવાદ નીરવ વ્યાસ…
Very nice collection
Keep it
Congratulations