ફર્યા કરે (ગઝલ) ~ તાજા કલામને સલામ (૨૦) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: રિન્કુ રાઠોડ ‘શર્વરી’ ~ આસ્વાદઃ સપના વિજાપુરા

ગઝલ ~ ફર્યા કરે

તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?

આધાર લઈને ભીંતનો ઊભી રહી ક્ષણિક,
ત્યાં પોપડા સહિત હયાતી પણ ખર્યા કરે.

લોકોની જેમ આંગળી ચીંધી શકે નહીં,
તું આયના સમીપ જઈ નાહક ડર્યા કરે.

જીવન વિશે હૃદય! મને સાચો જવાબ દે,
ધબકાર હોય છે કે તું બસ થરથર્યા કરે?

આ વારતાનો અંત પણ હું માંડ લાવું છું,
પ્રત્યેક પાને તે છતાં તું અવતર્યા કરે.

 ~ રિન્કુ રાઠોડ ‘શર્વરી’
~
આસ્વાદ: સપના વિજાપુરા

યુવા કવયિત્રી રીન્કુ વજેસિંહ રાઠોડ ‘ શર્વરી’ મૂળ નવાગામ જિલ્લો દાહોદના વતની અને હાલમાં ગાંધીનગર સ્થિત છે. વ્યવસાયે નાયબ સેક્શન અધિકારી છે. તેમનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે જેનાં નામ 1) અક્ષર સાડા પાંચ -ગઝલસંગ્રહ, 2) દ્રશ્યો ભીને વાન – કાવ્યસંગ્રહ અને 3) તો તમે રાજી – ગઝલસંગ્રહ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર 2020માં અને રાવજી પટેલ એવોર્ડ – 2021 મળેલ છે. તે સિવાય બીજા અનેક પુરસ્કાર પણ મળેલાં છે.

No photo description available.
રાવજી પટેલ એવોર્ડ – 2021

ઉપલબ્ધિઓમાં GPSC સહિતની ૩૩ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થયાં છે. એમની રચનાઓ શબ્દસૃષ્ટિ, શબ્દસર, કવિતા, કવિલોક, ધબક વગેરે સામયિકોમાં પ્રગટ થઈ છે. દિલ્હી સાહિત્ય અકાદમી સહિતની અનેક સંસ્થાઓ દ્વારા આયોજિત કવિ સંમેલનમાં કાવ્યપાઠ કરેલો છે. દૂરદર્શન સહિત વિવિધ ટેલિવિઝન ચેનલો અને આકાશવાણી દ્વારા આયોજિત કાર્યોક્રમોમાં અનેક વાર કાવ્યપઠન કરેલું છે.

કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’ આપણને એક સુંદર ગઝલ આપે છે.

તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?

પ્રિય વ્યક્તિ શારીરિક રીતે તમારાથી દૂર થઇ જાય, પણ ખરેખર એ મનથી દૂર થાય છે ખરી? એનો સતત અભાવ હૃદયમાં રહ્યા જ કરે! એ એક નામ હૃદયમાં ગૂંજ્યા કરે. એ એક નામની ચર્ચા હૃદયમાં થયા કરે! આ કોણ છે જે હૃદયમાં જે તારું નામ લઇ ફર્યા કરે છે? વ્યક્તિ દૂર ચાલી જાય તો પણ એનું નામ હૃદયમાં ગુંજ્યા કરે. “ગુંજતા હું જો દિલ મેં તો હૈરાન હો કયું , મૈં તુમ્હારે હી દિલ કી તો આવાઝ હું, સુન સકો તો સુનો ધડકનો કી ઝુબાં!” વીરઝારા!

Main Yahaan Hoon | Veer Zaara (2004) | Shahrukh Khan, Pretty Zinta | Udit Narayan | Hindi Top Song - YouTube

મન એકલું રહેતું નથી. મનમાં સતત એના અભાવની ચર્ચા રહે છે. જે હૃદયમાં બિરાજમાન છે એ વિચારો પર રાજ કરે છે. એ રક્ત બનીને નસોમાં ફર્યા કરે છે.વ્યક્તિનું પાસે હોવું જરૂરી નથી. વ્યક્તિની યાદ સતત ગૂંજ્યા કરે. તું જહાં રહે તું કહીં ભી રહે, તેરી યાદ સાથ હૈ. બે પંક્તિના આ શેરમાં કવયિત્રી કોઈના ના હોવા છતાં હૃદયમાં રહેતી એ વ્યક્તિનો અભાવ કેટલો છે તે જણાવી દીધું.

આધાર લઈને ભીંતનો ઊભી રહી ક્ષણિક,
ત્યાં પોપડા સહિત હયાતી પણ ખર્યા કરે.

Free Photo of Woman Leaning Against Wall Stock Photo

કોઈના સહારે જિંદગી કાઢવી અને એ સહારાનો આધાર જિંદગીભર લેવો કેવો ક્ષણભંગૂર નીકળે છે. એ આધાર જ પાંગળો નીકળે તો! તમારી હયાતી પણ ખરતી જાય! એ આધારના પોપડાની જેમ ખરતો જાય અને જીવન પણ પૂરું થતું જાય. આવા સંબંધનો અંત લાવવો જ રહ્યો.

વોહ અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન ઉસે એક ખૂબસૂરત મોડ દે કર  છોડના અચ્છા!

જે સંબંધ તમારી હયાતીને ધીમે ધીમે ઓછી કરતો જાય એ સંબંધ તોડવામાં ભલાઈ છે. ધીમે ધીમે સાબુની ગોટીની જેમ ઓગળવું એના કરતા પથ્થર બની ટકરાઈ જવું સારું!

લોકોની જેમ આંગળી ચીંધી શકે નહીં,
તું આયના સમીપ જઈ નાહક ડર્યા કરે.

Handsome man looking in mirror - a Royalty Free Stock Photo from Photocase

દર્પણ જૂઠ ના બોલે. દર્પણ સત્ય જ બોલશે. લોકોની ઉડાડેલી વાતો પર આંગળી નહિ ચીંધે! એ ખામોશ છે. જે સામે છે એજ બતાવે છે. દર્પણ સામે જવા માટે ડરવાની જરૂર નથી. એ લોકોની જેમ વાતો ઘડી નહીં કાઢે.

Common Types and Styles of Antique Mirrors | LoveToKnow

માણસ જ્યારે પોતાની આંખ સામે આંખ મેળવી શકે ત્યારે એને આયનાથી ડરવાની જરૂર નથી. જો તમે સાચા હો તો ડરવાની જરૂર નથી. દર્પણ તો જેવું ચિત્ર બતાવશો એનો જ આભાસ બતાવે છે.

જીવન વિશે હૃદય! મને સાચો જવાબ દે,
ધબકાર હોય છે કે તું બસ થરથર્યા કરે ?

આહ નીકળી જાય એવો શેર બન્યો છે. હૃદયનું ધડકવું એ જીવન હોવાની નિશાની છે. પણ ખરેખર હૃદયનું ધડકવું એજ જીવન છે? કવયિત્રી હૃદય પાસે જવાબ માંગે છે. મારા ધબકારમાં જીવન છે કે નહીં? કે તું ખાલી થરથર્યા કરે છે?

શ્વાસનું આવવું જવું કે હૃદયનું ધડકવું એ જીવન છે? થરથરવું એ ડરની નિશાની પણ છે. કોઈના ડરથી થરથરી જવું. હૃદયના ધબકારમાં કેટલાય ભાવ હોય છે. પ્રેમથી ભીંજાવું, કોઈને જોઈને ધબકાર ચૂકી જવું, ગુસ્સાથી કંપી જવું. અને કોઈને જોઈને શરમથી ધબકી જ જવું. જો હૃદય સાચો જવાબ આપે તો! હૃદય પાસે કવયિત્રી જવાબ માંગે છે, બોલ મારામાં જીવન છે કે નહિ?

આ વારતાનો અંત પણ હું માંડ લાવું છું,
પ્રત્યેક પાને તે છતાં તું અવતર્યા કરે.

The films and me: What's stopping the two? (Saraswatichandra)

વાર્તા હોય કે શાયરી હોય તો જ અવતરે જો હૃદયમાં પ્રેમ હોય! ગઝલનો વાર્તાનો અંત આવે છે, પણ પાને પાને તું જ અવતર્યા કરે! મત્લાનો શેર યાદ આવી ગયો.

તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?

જે વ્યક્તિ હૃદયમાં ગૂંજતી હોય તે પાને પાને અવતરી શકે છે.એ દ્રષ્ટિથી દૂર છે પણ મનથી નહીં. ગઝલ પૂરી કરવાનું મન થતું નથી. કારણકે પાને પાને તું જ દેખાય છે. ફરી બીજી વાર્તા બીજી ગઝલ શરુ થશે પણ તું જ હોઈશ પાને પાને! તું હી રે તેરે બીના કૈસે જીયું?

વાર્તાનો અંત તો લાવવો છે. માંડ કરીને વાર્તાનો અંત લાવું, પણ તું પાને પાને દેખાય છે અને વાર્તા પુરી થતી નથી. આ લેખનની જારી રહે. જ્યાં સુધી વાર્તામાં તારું નામ ના આવે ત્યાં સુધી વાર્તા ક્યાં પૂરી થાય છે?

આંખથી ઓજલ પણ નજરની સામે જ છે તું! સુંદર પ્રેમથી ભરપૂર ગઝલ!

***

Leave a Reply to saryu parikhCancel reply

One Comment