Audio Song #9 ~ ગીત: આવશે જરૂર કોઈ બળતે બપોર ~ કવયિત્રી: નંદિતા ઠાકોર ~ સ્વરકાર: અસીમ મહેતા ~ સ્વર: દર્શના શુક્લ
મ્યુઝિક આલબમઃ
વાત તારી ને મારી છે
Audio Song # 9
YouTube Link:
Apple Music Link:
https://apple.co/3dmMdmq
Spotify Link:
https://spoti.fi/3SLeXpc
Lyrics:
આવશે જરૂર કોઈ બળતે બપોર
એથી આંગણે મેં રોપ્યો ગુલમ્હોર
શેરીમાં પાંદડાંઓ ખખડે તો અણધાર્યો
અવસર માનીને હું દોડું
ખોબો ભરીને પછી ઉંબરિયે વેરું આ
કેસરિયું વ્હાલ થોડું થોડું
વેળાને આંગળીને વેઢે પરોવી
રહું ગણતી હું આઠે પહોર
સપનાંઓ ધોધમાર વરસે વરસે ને કાંઇ
ભીંજાતા જાય ચૌદ લોક
તોરણની જેમ ઝૂલે નજરો આ બારણે
કે પગરવ થઇ ડોકાશે કોક
હૈયામાં ઉછરતી રાખી છે એવી
મેં ભીની કંઈ ઝંખનાની કોર
~ કવયિત્રી: નંદિતા ઠાકોર
~ સ્વર-સંગીત સંકલનઃ: અસીમ મહેતા
~ સ્વર: દર્શના શુક્લ
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ:
આપણું આંગણું બ્લોગ
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946
(‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી છેલ્લી પ્રસ્તુતિ-૯)
નોંધ: દર અઠવાડિયે સોમવારે ઓડિયો આલબમમાંથી એક નવું સ્વરાંકન બ્લોગમાં મુકાય છે. આ પોસ્ટ સાથે સુગમ સંગીતના કુલ ૯ ગીત-ગઝલની પ્રસ્તુતિ અહીં સંપન્ન થઈ છે.)
By the time this Gulmohor gives flowers….that someone will Definitely come…!!
Nilesh Amin
નંદિની ઠાકોર ની કલમે લખાયેલું
સુંદર સર્જન
આવશે કોઈ બળતી બપોરે ….
ખુબજ મધુર સ્વર