નટથી લઈ નટવર સુધી (ગઝલ) ~ મીનાક્ષી ચંદારાણા

નટથી લઈ નટવર સુધી, ને કાજીથી કાફર સુધી
પ્રેમીઓ બદલીને હું પહોંચી ગઈ ઈશ્વર સુધી

લોક ઠાલા લોભવશ ગ્યા છેક રત્નાકર સુધી
મા તૃષાદેવીએ પહોંચાડી મને ગાગર સુધી

મૌનનું એક તીર પહોંચે છેક અંતરતર સુધી
એ જ વાતો શબ્દ થઈ પડઘાય મન્વંતર સુધી

હા, હરેક મેવાડ પૂછશે જન્મ-જન્માંતર સુધી
મ્હેલ મૂકીને જશો શું એક મુરલીધર સુધી?

સોળ શણગારો સજી, સિંદૂરથી લઈ ઝાંઝર સુધી
જાણીતું પિંજર તજી, ચાલો નવા પિંજર સુધી!

~ મીનાક્ષી ચંદારાણા

સંપાદનઃ પરિયાણ કવિસંગતની કવિતા
સંપાદકઃ અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા
પરામર્શકઃ ગુલામ અબ્બાસ નાશાદ

પ્રકાશકઃ સાયુજ્ય પ્રકાશન
એ-228, સૌરભ પાર્ક
સુભાનપુરા, વડોદરા-390023
ફોનઃ 999800 03128 / 96012 57543
Email: chandaranas@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. બહોત ખૂબ !
    .
    લોક ઠાલા લોભવશ ગ્યા છેક રત્નાકર સુધી
    મા તૃષાદેવીએ પહોંચાડી મને ગાગર સુધી

    મૌનનું એક તીર પહોંચે છેક અંતરતર સુધી
    એ જ વાતો શબ્દ થઈ પડઘાય મન્વંતર સુધી

    આ શેરો તો ખૂબ ગમ્યા