“આપણું આંગણું” પાંચ વર્ષ પૂરાં કરે છે ~ પ્રારંભ : ૧૩ નવેમ્બર ૨૦૨૦ ~ સંપાદકીય લેખ ભાગ (૧)
“પગલું માંડું હું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ”
સૌ પ્રથમ તો ‘આપણું આંગણું’ બ્લૉગના પ્રણેતા જયશ્રી વિનુ મરચંટ અને પ્રમુખ સંપાદક હિતેન આનંદપરા વતી સૌને ગૌરવપૂર્વક વંદન. અમેરિકામાં રહી અનેકવિધ જવાબદારી સંભાળનાર હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ અને ટહુકો ફાઉન્ડેશનના જયશ્રી ભક્ત વતી અંત:કરણપૂર્વક આભાર.
તા. ૧૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ ધનતેરસના દિવસે `આપણું આંગણું’ બ્લૉગની મનતેરસ શરૂ થઈ હતી. આજે ૧૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ આ સફરને પાંચ વર્ષ પૂરાં થાય છે ત્યારે દિવાળી જેવું લાગે છે. આ અવસરે પ્રવૃત્તિને પ્રેમાળ પ્રતિસાદ આપનાર સર્વ સ્નેહીઓનો અમારી ટચૂકડી ટીમ વતી અનહદ આભાર.
કોરોના કાળની શિથિલતા બ્લૉગને સક્રિય કરવામાં નિમિત્ત બની. પ્રારંભમાં ઑનલાઈન યંત્રણાનો ડર લાગતાં આહ નીકળી જતી, પણ સમય જતાં બ્લૉગના માધ્યમથી એ વાહ બનતી ગઈ.
ZOOMના માધ્યમથી દૂરદરાજ રહેતા અપરિચિત સર્જકો સાથે પરિચય થયો. વિવિધ શિબિરોના ઍડમિન સાથે તો એવો ઘરોબો કેળવાયો કે જાણે પરિવારનું ઈમોશનલ ઍક્સટેન્શન હોય.

લેખકો-કવિઓ, પ્રશિક્ષકો, વાચકો, દાતાઓ અને વડીલોનો જે સ્નેહ-સથવારો અમને સાંપડ્યો છે, એના કારણે આ પડાવે પહોંચી શક્યા છીએ. મર્યાદિત સંસાધનોના વિનિયોગથી અમર્યાદિત સંતોષ મળશે એવું ખરેખર ધાર્યું નહોતું. સારા કામમાં ઈશ્વર મદદ કરે જ છે એ સત્ય અવારનવાર સામે આવીને ઊભું છે.
આ પાંચ વર્ષની સફર દરમ્યાન અનેક પ્રતિભાવંત કલમો સાથે પરિચય થયો. અમે કોઈને મંચ આપ્યો છે એવો દાવો હરગિઝ નથી. અમે કોઈને લખતા કર્યા એવો અહંકાર લેશમાત્ર નથી. હા, અનેક લોકોની અભિવ્યક્તિમાં અમે નિમિત્ત માત્ર બન્યા એનો અપાર આનંદ જરૂર છે.
પાંચ વર્ષ દરમ્યાન મુકાયેલી વૈવિધ્યસભર પોસ્ટની વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે તો પાંચ વર્ષમાં થયેલા ૭૦થી વધુ કાર્યક્રમોનું વિહંગાવલોકન કરીએ.
વૈવિધ્યસભર કાર્યક્રમો
- એકલતાની બાદબાકી ને એકાંતનો સરવાળો
- રૂમી અને ગાલિબ
- સૂર-શબ્દની સંગત
- વિદેશિની પન્ના
- ફોરમ ફાધર વાલેસની
- ગાંધી હતા, છે ને રહેશે
- વાર્તા શિબિર-૧
- શબ્દની આંખે, સૂરની પાંખે
- વાર્તાલેખનની ચાલણગાડી
- પ્રાચીના અર્વાચીના
- જીવનમાં અધ્યાત્મ
- તમે વાતો કરો તો થોડું સારું લાગે
- સિનેમાઃ આર્ટ ઑફ સ્ટોરી ટેલિંગ
- અથશ્રી
- વાલ્મીકિ રામાયણની ચરિત્રચિત્રણ દ્વારા પ્રસ્તુતતા
- કબીરવાણીના દેશમાં
- જીવો અને જીવી બતાવો
- વાર્તા શિબિર-૨
- વાર્તા શિબિર-૩
- વાત તારી ને મારી છે
- ગઝલ શિબિર-૧
- ગીત શિબિર
- લલિત નિબંધ શિબિર-૧
- તાજા કલામને સલામ
- કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્
- મેટ્રો-મિલન
- સુગમ સંગીતની બેઠક
- શ્યામ સમીપે
- અનુવાદ શિબિર
- સર્જન-વંદનાઃ ઉમાશંકર જોશી
- ગુજરાતી ટાઈપીંગ શિબિર
- ગુજરાતી લેખન વ્યવસ્થા અને જોડણી વિચાર
- પ્રજ્ઞાચક્ષુ કવિઓનું કવિ સંમેલન
- અછાંદસ કાવ્ય લેખન શિબિર
- સંકેતવિજ્ઞાન શિબિર
- નવલકથા લેખન શિબિર
- લિવિંગ રૂમ મહેફિલ (કુલ ૭ મહેફિલ)
સહયોગી / સંસ્થાઓના સહકારથી યોજાયેલા કાર્યક્રમોઃ
- ભીંત ફાડીને પીપળો ઊગ્યો
- આધી આધી જિંદગી
- ગીત-ગઝલની ગુંજતી મહેફિલ
- મારું જીવન એ જ મારી વાણી
- વૃષાલી
- લેખિની આઝાદી વિશેષાંક-૭૫
- હેપ્પી બર્થ-ડે પ્રિય પન્નાબહેન
- ભાષાવિજ્ઞાન શિબિર
- અછાંદસ કવિતા લેખન શિબિર
- લલિત નિબંધ શિબિર-૨
- માત્રામેળ અને અક્ષરમેળ છંદ શિબિર
- ચિત્રપટ શિબિર
- ગઝલ શિબિર-3
- સ્વદેશિની – વિદેશિની
- દૂરના આવે સાદ
- ગઝલ શિબિર સોપાન-૨
- સર્જક સાથે સંવાદ
- શાયરાના
- “આગણું ગઝલ”નું વિમોચન
- કેવળ સફરમાં છું
- ઊડે તેજનો ગુલાલ
- વૉશિંગ્ટનથી બોસ્ટન
- ગૌરાંગ ઠાકર – હર્ષવી પટેલ ગઝલસંગ્રહ વિમોચન
- અમે ગીતોના માણસ રે લોલ
- વાર્તાવિશેષઃ રઈશ મનીઆર
- પ્રકૃતિના પગલે પગલે
- વર્ષામાં વસંત
- જોડણી શિબિર
- મેટ્રો-મિલન
- કાલાતીત મૂર્તિશાસ્ત્ર
(નોંધ: દર અઠવાડિયે અગાઉ થયેલા કેટલાક મહત્ત્વના કાર્યક્રમોની યુટ્યુબ લિંક મૂકીશું. ખાસ કરીને વિવિધ શિબિરની લિંક, અભ્યાસુઓને ઉપયોગી નીવડશે.)
વિવિધ ઑનલાઈન – ઑફલાઈન કાર્યક્રમોમાં સહભાગી વક્તાઓ, કલાકારો, કવિઓ–લેખકો, પ્રશિક્ષકો
(બધા કાર્યક્રમના કાર્ડ મળ્યા નથી એટલે કેટલાક નામો રહી જવાની શક્યતા છે તે બદલ આગોતરી ક્ષમા)
જેમના પર હક જતાવી શકાય એટલો પ્રેમ આપનાર વંદનીય પ્રશિક્ષકોઃ
મણિલાલ હ. પટેલ, બાબુ સુથાર, રઈશ મનીઆર, વિવેક મનહર ટેલર, નિસર્ગ અહીર, નિયતિ અંતાણી, સેજલ શાહ, પન્ના, પન્ના ત્રિવેદી.
આદરણીય વક્તાઓ:
ભાગ્યેશ જ્હા, ડૉ. નિરંજન રાજ્યગુરુ, વિજયભાઈ પંડ્યા, દલપત પઢિયાર, ડૉ. સતીશ પટેલ, શોભિત દેસાઈ, રમેશ તન્ના, ડૉ. રમજાન હસણિયા.
સહભાગી કવિ-લેખક-કલાકાર-સંયોજક :
સેજલ પોન્દા, સનત વ્યાસ, અલ્પના બૂચ, ઉત્કર્ષ મઝુમદાર, જય વિઠલાણી, ક્રિષ્ના ઓઝા, રિંકુ રાઠોડ ‘શર્વરી’, ગિરિમા ઘારેખાન, લતા હિરાણી, ડૉ. ફાલ્ગુની શશાંક, ભૂમિ પંડ્યા, પ્રશાંત સોમાણી, દીપક ત્રિવેદી, શૈલેષ પંડ્યા `ભીનાશ’, હર્ષિદા ત્રિવેદી, ગોપાલી બૂચ, દિના છેલાવડા, અમિતા શુક્લ, ઉષા મઢીકર, ડૉ. સંજીવ ધારૈયા, પૂર્ણિમા ભટ્ટ, ભાર્ગવી પંડ્યા, વિરલ શુક્લ, મીનાક્ષી વખારિયા, ડૉ. કલ્પના દવે, નયના પટેલ, ડૉ. નલિની મડગાંવકર, ઉષા ઉપાધ્યાય, રીંકુ પટેલ, સંજય પંડ્યા, અજય વખારિયા, પૂજા પરમાર, ડૉ. પ્રીતિ જરીવાલા, માના વ્યાસ, સુલેખા બક્ષી, કામિની મહેતા, જાગૃતિ ફડિયા, દીપક મહેતા, પ્રતિમા પંડ્યા, સુરેશ અવૈયા, ભદ્રાયુ વચ્છરાજાની, તત્સવી સંપટ, સોનલ પરીખ, દિલીપ રાવલ, રાજુલ દીવાન, રવિરાજ રાવલ, વિનોદ જોશી, પન્ના ત્રિવેદી, વર્ષા દાસ, રંજના હરીશ, મુકેશ જોષી, ઉદયન ઠક્કર, ભાવેશ ભટ્ટ, મિલિંદ ગઢવી, અનીલ ચાવડા, ભાવિન ગોપાણી, પારુલ ખખ્ખર, યામિની વ્યાસ, શ્વેતા તલાટી, પન્ના ત્રિવેદી, ડૉ. રેણુકા સોની, નીલેશ ગોહિલ, માધવ રામાનુજ, જય વસાવડા, યોગેશ શાહ, વર્ષા અડાલજા, શોભિત દેસાઈ, ડૉ. રઈશ મનીઆર, ડૉ. વિવેક મનહર ટેલર, ડૉ. પ્રતાપ પંડ્યા, સુષમા શેઠ, મેહુલ બૂચ, મેઘા જોષી, ડૉ. નિરંજના જોશી, આશા વીરેન્દ્ર, ડૉ. ભૂમા વશી, ભારતી વોરા, વિજય બ્રોકર, શબનમ ખોજા, મનીષા શાહ, અંજના ગોસ્વામી, પારુલ બારોટ, હિમાદ્રી આચાર્ય દવે, શિલ્પા શેઠ, સ્નેહલ જોષી, પ્રતાપ સચદેવ, ધર્મેન્દ્ર ત્રિવેદી, લિપિ ઓઝા, મકરંદ મુસળે, શૈલેષ પંડ્યા ‘નિઃશેષ’, અમિત ટેલર, દીપક ઝાલા ‘અદ્વૈત’, ડૉ. હરીશ ઠક્કર, ડૉ. પ્રણય વાઘેલા, ડૉ. સૂરજ કુરિયા, પૃથા મહેતા સોની, મેધાવિની રાવલ, મિતા ગોર મેવાડા, સુનીલ શાહ, રાજેશ રાજગોર, જ્હોની શાહ, અર્ચના શાહ, મૈધિશ વૈદ્ય, હિમાંશુ ઠાકર, નેહલ વૈદ્ય, સંજય વૈદ્ય, નંદિની ત્રિવેદી, ઉર્વીશ વસાવડા, સ્નેહી ડૉ. ભારતી રાણે, પરમાર, હરીશ જસદણવાળા, હેમંત પુણેકર, જયશ્રી પટેલ, રણછોડભાઈ સોની, આશિકઅલી હિરાણી, લાભુભાઈ લાવરિયા, અનિકેત પરમાર, પિયુષ દવે, યાહ્યા સપાટવાલા, ડૉ. મુસ્તાક કુરેશી, હિમાંશુ પ્રેમ, ડૉ. પિયુષ પટેલ, રિપલકુમાર પરીખ, પ્રદીપ સંઘવી, ડૉ. મંજરી મુઝુમદાર, મુકેશ જોશી, મીનળ પટેલ, ડિમ્પલ આનંદપરા, ક્રિષ્ના પંડ્યા, જયશ્રી વિનુ મરચંટ, અંકિતા મારુ `જીનલ’, કાજલ શાહ, રશ્મિ અગ્નિહોત્રી, ડૉ. સ્વાતિ સૂચક, વિદ્યા ગજ્જર, નીરજા પારેખ, નિરાલી શાહ `સ્વસા’, ગીતા પંડ્યા, કિરણ બુચ, કિરણ મોટાણી, પરેશ મિસ્ત્રી, જિજ્ઞેશ દેખતાવાલા, ઈન્તેખાબ અનસારી, ગેબી લુવારવી, ગૌરાંગ ઠાકર, હર્ષવી પટેલ, મનજિત સિંગ, રેખા ત્રિવેદી, સ્નેહલ મુઝુમદાર, દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’, ડૉ. હિતેશ પંડ્યા, વાદ્યસંગત કરનારા કલાકારો અને અન્ય.
અમેરિકાસ્થિત સર્જકો–કલાકારો
પન્ના નાયક, નટવર ગાંધી, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, બાબુ સુથાર, મનીષા જોષી, સુચિ વ્યાસ, જયશ્રી મરચંટ, વિરાફ કાપડિયા, પૂર્વી મોદી-મલકાણ, કિશોર દેસાઈ, મધુ રાય, ગિની માલવિયા, વસુધા ઈનામદાર, રાજુલ કૌશિક, દેવિકા ધ્રુવ, નીલેશ રાણા, રાહુલ શુક્લ, પ્રીતિ સેનગુપ્તા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, અસીમ મહેતા, માધ્વી મહેતા, નંદિતા ઠાકોર, પ્રાર્થના જહા, મોના નાયક, હેમલ વૈષ્ણવ, પુલકિત શાહ, અનિલ ચાવડા, સપના વિજાપુરા, રશ્મિ જાગીરદાર, જિગીષા પટેલ, શિવાની દેસાઈ, દર્શના વારિયા-નાડકર્ણી, દર્શના શુક્લ, વિજય ભટ્ટ, નેહલ રાવલ, આસિમ રાંદેરીના વારસ, , લિવિંગ રૂમ મહેફિલમાં ભાગ લેનાર અનેક સ્નેહીઓ…
સહયોગી સંસ્થાઓઃ
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી, કલાગુર્જરી સ્થાપક સંસ્થા, લેખિની, શ્રી ઉમેશભાઈ દેસાઈ મેમારિયટ ટ્રસ્ટ, પરિચય ટ્રસ્ટ, શિવાજી હૉલ.
બ્લૉગને ઘડનાર અને સજાવનારઃ
જિજ્ઞેશ અધ્યારુ અને દક્ષેશ કોન્ટ્રાક્ટર `ચાતક’ને કારણે બ્લોગનો જન્મ અને એનું લાલનપાલન શક્ય બન્યું છે.
પાંચ વર્ષ પૂરાં થયાં પછી જવાબદારી વધવાની છે. એટલે જ વિવિધ લક્ષ્યો સાકાર કરવા ટહુકો.કોમ દ્વારા સુગમ સંગીતની અસીમ સેવા કરનાર “ટહુકો ફાઉન્ડેશન” અને “આપણું આંગણું”એ સ્નેહસભર જોડાણ કર્યું છે. આ સહયોગને કારણે પ્રવૃત્તિનો તબક્કાવાર વિસ્તાર થશે એવી આશા છે.
ટહુકો ફાઉન્ડેશન : http://www.tahukofoundation.org
સફરની ઉજવણી અને જોડાણ નિમિત્તે કેટલાક કાર્યક્રમો નિર્ધારિત છે, જેની આછી રૂપરેખા આ રહી:

(ક્રમશ:)
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ જયશ્રીબહેન 💐
સૌને સ્નેહપૂર્વક અભિનંદન અને શુભેચ્છા.
જયશ્રીબહેન, હિતેનભાઈ
“આપણું આંગણું”ની પાંચમાં વર્ષની ઝળહળતી સફળ સફર તેમજ ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણુંના જોડાણ માટે હાર્દિક અભિનંદન.
‘આપણું આંગણું’ને વિકસાવવા તમે બંનેએ મન મૂકીને જે મહેનત કરી છે એ ખરા અર્થમાં સાર્થક થઈ.
કેટલાય અર્થસભર, જ્ઞાનસભર કાર્યક્રમો અને શિબિરો જ્ઞાનપિપાસુ વાચકો, શ્રોતાઓએ માણી હશે એનો શ્રેય તમને બંનેને મળ્યો એ આનંદની વાત.
આવી અનેક સફળતાની યશકલગીથી ‘આપણું આંગણું’ શોભે એવી દિલથી શુભેચ્છા.
Congratulations to Organizers and All Participants. Wishing you all many success.
ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐
આપણું આંગણુંને વર્ષે ગાંઠ નિમિત્તે ખોબલે ખોબલે અભિનંદન અને. શુભેચ્છાઓ તથા ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણુંના સ્નેહ સભર જોડાણ માટે અભિનંદન અને શુભેચ્છાઓ 🌹🌹
વાહહહહ….
‘આપણું આંગણું’ ને વર્ષગાંઠની શુભેચ્છાઓ…
મારી નાનકડી પાંખો ને ઉડાનમાં આ આંગણુંએ મને એક આકાશ આપ્યું છે. મારાં અછાંદસ કાવ્યો, ગઝલો, સંસ્કૃત છંદના કાવ્યો, મોનોઈમેજ કાવ્યો અને લેખને બ્લોગમાં પ્રકાશિત કરી ઘણાં ભાવકો સુધી પહોંચાડવા માટે આદરણીય જયશ્રીબેન અને આદરણીય હિતેનભાઈનો અઢળક આભાર 🙏🙏
ટહુકો ફાઉન્ડેશન અને આપણું આંગણુંના સ્નેહ સભર જોડાણ માટે અભિનંદન અને શુભેચ્છાઓ 🌹🌹
આની જાહેરાત આદરણીય જયશ્રીબેને fremont માં ગાયિકા- કવયિત્રિ હેતલબેનને ઘરે કરી ત્યારે હું આવા સુંદર- શુભ પ્રસંગે હાજર હતી એનો મને ખૂબ આનંદ છે.
આગામી કાર્યક્રમો માટે શુભેચ્છાઓ 🌹🌹
આપણું આંગણું બ્લોગ દ્વારા સરસ રીતે ગુજરાતી સાહિત્ય વહેંચાય છે.વંચાય છે.ઘેર બેઠાં લેખન શિબિર દ્વારા ઘણું શીખવા મળ્યું છે. ટીમના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન 💐
અભિનંદન. અમે વાચક / જીજ્ઞાશુ તરીકે જોડાઈને નસીબદાર થયા છીએ. મબલખ આભાર.
આપણું આંગણું બ્લોગનાં સફળતાભર્યા પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ બ્લોગના તમામ સંયોજકોને અઢળક અભિનંદન. બ્લોગ થકી ગત બે વર્ષોમાં મને પણ ઘણું શીખવા મળ્યું તે બદલ સુશ્રી જયશ્રીબહેન મર્ચન્ટ શ્રી હિતેનભાઈ આનંદપરા અને સુશ્રી હેતલબહેન બ્રહ્મભટ્ટનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ સરસ, અભિનંદન , ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આપણું આંગણું ની યશસ્વી સિદ્ધિઓ અભિભૂત કરે એવી છે. ઝળહળતા રહો.
પ્રિય જયશ્રીબેન, પ્રિય હિતેનભાઈ અને સમગ્ર ટીમને અનેકાનેક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન
લતા જગદીશ હિરાણી
http://www.kavyavishva.com