અગિયાર હાઈકુ ~ વસુધા ઈનામદાર
૧.
ઝાકળ બિંદુ ,
ક્ષણભર વિસામો
લીલાં પાંદડે !
૨.
મારા મૌનનો
અર્થ બની વિસ્તર
વૃક્ષની જેમ !
૩.
આરોપનામું
કોર્ટમાં પતંગિયું ,
ચોરાયા રંગ !
૪.
બીડેલી આંખે
લે ઊગી છે ચણોઠી
સૂર્ય ઓગળ્યો !
૫.
નિશાનું વન ,
સોનેરી દાતરડે .
વાઢ્યું પરોઢે !
૬.
શાંત દરિયે
પવનનો માઉસ,
કરે સર્ફીંગ !
૭.
તું મારી સાથે ,
તડકામાં છાંયડે
ફરવા જેવુ !
૮.
આસું સારે છે
ખરેલી કળી જોઈ
મધમાખીઓ !
૯.
પ્રગટે જ્વાળા
સ્મશાનગૃહમાં, ને
થયો સૂર્યાસ્ત!
૧૦.
આંસુનો સિંધુ
કીકીઓને હીંચોળે ,
વિદાય ટાણે !
૧૧.
ચાંદો મલકે
ચાંદનીનાં ઝરુખે
ઉછળે સિંધુ !
– વસુધા ઈનામદાર ,
બોસ્ટન ,અમેરિકા
૧ -૭૮૧ -૪૬૨ -૮૧૭૩
આનંદ આવ્યો, હાયકુનો સંપૂટ માણીને. આભાર. ફરી લાભ મળશે, એવી ખેવના.