અગિયાર હાઈકુ ~ વસુધા ઈનામદાર

૧.
ઝાકળ બિંદુ ,
ક્ષણભર વિસામો
લીલાં પાંદડે !

૨.
મારા મૌનનો
અર્થ બની વિસ્તર
વૃક્ષની જેમ !

૩.
આરોપનામું
કોર્ટમાં પતંગિયું ,
ચોરાયા રંગ !

૪.
બીડેલી આંખે
લે ઊગી છે ચણોઠી
સૂર્ય  ઓગળ્યો !

૫.
નિશાનું  વન ,
સોનેરી દાતરડે .
વાઢ્યું પરોઢે !

૬.
શાંત દરિયે
પવનનો માઉસ,
કરે સર્ફીંગ !

૭.
તું મારી સાથે ,
તડકામાં છાંયડે
ફરવા જેવુ !

૮.
આસું સારે છે
ખરેલી કળી જોઈ
મધમાખીઓ !

૯.
પ્રગટે જ્વાળા
સ્મશાનગૃહમાં, ને
થયો સૂર્યાસ્ત!

૧૦.
આંસુનો  સિંધુ
કીકીઓને હીંચોળે ,
વિદાય ટાણે !

૧૧.
ચાંદો મલકે
ચાંદનીનાં ઝરુખે
ઉછળે સિંધુ !

     – વસુધા ઈનામદાર ,
        બોસ્ટન ,અમેરિકા
        ૧ -૭૮૧ -૪૬૨ -૮૧૭૩

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. આનંદ આવ્યો, હાયકુનો સંપૂટ માણીને. આભાર. ફરી લાભ મળશે, એવી ખેવના.