જન્માષ્ટમી નિમિત્તે ~ (અ) કટાર: અર્ઝ કિયા હૈ (બ) મુક્તક, શેર, ગઝલ : વિવિધ કવિઓ દ્વારા

(અ) કટાર: અર્ઝ કિયા હૈ
ગુજરાતી મિડ-ડે

ગોકુળાષ્ટમીની રાહ માત્ર ભક્ત નહીં, ખુદ સમય પણ જોતો હોય છે. અર્જુન વિરાટ સ્વરૂપ જોઈને ચકિત થયો હતો. આપણે બાળસ્વરૂપ જોઈને ગદગદિત થઈએ છીએ.

Krishna Janmashtami : इस जन्माष्टमी से पहले जाने, कृष्ण की बाल लालीओं के बारे में, क्या आप भी इन कहानियों को जानते हैं | Patrika News | हिन्दी न्यूज

બાળસ્વરૂપમાં સ્ત્રી-પુરુષના ભેદ ઓગળી જાય છે. તોફાની બાળક હોય તો કાનુડો કહીએ એ સમજ્યા પણ તોફાની બાળકી હોય તો સહજ રીતે કાનુડી બોલાઈ જાય છે. આજે આ કટાર કૃષ્ણાર્પણ કરીએ.

નીરજા પારેખ કહે છે એવી અસમંજસ ઘણાને થતી હશે…

છે પ્રભુ, તો પણ પ્રભુ જેવો કદી લાગે નહીં
કૃષ્ણ તું મારી સમજમાં કોઈ દિ’ આવે નહીં
મિત્ર લાગે, પુત્ર લાગે, લાગે છે તું રાહબર
પણ મને ભગવાનજેવી ભાવના જાગે નહીં

કૃષ્ણ અનેક ભૂમિકામાં યથોચિત ગોઠવાયા છે. એ ગોપીઓ સાથે મસ્તીખોર બન્યા તો રાક્ષસો સામે મહાપરાક્રમી બન્યા. એ ગોવાળ બનીને ગાયો ચરાવવા ગયા તો રાજા બનીને વૈભવી મહેલમાં પણ રહ્યા.

Krishna as King - Back to Godhead

એક તરફ એમણે યમુનામાં છલાંગ લગાવી તો બીજી તરફ ગીતા દ્વારા વિસ્તરેલી છલાંગ આજે યુગો સુધી લંબાતી રહી છે. ખરેખર તો શાશ્વત શબ્દને તેમણે સાચો અર્થ આપ્યો.

JYOTISAR" - Birth Place of Bhagwat Geeta - 360 Degrees Hinduism

રશ્મિ અગ્નિહોત્રી વિરોધાભાસને નિરૂપે છે…

ફેરવે ભારે સુદર્શન, જાણે ફૂલની પાંખડી
ભલભલા પર્વત ઊંચકતી એક ટચલી આંગળી
પ્રભુને છે ખબર સ્નેહની તાકાતની
બેય હાથે એણે ઊંચકી નાની અમથી વાંસળી

HD lord krishna playing flute wallpapers | Peakpx

વાંસળી દ્વારા પ્રભુએ માત્ર સૂર નથી વહાવ્યા, પ્રેમ વહાવ્યો છે. એવી કલ્પના કરવાનું મન થાય કે અંતિમ સમયે વાંસળીના મધમીઠા સૂર સાથે જીવ જાય તો સીધો જ કૃષ્ણના ચરણે પહોંચી શકે. કૃષ્ણજન્મના માહોલમાં મરણની વાત અજુગતી લાગે પણ કૃષ્ણએ માત્ર જન્મ દ્વારા જ નહીં, મૃત્યુ દ્વારા પણ સંદેશ આપ્યો છે.

Indus.heartstrings: Krishnavatar-The Conclusion

દરેકે પોતાનું કર્મ પૂરું કરી વિદાય લેવાની છે. એક જીવનમાં બધાં કામ પૂરા થઈ શકતા નથી. કિરણ જોગીદાસ `રોશન’ કૃષ્ણને સકારણ વિનવે છે…

તમે છોડી ગયા એવી રાધા અધૂરી છે
યુગોથી એક પાવન પ્રેમની ગાથા અધૂરી છે
ફરી અવતાર લઈ આવો ઘણાં ભેગા થયા છે કામ
યશોદાએ લીધેલી કેટલી બાધા અધૂરી છે

ફરીથી અવતાર લઈ આવે એવા એક, બે કે ત્રણ નહીં હજાર કારણ મળી આવશે. રાક્ષસો સતયુગમાં પણ હતા અને કળિયુગમાં પણ છે. ફરક એટલો કે હવે શિંગડા દેખાતા નથી. નોકરાણી, પોલીસ, ડૉક્ટર, પાર્ટીની કાર્યકર્તા વગેરે અનેક સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરનાર કર્ણાટકના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને જન્મટીપની સજા જાહેર થઈ છે.

Prajwal Revanna convicted of rape in the first case

વગનો ઉપયોગ ભોગ માટે કરતા આવા અનેક ગુનેગારો રાક્ષસોથી કમ નથી. એક દ્રૌપદીના ચીર પૂરનારો એક કૃષ્ણ ક્યાં ક્યાં પહોંચી શકે? છતાં જિતુ સોની કરે છે એ વાત સાર્થક થાય એવી આશા જરૂર કરીએ…

નવી નવી લીલા ફરીથી તું કરી શકે નહીં?
ફરી ફરી યુગે યુગે તું અવતરી શકે નહીં?
યદા યદા હી વાળી વાતનું સ્મરણ નથી તને?
પતન ધરમનું રોકવા પરત ફરી શકે નહીં?

Yada yada hi dharmasya mahabharat sloka | Premium Vector

ધરમનું પતન જ્યારે ધરમના જાણકારો કરે ત્યારે વધારે આઘાત લાગે. આશ્રમમાં અધ્યાત્મને બદલે લીલા આચરનારા બાબાઓ આપણી આસ્થા પર ખીલ્લા ખોડે છે.

પ્રજાનો પૈસો ઘર ભેગો કરનારા અધિકારીઓ, શાસકો, સ્કેમરો અનેક સુદામાને જન્મ આપે છે. આ બધું આપણને દેખાય છે તો શું પરમેશ્વરને દેખાતું નહીં હોય?

Rs 17.32 crore seized by ED in massive cash haul from Kolkata businessman in gaming app scam - India Today

દેખાતું હશે, પણ માણસજાત પોતાનું પતન પોતે જ નોતરી રહી હોય તો મારે વિસર્જનમાં શું કામ શક્તિ ખર્ચવી એવો કોઈ વિચાર એના મનમાં રમતો હશે. છતાં જિજ્ઞેશ ક્રિસ્ટી `સંગત’ કહે છે એવો અનુભવ ક્યારેક ને ક્યારેક દરેકને થયો હશે…

જ્યારે તમારા મનમાં વિકટ પ્રશ્ન આવશે
ગમ્મે તે રીતે કરવા મદદ કૃષ્ણ આવશે

લાસ્ટ લાઈન

Hare Krishna: Seeing Krishna Everywhere

નિષ્કામ છે, મદન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
પાણી છે ને અગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે

ગીતા સ્વરૂપ કાયમી સાથે જ હોય છે
યુગોનું જે કવન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે

બ્રહ્માંડ જેની સાક્ષી પુરે છે પળે પળે
જાતે ધરા ગગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે

સમજી શકો તો સાવ સરળ પાત્ર લાગશે
ચિંતન અને મનન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે

યોગી બની સમજશો કે શું કૃષ્ણ હોય છે
ઉત્થાન છે પતન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે

જો પામવો જ હોય તો પ્રેમી બની જુઓ
રાધા-મીરા મગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે

પામ્યો અમર ગઝલથી કનૈયાના પ્રેમને
કીર્તન, ગઝલ, ભજન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
~ સુનિલ કઠવાડિયા, વડોદરા

(બ) મુક્તક, શેર, ગઝલ : વિવિધ કવિઓ દ્વારા

૧.
Radha Ka Bhi Shyam Vo To Meera Ka Bhi Shyam

બની આજ રાધા પરમની દિવાની
થઈ જાણે મીરાં મદનની દિવાની
અગર મોક્ષ પામું એ આશા ધરીને
ચરણમાં છું બેઠી, શરણની દિવાની
~ પલ્લવી જોષી `સરિતા’

૨.
HariHarji: 'Shri Krishna-karnamrita:' Ninety-third Shloka
શોધવો ક્યાં તને, કૃષ્ણ તું ક્યાં નથી?
હર કણે તું વસે, કૃષ્ણ તું ક્યાં નથી?
તું અહીં તું તહીં, તું બધે વિસ્તરે
હર ઘટે તું શ્વસે, કૃષ્ણ તું ક્યાં નથી?
~ રમેશ મારુ “ખફા”

૩.
Flute Png Images - Free Download on Freepik
શ્યામ તારી બંસરીએ કેવા તે કામણ કર્યા
બાવરી થઈ રાધિકા ને મીરાંએ ભગવા ધર્યા
~ રોશન પાલનપુરી

૪.
Krishna Bansuri Logo Png - Shri Krishna Png Hd, Transparent Png - 800x566(#6727266) - PngFind
શોક્ય પણ જાણે સહેલી થઈ ગઈ
આજ રાધાએ કબૂલી વાંસળી
શૂન્ય સઘળું, સ્થિર છે સંસારમાં
શ્વાસ ફૂંકી દે સલૂણી વાંસળી
~ રૂપલ સંઘવી ‘ઋજુ’

૫.
creativity is god: Krishna -multicoloured person
કાન કાળો હો ભલે પણ નામ લઉં ત્યાં ભોર છે
હા, હજારો નામમાંથી એક માખણચોર છે
જેલના તાળા તૂટે ને પૂરમાં રસ્તો બને
જન્મતાની સાથમાં પરચાઓ ચારેકોર છે
~ અંકિતા મારુ ‘જિનલ’

૬.
Why is Lord Krishna Called Ranchod? - TemplePurohit
ઘણી લીલા કરો ત્યારે બને કંઈ
બનાશે કૃષ્ણ, શું રણ છોડવાથી?
~ હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ

૭.
SAMRIDDHI Gloss Laminated Lord Krishna and Govardhan Parvat Poster for Home (Vinyl, Multicolour) : Amazon.in: Home & Kitchen

ઊંચક્યો ટચલીએ ગોવર્ધન એણે
ડૂબતાં માટે કિનારો છે સખા
હાથમાં હથિયાર નહિ ભગવદ્ ગીતા
પાર્થને સમજાવનારો છે સખા
~ શિલ્પા શેઠ ‘શિલ્પ’  

૮.
The Eight Chief Gopis of Radha and Krishna | The Hare Krishna Movement
પ્રેમના બંધન મહી ગૌરવ જુએ
એ જ સાચા સ્વર્ગનો વૈભવ જુએ
આંગણે શ્રીકૃષ્ણનો સંભવ જુએ
વાટ એની એટલે હરભવ જુએ
~ ભારતી કાંતિલાલ ગડા

૯.
Day 6 He is all set to throw the stone to break some sakhi's curd pot. Who is that fortunate Sakhi who in the name of this will have a row with
ઓઢણી  ખેંચે કે ફોડે  માટલી મંજૂર છે
કાંકરા  લઈને  એ  ફરતો  હોય  તો  શું જોઈએ
માત્ર  એના નામનું  ત્રોફાવું હું તો  છૂંદણું
શ્યામ  રૂપે એ ઉપસતો  હોય  તો  શું  જોઈએ
~ દેવેન્દ્ર જોશી

૧૦.
Krishna and Arjun
હું બનાવીશ જાતને અર્જુન સમી
કૃષ્ણ ખુદ બનશે પછી તો સારથિ
એ પછી તો મોજ, કેવળ મોજ છે
ભક્તિરસ ચાખી ગયો છું જ્યારથી
~ રાજેશ હિંગુ

૧૧.
50 Beautiful Radha Rani Images, Photos, Pics in HD
જળનાં દર્પણમાં કેદ છે રાધા
જળને ઝાકળનો ભેદ છે રાધા

ફૂલ ચંપાનું મ્હેંકતું માધવ
ને ચમેલી સફેદ છે રાધા

એટલે  કૃષ્ણએ ધરી હોઠે
વાંસળી પરનો છેદ છે રાધા

કૃષ્ણ રુચા છે પ્રેમગીતાની
ચીર વિરહનો વેદ છે રાધા

ઓગળી ના કદી થઈ ને અશ્રુ
બંધ આંખોનો ખેદ છે રાધા
~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

૧૨.
Happy Janmashtami "Krishna" This beautiful art created by Artist Madhumita Bhattacharya Paintings exclusively available with Rare Mandi Art Gallery. For further details please mail us raremandipvtltd@gmail.com or connect with us on +919673219030 #
વેણુ વગાડે શ્વાસમાં, એવો સુરીલો સાદ તું,
પડકાર ને હંફાવતો, યદુવંશનો અપવાદ તું.

ગોવાળ થઈ હંકારશે, મનમાં સ્મરણના ધણ હવે,
નીરવ નિશામાં રણઝણે, ગેબી અલૌકિક નાદ તું.

પીળું પીતાંબર, વાંસળી ને મોરપીંછે સોહતો,
એ ભાન ભૂલી રાસ રમતા યૌવને ઉન્માદ તું.

બ્રહ્માંડ ધીરે ખૂલતું, ઊઘડે રહસ્યો સામટા,
આ યુદ્ધ મધ્યે ઉચ્ચરાતા, સત્યનો સંવાદ તું.

હાંફે સમય પણ શ્યામ થઇ, ત્યાં પીપળાની છાંયમાં,
ઘેરી ઉદાસી પાંપણે ને આંખમાં અવસાદ તું.
~ ભાર્ગવી પંડ્યા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

6 Comments

  1. આભાર સૌ સર્જકોનો. હિતેનભાઈની ધગશને સલામ.

  2. ચીર વિરહનો વેદ છે રાધા.. 🌹🌹🌹💐💐
    ખૂબ સુંદર રચના.. શૈલેષ પંડ્યા નિશેષ

  3. વાહ… અમારી જન્માષ્ટમી સુધરી ગઈ.. એક શાથે આટલાં શેર, મુકતક અને ગજલ… એ પણ કાળિયા ઠાકરને નામ…… વાહ આભાર હિતેનભાઈ.. આભાર. જય હો… જય હો નંદલાલ… જય હો માખન ચોર…