|

“આપણું આંગણું” એકોક્તિ સ્પર્ધાનું પરિણામ જાહેર

કુલ એકોક્તિ: ૩૪

નિર્ણાયક:

જયશ્રી વિનુ મરચંટ
ગિરિમા ઘારેખાન

મૂલ્યાંકન પ્રક્રિયા :

બધી કૃતિઓને નીચેની સાત કેટેગરીમાં  બંને નિર્ણાયકો દ્વારા તપાસવામાં આવી છે. દરેક કેટેગરીને ૧ થી ૫ અંકો આપીને મૂલવવામાં આવી છે.  ૧) નબળી  ) સાધારણ (એવરેજ)  ૩) મધ્યમ (ઍબૉવ એવરેજ)  ૪) ઉત્તમ  ૫) અતિઉત્તમ

એકોક્તિઓ તપાસવાનાં ધોરણો-માપદંડો:

  1. વિષય વસ્તુઃ પસંદ કરેલા વિષય અને રજુઆતમાં આગવાપણું અને નાવીન્ય
  2. પ્રારંભના આલેખન થકી મૂળ વિષય સુધી વાચકને લઈ જઈ શકવા સક્ષમ છે? વાચકને એકોક્તિના પ્રવાહમાં જકડી
    રાખવાની ક્ષમતા છે?
  3. મધ્યભાગમાં જે એકોક્તિ દ્વારા કહેવાનું છે, એનો ઉઘાડ કરવામાં સફળતા મળે છે? કથાનો પ્રવાહ ફંટાતો તો નથીને?
  4. અંતમાં “આહા…” ફેક્ટર છે કે નહીં? બેઝિકલી ચમત્કૃતિ છે કે નહી કે અંત ‘ફ્લેટ’ – સપાટ નીવડે છે?
  5. ભાષા સરળ અને હ્રદયંગમ છે કે નહીં?
  6. ભજવવામાં ઓછામાં ઓછો બાહ્ય સપોર્ટ રાખીને એકપાત્રી અભિનય કરવા માટે ચોટદાર, સ્વગત ડાયલોગ છે કે નહીં?
  7. કૃતિ સ્ટેજ પર રજૂ થાય ત્યારે અભિનય અને લખાણ બેઉ સાથે માણી શકાય એવા છે?

પસંદ કરેલી એકોક્તિ:

ઉપરનાં ધોરણો પ્રમાણે બધી એકોક્તિઓને ચકાસીને બંને નિર્ણાયકોએ એકમતે નીચેની સાત કૃતિઓ પસંદ કરી છે, જેમાંથી પ્રથમ ત્રણ કૃતિને રોકડ ઇનામ આપવામાં આવશે. સર્વ વિજેતાઓને સહર્ષ અભિનંદન.

પ્રથમ ઇનામ ૭૫૦૦/-
જાળિયું
~ વર્ષા તન્ના

~ કૃતિ ક્રમાંક-૨

બીજું નામ ૫૦૦૦/-
પીડિતા
~ કુંતલ સંજય ભટ્ટ

~ કૃતિ ક્રમાંક-૫

ત્રીજું ઇનામ ૨૫૦૦/-
ચંપાની મા

~ એકતા નીરવ દોશી
(“મારી ચંપાનો વર” – ઉમાશંકર જોશીની વાર્તાનાં પાત્ર લક્ષ્મીની એકોક્તિ)
~ કૃતિ ક્રમાંક-૯

પસંદ પડેલી અન્ય ચાર કૃતિઓ આ પ્રમાણે છે. 

એ આવે છે
~ મીતા ગોર મેવાડા
~ કૃતિ ક્રમાંક-૧૫

દગલબાજ
~ માના વ્યાસ
~ કૃતિ ક્રમાંક-૨૨

નાયિકા
~ પૃથા મહેતા
~ કૃતિ ક્રમાંક-૨૪B

માસિકા
~ યામિની વ્યાસ
~ કૃતિ ક્રમાંક-૩૧

નોંધ:

પસંદ કરેલી કૃતિઓ મંચ પર ભજવાય એ માટે અમે દિગ્દર્શકનો સંપર્ક કર્યો છે. એનો સાનુકૂળ પ્રતિસાદ મળશે એવી આશા છે.

Leave a Reply to Jayshree PatelCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. સહુ વિજેતાઓને અભિનંદન. ધન્યવાદ આપણું આંગણું ! આ લેખન એક પ્રવાસ જેવું હતું અને આપણું આંગણું એ પ્રવાસનું આયોજક… નિમિત્ત પૂરું પાડ્યું ન હોત તો હું જાતે તો કંઈ આ લખવાની ન હતી!