“આપણું આંગણું” એકોક્તિ સ્પર્ધાનું પરિણામ જાહેર
કુલ એકોક્તિ: ૩૪
નિર્ણાયક:
જયશ્રી વિનુ મરચંટ
ગિરિમા ઘારેખાન
મૂલ્યાંકન પ્રક્રિયા :
બધી કૃતિઓને નીચેની સાત કેટેગરીમાં બંને નિર્ણાયકો દ્વારા તપાસવામાં આવી છે. દરેક કેટેગરીને ૧ થી ૫ અંકો આપીને મૂલવવામાં આવી છે. ૧) નબળી ૨) સાધારણ (એવરેજ) ૩) મધ્યમ (ઍબૉવ એવરેજ) ૪) ઉત્તમ ૫) અતિઉત્તમ
એકોક્તિઓ તપાસવાનાં ધોરણો-માપદંડો:
- વિષય વસ્તુઃ પસંદ કરેલા વિષય અને રજુઆતમાં આગવાપણું અને નાવીન્ય
- પ્રારંભના આલેખન થકી મૂળ વિષય સુધી વાચકને લઈ જઈ શકવા સક્ષમ છે? વાચકને એકોક્તિના પ્રવાહમાં જકડી
રાખવાની ક્ષમતા છે? - મધ્યભાગમાં જે એકોક્તિ દ્વારા કહેવાનું છે, એનો ઉઘાડ કરવામાં સફળતા મળે છે? કથાનો પ્રવાહ ફંટાતો તો નથીને?
- અંતમાં “આહા…” ફેક્ટર છે કે નહીં? બેઝિકલી ચમત્કૃતિ છે કે નહી કે અંત ‘ફ્લેટ’ – સપાટ નીવડે છે?
- ભાષા સરળ અને હ્રદયંગમ છે કે નહીં?
- ભજવવામાં ઓછામાં ઓછો બાહ્ય સપોર્ટ રાખીને એકપાત્રી અભિનય કરવા માટે ચોટદાર, સ્વગત ડાયલોગ છે કે નહીં?
- કૃતિ સ્ટેજ પર રજૂ થાય ત્યારે અભિનય અને લખાણ બેઉ સાથે માણી શકાય એવા છે?
પસંદ કરેલી એકોક્તિ:
ઉપરનાં ધોરણો પ્રમાણે બધી એકોક્તિઓને ચકાસીને બંને નિર્ણાયકોએ એકમતે નીચેની સાત કૃતિઓ પસંદ કરી છે, જેમાંથી પ્રથમ ત્રણ કૃતિને રોકડ ઇનામ આપવામાં આવશે. સર્વ વિજેતાઓને સહર્ષ અભિનંદન.
પ્રથમ ઇનામ ૭૫૦૦/-
જાળિયું
~ વર્ષા તન્ના
~ કૃતિ ક્રમાંક-૨
બીજું નામ ૫૦૦૦/-
પીડિતા
~ કુંતલ સંજય ભટ્ટ
~ કૃતિ ક્રમાંક-૫
ત્રીજું ઇનામ ૨૫૦૦/-
ચંપાની મા
~ એકતા નીરવ દોશી
(“મારી ચંપાનો વર” – ઉમાશંકર જોશીની વાર્તાનાં પાત્ર લક્ષ્મીની એકોક્તિ)
~ કૃતિ ક્રમાંક-૯
પસંદ પડેલી અન્ય ચાર કૃતિઓ આ પ્રમાણે છે.
એ આવે છે
~ મીતા ગોર મેવાડા
~ કૃતિ ક્રમાંક-૧૫
દગલબાજ
~ માના વ્યાસ
~ કૃતિ ક્રમાંક-૨૨
નાયિકા
~ પૃથા મહેતા
~ કૃતિ ક્રમાંક-૨૪B
માસિકા
~ યામિની વ્યાસ
~ કૃતિ ક્રમાંક-૩૧
નોંધ:
પસંદ કરેલી કૃતિઓ મંચ પર ભજવાય એ માટે અમે દિગ્દર્શકનો સંપર્ક કર્યો છે. એનો સાનુકૂળ પ્રતિસાદ મળશે એવી આશા છે.
સૌને ખૂબ ખૂબ અભિનંદન
સૌને ખૂબ ખૂબ અભિનંદન 🌹🌹💐💐
સહુ વિજેતાઓને અભિનંદન. ધન્યવાદ આપણું આંગણું ! આ લેખન એક પ્રવાસ જેવું હતું અને આપણું આંગણું એ પ્રવાસનું આયોજક… નિમિત્ત પૂરું પાડ્યું ન હોત તો હું જાતે તો કંઈ આ લખવાની ન હતી!