ચાર ગઝલ ~ ડૉ. બાલકૃષ્ણ સોનેજી
પરિચય: ડૉ. બાલકૃષ્ણ સોનેજી, નિવૃત્ત આચાર્ય, સરકારી પોલિટેકનિક. શૈક્ષણિક લાયકાત : પીએચ.ડી., સિવિલ એન્જીનિયરીંગ (આઈ. આઈ. ટી. બોમ્બે). ગઝલ પ્રકાશિત: “કવિલોક”, “શબ્દસૃષ્ટિ”, “અખંડ આનંદ”, “શબ્દસર”, “તમન્ના”, “જનકલ્યાણ”, “તાદર્થ્ય”, તથા “ગઝલ વિશ્વ”માં. શોખ: વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી
1.
શબ્દનો જ્યાં ઘા હૃદય પર વાગશે.
ત્યાં કલમ તલવાર જેવી લાગશે.
આપવું એને હશે એ આપશે,
માંગનારા તો બધુંયે માંગશે.
લાખ છુપાવો ભલે ચહેરા ઉપર,
તાગનારા ભેદ મનનાં તાગશે.
વસ્ત્ર બદલે ના છૂટે પીછો કદી,
પ્રશ્ન તો રહેશે – ગમે ત્યાં ભાગશે.
છે ફરજ – સમજી છડી પોકાર તું,
જાગવું જેને હશે એ જાગશે.
2.
ભાગ્ય રૂઠેલું ચાલે બે ડગ આગળ આગળ.
જાત ઢસરડા કરતી રહેતી પાછળ પાછળ.
આંખો જોતી સપનાં રાતે કોરાં કોરાં,
ને પરભાતે થાતી પાંપણ ઝાકળ ઝાકળ.
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ,
જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ.
મોહ ગણે છે જેને અહીં નોટોના બંડલ,
હાલ ફકીરીમાં એ સઘળું કાગળ કાગળ.
પાર ઉતારી દેશે તુજને પણ ભવસાગર,
નરસૈયાની જેમ ભજી જો શામળ શામળ.
3.
ચાલ ગગનથી નાતો કરીએ.
પંખી સાથે વાતો કરીએ.
આંગણ આસોપાલવ વાવી,
ઘર-ઉંબરને ગાતો કરીએ.
“વૃક્ષો પર કરીએ છે” માની,
ખુદ પર ના આઘાતો કરીએ.
સૌની આંખે ચશ્માં આપી,
વન-વગડો વંચાતો કરીએ.
જ્યાં દેખાતી કાળી રાતો,
જઈને ત્યાં પરભાતો કરીએ.
હું પણ જીવું – તું પણ જીવે,
મનખો આ મલકાતો કરીએ.
4.
સમજણ વગરની દુનિયા સગપણ વગરની દુનિયા.
જાણે કે જીવવાના કારણ વગરની દુનિયા.
ગમતું સતત ટકે ના એ સત્ય છે છતાં પણ,
યૌવન ચહે સદા હો ઘડપણ વગરની દુનિયા.
દફતર મૂકીને માથે નંબરની દોડમાં છે,
બચપણને પાછી આપો ભારણ વગરની દુનિયા.
ચરખાએ શીખવ્યું’તું રહેવાનું જાત-નિર્ભર,
થઈ ગઈ છે પાંગળી આ કાંતણ વગરની દુનિયા.
ભીતર હજુ જીવે છે – પૂતળું જલાવી બેઠાં!
બનશે કહો શી રીતે રાવણ વગરની દુનિયા!
બોલો તો મીઠું બોલો શબ્દોમાં નાંખો સાકર,
ક્યાં કોઈને ગમી છે ગળપણ વગરની દુનિયા!
~ ડૉ. બાલકૃષ્ણ સોનેજી
~ મો: +91 94263 16754
~ sonejibb@gmail.com
Excellent..Dr soneji’s words reflect the truth and emotions with great simplicity. Superb..
Thanks a lot madam 🌷😊
બધી રચના ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી છે 💐
આપની વિવિધ શાખાઓ ની પ્રતિભા ખૂબ પ્રશંસનીય છે 🙏
Thank you Ketanbhai 🌷😊
વાહ… અદ્ભુત રચનાઓ…
Many thanks 🌷😊
ખૂબ સુંદર ગઝલો
ખૂબ ખૂબ આભાર કવિ નિલેશભાઈ 😊🌷
Very nice
Thanks 🌷😊
ઉત્તમ .
શ્રી બાલકૃષ્ણ સોનેજી ની ધારદાર કલમે લખાયેલ ઉત્તમ ગઝલો.
સોનેજી સર ની ખાસિયત એ છે કે જે પણ ગઝલો લખે છે તે ખૂબ સરળ હોય છે. યુવાન હોય , વૃદ્ધ હોય બધા જ વર્ગો એમની ગઝલનો આનંદ માણી શકે છે. દરરોજ આપણી આસપાસ બનતા પ્રસંગો માંથી ગઝલ નું નિર્માણ કરી લે છે અને કદાચ આ જ એમની વિશેષતા છે કે દરેક વર્ગ એમની ગઝલ સાથે જોડાઈ જાય છે.
ખૂબ સુંદર સોનેજી સર
આપની કલમ માંથી આવા ધારદાર શબ્દો નીકળતા રહે અને આખો સમાજ આપની ગઝલો નો આનંદ માણતો રહે તેવી શુભેછા.
ખૂબ ખૂબ આભાર સ્નેહલ મોદી 😊🌷😊
The ghazals explore themes of life, nature, and human emotions.
Here’s a brief summary of each ghazal:
1. The first ghazal reflects on the power of words and their impact on human hearts. It emphasizes the importance of choosing words carefully, as they can either heal or harm.
2. The second ghazal is a philosophical reflection on the nature of life and destiny. It suggests that life is a journey with its own set of challenges and uncertainties, and that one must navigate these complexities with courage and resilience.
3. The third ghazal is a celebration of life and its beauty. It encourages the reader to appreciate the simple joys of life, to connect with nature, and to cultivate a sense of wonder and awe.
4. The fourth ghazal is a contemplative reflection on the human condition. It explores the complexities of human emotions, the fragility of life, and the importance of living in the present world.
Thank you so much madam for your warm words of elaboration… 😊🌷😊
ખૂબ સરસ…
અભીનંદન…
👍👌
દિવ્ય પારેખ
Many thanks
ખરેખર અદ્ભુત રચનાઓ છે…જીવન ના નિચોડ ની અનુભિતિ થયા વગર રહેતી નથી… સારથી સભર ગઝલો બદલ ડો. સોનેજી સર ને ખૂબ ખૂબ અભિનંદન અને આવી ને આવી સુંદર રચનાઓ આપતાં રહો એવી શુભેચ્છા 👍🙏🏻
ખૂબ ખૂબ આભાર ઓઝા સાહેબ 🌷😊🌷
Excellent nice one
Many thanks sir 🌷😊🌷