“મારા ગમતા મિત્રોની ઓળખાણ” ~ (૨) ~ ગીની માલવિયા

ગયા વખતે સાત પુસ્તકોના સંપુટમાંથી ‘એલિગન્સ’ની વાત કરી હતી.
હવે આજે વાત છે બીજા પુસ્તકની. આજે અહીં મારા આંગણાંની હવામાં પાનખરનાં આગમનની આછેરી ઝલક છે અને હાથમાં સંજયભાઈનું પુસ્તક ‘ઈગો.’
તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષીની તસવીરકથા. પુસ્તક નો સફેદ રંગ બક્ષી સાહેબની સાદગી અને લાલ રંગનાં છ ચોરસ તેમની તેજાબી કલમને પ્રગટ કરતો તીખો રંગ.
તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષીની તસવીરકથા. પુસ્તક નો સફેદ રંગ બક્ષી સાહેબની સાદગી અને લાલ રંગનાં છ ચોરસ તેમની તેજાબી કલમને પ્રગટ કરતો તીખો રંગ.
બાકીનાં દસ ફોટામાં બક્ષીબાબુની લાક્ષણિક તસવીરો.
લાલ રંગનાં ‘ઈગો’ શીર્ષકનો પરછાયાની જેમ લંબાઈને પથરાયેલો ગ્રે રંગ કંઈ ગર્ભિત ભાવનો સૂચક. બક્ષીસાહેબ કહે છે, “પેરેલિસિસ” ઘણાંના મતે મારી શ્રેષ્ઠતમ કૃતિ છે. હું એવું માનતો નથી, પણ એ મારી શ્રેષ્ઠ કૃતિઓમાંની એક જરૂર છે.”તો આ શું છે? પોતાની કલમ પર વિશ્વાસ કે ઈગો? જો ‘ઈગો’ હોય તો આ પુસ્તકનું શીર્ષક યથાયોગ્ય છે.સંજય ભાઈનો એક પ્રશ્ન છે કે સાહિત્ય તમારા માટે શું છે? અને એના ઉત્તરરુપે બક્ષી સાહેબ કહે છે, આત્માનો એક્સ-રે! આ આત્માનો એક્સ-રે એક નાનકડા લાલ ચોરસમાં લખાયેલું પેટાશીર્ષક છે પુસ્તકનું! શીર્ષક અને પેટાશીર્ષક બંને હૂબહૂ બક્ષી સાહેબને તેમનાં રંગમાં, તેમને નખશિખ રજૂ કરે છે અહીં. આ તસવીરોમાં લેખકનો મૂડ સાચું કહું તો સટીક રીતે ઝીલાયો છે. લેખકની કથનીમાં એમનો વાણીવિલાસ અને વિચાર વૈભવ ઝીલાયા છે, જેના થકી બક્ષીબાબુ જાણીતા હતા, એ એસિડિક લખાણનાં લેખકના આત્માનો એક્સ-રે આખાંય પુસ્તકનાં પાને પાને પ્રગટ્યો છે.

બક્ષીબાબુ મારા પ્રિય લેખકોમાંથી એક રહ્યાં છે એટલે અહોભાવ તો જળવાઈ રહ્યો છે, આરંભથી અંત સુધી. દરેક તસવીરમાં તેમનું ધીર-ગંભીર સ્મિત ઝિલમિલ ઝિલમિલ ચમકી રહ્યું છે.
કલકત્તાનાં દિવસોની મીઠાશ, પાલનપુરનાં દિવસોનું ભાથું આ બધું જ તેમની ગુજરાતીમાં આવતા હિંદી શબ્દોની જેમ ભેળસેળ થતું રહે છે. વાચકને આ દેશ વિદેશ ફરતો, મદિરાપાન કરતો, પુત્રીના મિત્ર જેવો લેખક ગમે છે અને ગમે છે એનાં પાત્રો, જે વાચકને ક્યારેક સાવ પોતાના જેવા જ લાગે છે. જેમ કે બક્ષી સાહેબ કહે છે મારા પાત્રને તાવ પણ આવે છે, મેલોડ્રામા વિના!
જોકે આ જ બક્ષીસાહેબ ‘કુત્તી’ વાર્તાનાં પણ લેખક છે. ૨૦૨૦માં પહેલી વાર સાંભળી ત્યારેય આ વાર્તાનું ફલક હચમચાવી ગયું હતું. બક્ષીબાબુની આ જ તો છે સાહજિક લાક્ષણિકતા! પાને પાને પ્રગટતી તેમનાં શબ્દોની રમત તમને આગળ વધતા રોકી રાખે છે. જેમકે,
“દુ:ખનું સુખ જોયું છે અને
સુખનું દુ:ખ પણ જોયું છે.
અને,
સહેલું લખવું અઘરું છે.
અઘરું લખવું સહેલું છે.
આપણા પરિમાણમાં, શક્ય એટલી બુદ્ધિમત્તાની પરિમિતિમાં સમજાય એટલો અર્થ તારવી લઉં છું.
અને નકરા અહોભાવને દ્વિગુણિત કરી આગળ વધુ છું.”

૬૬માં પાનાં પરની તસવીરનો એન્ગલ એવો છે કે બક્ષીસાહેબની ટાવરીંગ પર્સનાલિટીને તસવીરમાં કેદ કરવાનો પ્રયાસ. એક અફવા હતી કે બક્ષીસાહેબ સાડા છ ફૂટ ઊંચા હતા! શબ્દો અને કેમેરાના જાદુગર, સંજયભાઈ એમ થોડા જ ફેઈલ થઈ શકે એમના પ્રયાસમાં ? કદાપિ નહી, અને એટલે જ આ મુઠ્ઠી ઊંચેરા લેખકની “ટાવરીંગ પર્સનાલિટી” તમને ૬૮માં પાનાં પર જતાં પહેલાં સંજયભાઈનો આભાર મનોમન માનવા રોકી રાખે છે.૧૧૦ પાનાંના પુસ્તકમાં બક્ષી સાહેબ એવા તો પ્રગટ્યા છે કે ૨૦૦૦નાં દાયકામાં એમને મળવાની અદમ્ય ઈચ્છા વ્યસ્ત જિંદગીમાં ધરબાઈ ગયેલી, તે મૂર્ત થઈ જાય છે.
અહીં એમનો અવાજ નથી શ્રાવ્ય ડેસીબલમાં, પણ આત્માનો અવાજ તસવીરોમાં શબ્દો થઈને અને શબ્દોમાં તસવીર બનીને પ્રગટે છે! જે તમને ઝંઝોળી નાંખીને, બક્ષીનાં એ ‘ઈગો’ના લાલ રંગની ખૂબ નજીક લઈ જાય છે.આ આત્માના અવાજને પ્રિય લેખકની અંજલિ માની હાથમાં ઝીલી લઉં છું…..સંજયભાઈની આ લાલરંગી એક્સ-રે પ્રિન્ટસ્ ને ……!

તમનેય મન થાય છે ને, આ તપ્ત લાલ રંગને હાથમાં લઈ વાંચવાનું ?

વાહ… સરસ લેખ,આદરણીય જયશ્રીબેન💐
આભાર, મહેશ ભાઈ🙏🏼
વાહ…
આભાર, રમેશ ભાઈ🙏🏼