પાંચ હાઈકુ ~ શૈલા મુન્શા

હાઈકુ
લુંટાઈ લાજ,
રોશની ચારેકોર;
 રહે વેરાતી!
વાણી તો મૌન,
થઈ સદાને ચુપ;
બોલતી આંખો!

ઊઠે નનામી,
સંભળાયું રૂદન;
નવજાતનુ!

અક્ષરો દોરે,
તસ્વીર સમાજની;
કાગળ પર!

ઉદાસ શિશુ,
શહેરમાં સન્નાટો;
ટહુકાઓનો!
    –  શૈલા મુન્શા 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.