“મનભાવિની, ઓ કામિની…!” ~ સ્તુતિ જયશ્રી વિનુ મરચંટ ~ આસ્વાદઃ વિજય ભટ્ટ
ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે, માતાજીની સ્તુતિ રૂપે આ કાવ્ય અવતર્યું, એ પણ હિન્દીમાં. આ શબ્દો મારાં નથી, “યા દેવી સર્વ ભૂતેષુ, જ્ઞાન્ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ”, એ જ દિવ્ય માતૃસ્વરૂપ, (સરસ્વતી, શક્તિ અને લક્ષ્મી) સ્વયંને શબ્દોમાં સ્વયં ઢાળી ગયું, એટલું જ હું કહી શકું છું!
આ સ્તુતિનો શ્રી વિજય ભટ્ટે આસ્વાદ કરાવ્યો છે, એને આપ સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું. હમણાં જ પૂરા થયેલાં માતાજીના પર્વના નવ દિવસોમાં વરસેલાં માના આશિષ વિશ્વમાં સહુને શક્તિ, ભક્તિ, સરસ્વતી, લક્ષ્મી અને શાંતિથી નવાજે એવી જ મંગલ કામના. – જયશ્રી )
~ માતાજીની સ્તુતિ
તુ હી મારી નભદામિની
અંધાર હો ચાહે ઘના
હો વ્યોમગંગા મેં જમા
તેરી નજ્રર સે વો છના
મનભાવિની, ઓ કામિની (૨)
વાણીમેં તુઝ બિન કૌન હૈ
પૂછું તો તુ ક્યું મૌન હૈ
મૈંને તો હૈ યે હી સુના
તુઝ સી નહીં મધુ ભાષિણી
મનભાવિની, ઓ કામિની (૨)
જાને ક્યા તેરા દેશ હો
જાને ક્યા તેરા, ભેષ હો
હર-એક દિશામેં ગુંજતી
આહટ તેરી જગપાવિની
મનભાવિની, ઓ કામિની (૨)
રંગો મેં શુભ્રા હૈ તુ હી
નદિયા મેં દરિયા હૈ તુ હી
હર હાલમેં, બન ઢાલ તુ
મુઝમેં સમા રોમહર્ષિણી
મનભાવિની, ઓ કામિની (૨)
તેરી નજર ને જબ છુઆ
બરસી તો ફિર, મુઝ પે દુઆ
ડર ક્યું મુઝે, મઝધાર કા
જબ સાથ હૈ, સિંહાસિની
મનભાવિની, ઓ કામિની (૨)
તેરી કૃપા જો ભી મિલા,
તેરી દયા, ‘ગર ના મિલા
તેરા સરૂર, ના દે ગરુર
માંગું યહી, વરદાયિની
મનભાવિની, ઓ કામિની (૨)
ના હો વિજય, ના હાર હો
ના રાહ મેં ગુલઝાર હો
ફિર ભી ચલું,, ઉસ પાર તક
તેરી ધનક મેં રંગને તક
હૈ સાથ તુ, મેરી સંગિની
મનભાવિની, ઓ કામિની (૨)
~ જયશ્રી વિનુ મરચંટ, ૪/૯/૨૦૨૪
~ કવિતા આસ્વાદ: વિજય ભટ્ટ,
એપ્રિલ ૨૦૨૪, અષ્ટમી ચૈત્રી નવરાત્રી
નવરાત્રીના શુભ દિવસોમાં જયશ્રીબેન મર્ચન્ટે આ એક સ્વરચિત, માતાજીની સ્તુતિ સહજ રીતે ફોન પર સાંભળવી. મનમાં એવો તો એક દિવ્ય ભાવ થઈ આવ્યો કે મારી સંવેદના શબ્દ ભાવે શેર કરતાં રોકી નથી શકતો!
આ સ્તુતિમાં જયશ્રીબેને દરેક પંક્તિમાં માતાજીની અગણિત વિભાવનાઓને દર્શાવી છે અને દરેક વિભાવના એક નવું પરિમાણ ઉપસાવે છે!
સ્તુતિનો ઉઠાવ જ કેટલો પ્રેમસભર છે! માથી વિશેષ મનગમતું શું હોય? ‘જેની કામના કરતા હોઈએ, એવી મનભાવિની’ મા! અને માથી સુંદર બીજું કોઈ હોઈ શકે જ નહિ!

પછી તરત જ તેને નભદામિનીની વિશાળતા આપે છે! મનના આકાશમાં વહેતી સમજની આકાશગંગામાં છવાઈ જતા અણસમજ અને અજ્ઞાનના અંધકારને પણ વિદ્યુતની જેમ, જ્ઞાનના એક ચમકારાથી દૂર કરે.. મારી મા!
વળી, સરસ્વતીને કહે છે કે તું જ વાક્ દેવી, વાણી પ્રણેતા છે, તું તો મધ જેવી મીઠી ભાષિણી છે! અને માને ચેલેન્જ કરે છે કે હું તને આર્તનાદે બોલાવું છું તો તું મૌન કેમ છે? તું તારા મિષ્ટ વચનોના ધ્વનિથી મને કંઈ કહેતી કેમ નથી?
મા, તારી સહેજ અને સહજ આહટ સ્થળ, સમય કે વેશથી પર એવી તું સર્વ દિશા માટે પાવનકારી છે!
પછી તો કવિની કલ્પના દોડે છે, રંગ અને આર્દ્રતા તરફ! કહે છે કે તારામાં બધા જ રંગ સમાયેલા છે અને શુભ્રા છે તું!
તું નદી જેવી ચંચળ અને દરિયા જેવી મોટા હૃદયની અને આર્દ્ર હોવા છતાં તું જ મારું રક્ષણ કરતી ઢાલ બનીને મને રોમરોમમાં હર્ષ આપે છે!
ઓ સિંહ પર વિરાજમાન, શક્તિદાયિની, તારી રહેમ નજર મારી પર પડી છે પછી મને આ જીવન સાગર પાર કરવાનો કોઈ જ ડર ક્યાંથી હોય?
કવિ કલાત્મક રીતે હિન્દી, હિન્દુસ્તાની, અને ઉર્દૂ શબ્દોને યોગ્ય રીતે પ્રયોજીને માને કહે છે કે, તારી કૃપાથી જે મળ્યું કે ન મળ્યું તેનું ગૌરવ, હર્ષ કે રંજ મને કદી થાય નહીં એવું હે વરદાયિની, તું મને વર દે!
છેલ્લી પંક્તિમાં ભારોભાર અધ્યાત્મ ટપકે છે. કવિ કહે છે કે એક એવી સાત્વિક સ્થિતિ મને આપ કે મારી રાહમાં ફૂલો, હાર, જીત જેવા કોઈ પણ વળગણ મને ન નડે અને આ માર્ગ પર, અનંતની પેલે પાર સુધી આવીને, હું તારા મેઘધનુષી રંગમાં સંપૂર્ણપણે રંગાઈ જાઉં!

હિન્દીના જાણીતા કવિ શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ની ઉત્કૃષ્ટ સરસ્વતીવંદના ‘વીણાવાદિની વર દે’, જયશ્રીબેનની આ મા સ્તુતિ વાંચીને તરત જ યાદ આવી, કારણ કે, આ સ્તુતિ પણ એટલી જ હૃદયસ્પર્શી, વ્યાપક, અને દૈવી પ્રેરણામાંથી ઉપજેલ એક ઉત્તમ સ્તુતિકાવ્ય છે. આ સ્તુતિ વિષે આજે ચૈત્રી નવરાત્રીની આઠમ-નોમના દિવસો દરમ્યાન લખતા, માતાજીના આશીર્વાદનો આવિર્ભાવ જગાડે છે!
જય મા !!!
– વિજય ભટ્ટ
Wonderful Ma’am stuti
🙏🙏🙏Really incredible MAA stuti.. can only happen through HER grace!!! And only her grace. You just became a BLESSED medium!!! Stay blessed and keep writing! Jayshree ben!