પ્રેસ નોટ ~ આઈએનટી દ્વારા મુશાયરાનું આયોજન તથા કલાપી અને શયદા એવૉર્ડની જાહેરાત
છેલ્લા ૭૫ વર્ષથી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ૬૫ વર્ષથી પારંપરિક મુશાયરા પ્રવૃત્તિને જીવંત રાખવામાં ઈન્ડિયન નેશનલ થિયેટરનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી.
આઈએનટી આદિત્ય બિરલા સેન્ટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ દ્વારા વર્ષ ૨૦૨૪ માટે કાવ્યપ્રતિભા અને કાવ્યપ્રદાનને ધ્યાનમાં લઈને અપાતો કલાપી એવૉર્ડ કવિ સૌમ્ય જોશીને તથા યુવા શાયરો માટેનો શયદા એવૉર્ડ જયંત ડાંગોદરા `સંગીત‘ને જાહેર કરવામાં આવે છે. જ્યુરી તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ, ઉદયન ઠક્કર અને હિતેન આનંદપરાએ સેવા આપી છે.


પારિતોષિક અર્પણ સમારંભ ૨૪ જાન્યુઆરીએ રાત્રે ૮.૦૦ કલાકે ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે યોજાશે. આ પ્રસંગે આયોજિત મુશાયરામાં બંને વિજેતા કવિઓની સાથે હેમેન શાહ, મકરંદ મુસળે, ગૌરાંગ ઠાકર, ભાવેશ ભટ્ટ, હર્ષવી પટેલ અને સંચાલક રઈશ મનીઆર ભાગ લેશે.
વધુ વિગત માટે સંપર્કઃ કાર્યાલયઃ 022- 23678413, અવનિ મુળે – 98927 40008.
Online Bookmyshow Link:
https://in.bookmyshow.com/special/gujarati-mushaira/ET00383846?webview=true
આપ ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને કલાની ઉત્તમ સેવા કરો છો. કવિ શ્રી સૌમ્ય જોશી તેમજ કવિ શ્રી જયંત ડાંગોદરા ‘સંગીત’ ને ખૂબ ખૂબ અભિનંદન. 💐