लहजा ही ज़ाफ़रानी है’ – ग़ज़ल ~ સોનિયા સોનમ ‘અક્સ’ ~ અનુવાદ:’કરામત કસુંબલ એ અદાની છે…!’ ~ જયશ્રી મરચંટ
હવે તો ક્યાં કોઈ રાજા કે રાણી
બની ગઈ જિંદગી એક દોડ કાયમની,
હવે ક્યાં મહેફિલો એવી મજાની છે?
રિસાવું? શું રિસાવું એમની સા
એ તો સંબંધ સાથે બેઈમાની છે!
છે વરસાદી આ મોસમ, નાવ કાગળની,
ભુલાયેલી કોઈ સુંદર કહાની છે!
ભલે ને બાદશાહત એમની જગ પર
હૃદય પર સલ્તનત તુજ એકલાની છે!
જનમ ને મોત બન્નેની છે એક જોડી
છે એક ઊલા અને બીજું તો સાની છે
પ્રણય ના થાય એનાથી મને શેને?
કરામત તો કસુંબલ એ અદાની છે
અનુ: જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”
———————————
મૂળ ગઝલ:
‘लहजा ही ज़ाफ़रानी है’
~ સોનિયા સોનમ ‘અક્સ’
बीते बचपन की सब कहानी है
अब न राजा न कोई रानी है
ज़िंदगी भागदौड़ बन सी गई
अब कहां बज़्मे शादमानी है
उनसे रूठें तो किस लिए रूठें
यह तो रिश्तों से बेईमानी है
बारिशें और नाव काग़ज़ की
भूली बिसरी सी इक कहानी है
बादशाहत ज़मीं पे है उनकी
आपकी दिल पे हुक्मरानी है
जन्म औ,र मौत ज़िंदगी के लिए
एक ऊला तो एक सानी है
“अक्स” उससे हो इश्क़ क्यूं न
जिसका लहजा ही ज़ाफ़रानी है
જયશ્રીબેન,
ગઝલનું ગુજરાતીકરણ ( અનુવાદ ) ગમ્યું. બહુ જ સરસ થયું છે.
અભિનંદન…. ઉત્તરોત્તર અમને આસ્વાદ કરાવતા રહો. આભાર.
‘અક્સ’ની સુંદર ગઝલને શેરિયત જાળવીને ભૂજંગ છંદમાં સાંગોપાંગ ગુજરાતીમાં રૂપાંતરિત કરવાનું કપરૂં કામ તમે કેટલી સહજતાથી પૂર્ણ કર્યું! જયશ્રીબેન. અનેક શુભકામનાઓ અને અભિનંદન.